SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વડનગરનાં નાગર જૈન સંઘ : ૯૧ હવે પ્રારંભમાં જેનો નિર્દેશ કર્યો છે. તે નાગરશ્રેષ્ટીએ લખાવેલા ચિત્ર કલ્પસૂત્રની હસ્તપ્રતનો પરિચય આપું છું : પ્રસ્તુત કલ્પસૂત્રની પ્રતિ પણ ‘શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદ’ના શ્રી લા ૬૦ ગ્રંથસંગ્રહ'માં સુરક્ષિત છે. તેનો ક્રમાંક ૪૫૬૧ છે. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૧૦ × ૪} ઈંચ પ્રમાણ છે, હાલત સારી છે. તેમાં વિક્રમના ૧૬મા શતકમાં લખાયેલાં સોનેરી રંગયુક્તચિત્રવાળાં કલ્પસૂત્રોની શૈલીનાં ૩૯ સુરેખ ચિત્રો છે. પ્રતિની પત્રસંખ્યા ૧૩૦ છે. ૧૩૦મા પત્રની પ્રથમ પૃષ્ટિમાં કલ્પસૂત્રનો પાઠ પૂર્ણ થાય છે. ત્યાર પછી પુસ્તક લખાવનારની પ્રશસ્તિ અને પુષ્પિકા છે. પ્રસ્તુત પ્રતિ વિક્રમના ૧૮મા શતકમાં થયેલા ૫૦ શ્રી કલ્યાણુસુંદરજીની પાસે હશે તે તેમણે વિશ્વ સં૰ ૧૭૮૯માં (એટલે કે પ્રતિ લખાયા પછી ૨૪૨ વર્ષ પછી) વાચનાૌર્ય શ્રી નૈણુસીજીને આપેલી તેની નોંધ પણ પ્રતિ લખાવનારની અંતિમ પુષ્પિકાની પછી લખેલી છે. ઉક્ત પ્રશક્તિ વગેરેનો પાઠ જે પત્રમાં છે તેની બે બાજુની પ્રતિકૃતિ અહીં આપી છે. પ્રસ્તુત પ્રશસ્તિ વગેરેની વાચના આ પ્રમાણે છે : araण-कंचणनिकरं आदिजिणेसर विहार विमलयरं । ગઢ-મ-મંપિવ વનયાં નયક વકHય ॥ ૬ ॥ नागरनरसिरिहीरो धणसी जिणधम्मवासियसरीरो । भावलदेवी भजा विणय- विवेकाइगुणसज्जा ॥ २ ॥ सुत - देव हेमराज गडसी कन्हडकुमार कुलतिलओ । कडुभिध झालाभि [व] संघवई सयलगुणनिलओ || ३ || सिरिमुणिसुंदरसूरी दूरीकयपावपंकओ जेहिं । तस्स पर्यवणकर महूसवो कारिओ तेहिं ॥ ४ ॥ सिरिदेवराजघरणी हीरू निअलोअणेण जिअहरिणी । सुअ - देसल जेसिंगा जिणधम्मे जस्स नवरंगा ॥ ५ ॥ देसलघरि देवसिरी सुत आंबा तस्स घरणि देल्हाई । नगराज कुंअरपालो रत्नाभिध पुत्तरयणवई ॥ ६ ॥ पनरससतताली से फग्गुणमासस्स सुद्धदसमी [ ए ] । सिरिलछिसायरसीसस्स लिहाविओ कम्प-म्मो ॥ ७ ॥ सं० त(१) १५४७ वर्षे ज्येष्ट सुदि १ रविवारे लिखितं मंत्रि वाहाकेन ॥ श्रीपतनिं वास्तव्य ॥ छ ॥ શ્રી ગુર્મ મવતુ ॥ છે || જ્વાળમસ્તુ || ‰ || શ્રીઃ । બીજા અક્ષરોમાં— वाचनाचार्य श्री नैणसीजीकानां प्रतिरियं पं. कल्याणसुंदरेण प्रदत्ता सहर्षम् ॥ सं० १७८९ रा भाद्रवा वदि ७ दिने ॥ અનુવાદ—“ ધાન્ય અને સુવર્ણના સમૂહવાળું = ધાન્ય-ધનથી સમૃદ્ધ, આદિજિનેશ્વરના પ્રાસાદથી અતિપવિત્ર અને જેમાં શ્રેષ્ઠ કિલ્લો મો તથા મંદિરો છે તેવું મહાનગર વડનગર જય પામો. [ આ નગરમાં] નાગરનરોની શોભામાં હીરા સમાન, દેહ પણ જેનો જૈનધર્મથી વાસિત છે = જેની આકૃતિ પણ જૈનત્વની ખાતરી આપે છે તેવો ધનસી = ધનશ્રી નામનો [ શ્રેષ્ઠી ] હતો, અને તેને વિનય-વિવેકાદિર્ગુણયુક્ત ભાવલદેવી નામની ભાર્યાં હતી. [ તેઓને ] દેવરાજ હેમરાજ ગડસી = ધટસિંહ કહુકુમાર કડુઓ અને ઝાલો નામના કુળમાં તિલકસમાન પુત્રો હતા.૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy