SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ 10 અટકો ૭-૬૦ ૨૮=વ્યવહારી, ગોવીક૯ (?) અને મોટી૪ = ગોઠી, યો૦૪૧ = દોસી, શ્રે૦૪૨ શ્રેણી, સા॰ ૪૩ = સાધુ, સાધુકાર—સાહુકાર, સઁ૪૪ = - સંઘપતિ-સંઘવી, રાજપ = શાહ, ૪૦૪૬ = ઠાકુર–કકુર, સા૪૭ = શાહ અને ગાંધી૪૮ = ગાંધી. લભ્ય વૈયક્તિક ઉદાહરણોથી અતિરિક્ત વિશેષ સામગ્રી ન મળે ત્યાં સુધી નાગર બ્રાહ્મણો સમૂહપે જૈનધર્માનુયાયી હશે કે કેમ ? તે ન કહી શકાય પણ ઐદ્વિષયક મારી અપસ્વલ્પ ગવેષણાને પરિણામે જે ઉલ્લેખો મેં અહીં નોંધ્યા છે તેના આધારે નિઃસંદિગ્ધપણે કહી શકાય કે પ્રાચીન સમયમાં અનેક ગામ-નગરોમાં નાગરવિણુકો સમૂહપે જૈનધર્માનુયાયી હશે. અહીં પ્રસ્તુત છે તે વિક્રમના ૧૮ મા શતકના પૂર્વાર્ધમાં લખાયેલા વિપ્તિલેખના આધારે સ્પષ્ટ થાય છે કે તે સમયે વડનગરમાં વિવિધ કુટુંબોથી સંગતિ નાગર વણિકોનો જૈનસંઘ હતો અને તે તપાગચ્છાનુયાયી હતો. આટલું પ્રાસંગિક જણાવીને સૂચિત વિજ્ઞપ્તિલેખનો પરિચય આપું છું. પ્રસ્તુત વિજ્ઞપ્તિલેખ ‘ શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદ ’માં રહેલા અનેક પ્રાચીન હસ્તલિખિત ગ્રન્થસંગ્રહો પૈકી ‘ શ્રી લા૦ ૬૦ વિદ્યામંદિર ' તરફથી ખરીદાઈ ને એકત્રિત થઈ રહેલા · શ્રી લા૦ ૬૦ ગ્રન્થસંગ્રહ ’માં સુરક્ષિત છે. તેનો ક્રમાંક ૪૫૬૨ છે. આ વિજ્ઞપ્તિલેખની અંતિમ પંક્તિ પછીના વિનષ્ટ ભાગની પંક્તિનાં માત્રા વગેરે ચિહ્નો દેખાય છે તેથી તેનો અંતિમ ભાગ નષ્ટ થયેલો છે તે જાણી શકાય છે, જેમાં લેખનસંવત્ તથા આગેવાન ગૃહસ્થોના હસ્તાક્ષરો તેમ જ દ્વાદશાવર્ત ગુરુવંદનનો પાઠ હશે. ૯ એકે લેખનસંવાળો ભાગ નષ્ટ થયેલો છે, છતાં આ વિજ્ઞપ્તિલેખ નારાયણાસ્થિત તપાગચ્છીય આચાર્યશ્રી વિજયપ્રભસૂરિજી પ્રતિ લખાયેલો છે તેથી તેની સમયમર્યાદા નિશ્ચિત થઈ શકે તેમ છે. વિજયપ્રભસૂરિજીનું નિર્વાણ વિ॰ સં॰ ૧૭૪૯માં થયું છે, અને વિ॰ સં॰ ૧૭૨૯થી ૧૭૩૮ સુધીના તેમના વિહારો મરુભૂમિમાં થયેલા હોઈ આ દશ વર્ષના ગાળામાં પ્રસ્તુત વિજ્ઞાપ્તલેખ લખાયેલો હોવો જોઈએ. વિજયપ્રભસૂરિસંબંધી હકીકતો તપાગચ્છીય પટ્ટાવલીઓમાં સહજ સુલભ છે. ३७ આ લેખમાં જે મુખ્ય પ્રસ્તુત વિજ્ઞપ્રિલેખ છે તેમાં આ અટકોમાંની મોટા ભાગની અટકો આવે છે. ૩૮ જુઓ શ્રીમદ્ બુદ્ધિસા॰ સંપાદિત ‘ જૈનધાતુપ્રતિમાલેખસંગ્રહ ભા૦ ૧’ લેખાંક ૩૦૬ (સં૦ ૧૫૦૯), ૩૯-૪૦ જુઓ ઉપરનું પુસ્તક લેખાંક ૫૪૧ (સં૦ ૧૪૮૫). ૪૧ લેખાંક ૬૪૦ (સં૦ ૧૫૧૪). ૪૨ "1 લેખાંક ૨૫૧ (સં૦ ૧૪૨૨), લેખાંક ૩૦૬ (સં૦ ૧૫૦૯), લેખાંક ૩૪૦ (સં૦ ૧૫૧૪) તથા મુનિરાજશ્રી વિશાલવિજયજીસંપાદિત ‘ રાધનપુરપ્રતિમાલેખસંદોહ ' લેખાંક ૨૨૭ (સં૦ ૧૫૨૦) અને લેખાંક ૩૨૪ (સં૦ ૧૫૬૪). ૪૩ જુઓ ‘ રાધનપુરપ્રતિમાલેખસંદોહ ' લેખાંક ૨૨૭(સં૦ ૧૫૨૦) તથા શ્રીવિનયસાગરસંપાદિત ‘ પ્રતિષ્ટાલેખરાંગ્રહ ' લેખાંક ૧૦૨૬ (સં૦ ૧૬૨૮), ૪૪ જુઓ શ્રીમદ્ બુદ્ધિસા॰ સંપાદિત ‘ જૈનધાતુપ્રતિમાલેખસંગ્રહ ભા૦ ૨ ' લેખાંક ૧૩ (સ્૦ ૧૩૯૪). ૪૫ જુઓ ઉ૦ શ્રીવિનચસાગરસંપાદિત ‘પ્રતિષ્ટાલેખસંગ્રહ ' લેખાંક ૫૭ (સં૦ ૧૨૯૩), ૪ ૪૬ જુઓ ઉપરનું પુસ્તક લેખાંક ૧૦૨૬ (સં૦ ૧૬૨૮). ક્રુર અટક આજે વડનગરના બ્રાહ્મણ કુટુંબમાં છે. ૪૭ જુઓ ‘ રાધનપુરપ્રતિમાલેખસંદોહ ' લેખાંક ૨૨૭ (સં૦ ૧૫૨૦), ૪૮ જુઓ મુનિશ્રી જિનવિજયજીસંપાદિત ‘ પ્રાચીનજૈનલેખસંગ્રહ ભા. ૨' લેખાંક ૪૫૧થી ૪૫૪. (સં૦ ૧૬૪૯ તથા સં૦ ૧૬૫૪), વિક્રમના ૧૮-૧૯મા શતકમાં લખાયેલા અનેક વિજ્ઞપ્તિલેખોના અંતભાગમાં લેખનસંવત, લેખ લખનાર મુખ્ય આગેવાનોની સહીઓ અને ગુરુવંદનનો પાઢ હોય છે તેના આધારે વિનઃપાડની કલ્પના કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy