SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ તેમણે = દેવરાજ વગેરેએ પાપકર્મથી વર્જિત એવા શ્રીમુનિસુંદરસૂરિની આચાર્યપદવીના પ્રસંગે મહોત્સવ કરાવ્યો હતો.૪ શ્રીદેવરાજને આંખોના સૌન્દર્યથી હરણીને પણ જીતી જાય તેવી હીરુ નામની પત્ની હતી. અને તેમને જૈનધર્મમાં નવા રંગવાળા દેસલ અને જેસિંગ નામના બે પુત્રો છે. ટ્રુસલને ફ્રેવશ્રી નામની પત્ની અને આંબા નામનો પુત્ર છે. [ અને ] આંબાને નગરાજકુંઅર્પાલ-રત્નો એ નામના [ત્રણ] પુત્રરત્નવાળી દેલ્હાઇ નામની ભાર્યાં છે. [સંવત] ૧૫૪૭ના ફાગણ માસની અજવાળી દશમના દિવસે [આંબાએ] શ્રીલક્ષ્મીસાગરના શિષ્ય માટે આ કલ્પસૂત્ર લખાવ્યું. સંવત ૧૫૪૭ વર્ષે જેઠ સુદ ૧ ને રવિવારે પાટણના વતની મંત્રી વાછાકે = વાળક દ્વારા લખાવ્યું. શુભ થાઓ. કલ્યાણ થાઓ. (બીજા અક્ષરોમાં) ૫૦ કલ્યાણસુંદરે વાચનાચાર્ય શ્રીનેણસીને આ પ્રતિ સહર્ષ આપી છે. સં૦ ૧૭૮૯ના ભાદરવા વદ ના દિવસે.” આ પ્રશસ્તિની રચના સંવત ૧૫૪૭ના ફાગણ સુદ ૧૦ના દિવસે થયેલી અને તે જ વર્ષના જે સુદ ૧ ને રવિવારના દિવસે તેને ગ્રંથમાં લખી છે, તેથી સંભવ છે કે તે બહારગામ રહેલા કોઈ મુનિમહારાજે રચીને મોકલાવી હોય અને તેથી સમયનું અંતર થયું હોય. શબ્દશાસ્ત્રાદિની દૃષ્ટિએ ઊણપ હોવાને કારણે વક્તવ્યનો ભાવ સૂચવતી સરલ-સાદી પ્રાકૃત ભાષામાં પ્રસ્તુત પ્રશસ્તિ રચાયેલી હોવાના કારણે અતિસ્પષ્ટતા ન હોવા છતાં પ્રતિ લખાવનાર આંખા શ્રેષ્ઠી છે તે નિશ્ચિત છે. લભ્ય સંખ્યાબંધ પ્રશસ્તિઓમાં આવા પ્રકારની ભાષારોલીવાળી પ્રશસ્તિઓ પણ છે, અનેક પ્રશસ્તિઓમાં હિલિત શબ્દ લખાવ્યાના અર્થમાં ઉપયુક્ત થયેલો જોવામાં આવે છે. તદનુસાર પ્રસ્તુત કલ્પસૂત્રને આંબા શેઠે પાટણના વતની મંત્રી વાછાક દ્વારા લખાવ્યું છે તેમ સમજવું જોઈ એ. પુસ્તકલેખનાદિ માટે પ્રાચીન કાળથી પાટણ (અણહિલપુર) કેન્દ્ર રહેલું છે. પાટણમાં તથાપ્રકારના કલાકારોનો અને તેમની કલાને સમજનાર અનુભવીઓનો કાયમી વસવાટ હશે. આ એક સંગત હકીકત છે. પ્રશસ્તિની ચોથી ગાથામાં આ॰ શ્રીમુનિસુંદરસૂરિનું તથા ત્રીજી અને પાંચમી ગાથામાં દેવરાજ શેનું નામ આવે છે તેમ જ ચોથી ગાથામાં આચાર્યપદમહોત્સવનો ઉલ્લેખ આવે છે. આ સંબંધમાં કેટલીક વિશેષ માહિતી અહીં આપું છું : પ્રસ્તુત કલ્પસૂત્ર લખાવનાર આંબા શેઠના દાદા દેવરાજ શેઠના ખર્ચથી થયેલો આ શ્રીમુનિસુંદરસૂરિનો આચાર્યપદમહોત્સવ અને મહોત્સવની સમાપ્તિ પછી દેવરાજ શેઠે શત્રુંજયગિરનારનો યાત્રાસંધ કાઢ્યો હતો આ બે પ્રસંગોને પં॰ શ્રી પ્રતિષ્ઠાસોમણ(આ॰ શ્રીમુનિસુંદરસૂરિના ગુરુભાઈ )એ વિ॰ સં॰ ૧૫૨૪માં રચેલા સોમસૌભાગ્ય કાવ્યના છઠ્ઠા સર્ગમાં મુખ્યતયા વર્ણવ્યા છે. તેમાં વડનગર, સમેલાતળાવ, નર-નારી, આચાર્યપદમહોત્સવ અને યાત્રાસંધનું સવિસ્તર વર્ણન છે. યાત્રાસંધમાં ૫૦૦ શબ્દ = ગાડાં હતાં તે હકીકત પણ નોંધી છે. ઉક્ત આચાર્યપદમહોત્સવ પ્રસંગે વિ॰ સં૦ ૧૪૭૮માં દેવરાજ શેઠે બત્રીસ હમ્બર સોનૈયા ખાં હતા, આ હકીકત પટ્ટાવલીઓમાં મળે છે.પર ૫૨ શ્રીધર્મસાગરગણિવરચિત પટ્ટાવલીમાં ૩૨૦૦૦ ટ્રંક જણાવ્યા છે, જુઓ મુનિરાજશ્રી દર્શનવિજયજી ( ત્રિપુટી) સંપાદિત ‘ પટ્ટાવલીસમુચ્ચય ભા૦ ૧’ પૃ૦ ૬૩, ‘ટંક' એ સુવર્ણ નાણું હતું તે હકીકત પં શ્રીરવિવર્ધનમૃત • પટ્ટાવલીસારાદ્વાર'માં મળે છે. જુઓ ‘ પટ્ટાવલીસમુચ્ચય ભા૦ ૧’ પૃ૦ ૧૫૬, ' . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy