SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ દ્વારકશ્રીને અપપરિચય ભક્તિ અને શક્તિના સંગમ તીર્થસમું મહાગુજરાતનું કપડવંજ શહેર તે આગમ દ્વારકશ્રીની જન્મભૂમિ. ગાંધી મગનલાલ ભાઈચંદના સુપની યમુનાબેનની કુક્ષિાએ વિ. સં. ૧૯૩૧ના અષાઢ વદ ૦)) ના દિવસે હેમચંદભાઈને જન્મ થયો. મેટાભાઈની થયેલી દીક્ષા અને. પિતાશ્રીની સંયમ પ્રત્યેની તીવ્રતર ભાવનાથી અદ્ધિ અને સમૃદ્ધિની વચ્ચે પણ સંસાર પ્રત્યે ઉદાસીનતા ને સંયમ પ્રત્યે તીવ્ર ઝંખના વધી. કુટુમ્બીજનોએ તેમને સંસારની કેદમાં નાખ્યા, છતાં નિત્ય પ્રવચનસેવનથી અને મહાપુરૂષની કથાઓના શ્રવણથી હેમચંદભાઈ જીવનને થાક ઉતારવા લાગ્યા ને મનમાં વિરાગ્ય ધરતા ઘરવાસી તે મેક્ષમાર્ગના પ્રવાસી બનવા કટિબદ્ધ થયા ને વિ. સં. ૧૯૩૭ મહા સુદ. ૫ ના ભાગવતી પ્રવજ્યા- અંગીકાર કરી, આનંદસાગર બન્યા. પણ કાળે એકલે હાથે જ જાણે પોતાનું ભાગ્ય ઘડવા ન મેકલ્યા હોય તેમ ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી છ માસના અલ્પ સમયમાં જ સ્વર્ગે સીધાવી ગયા. ગુરૂ મની શિક્ષા અંતરમાં ઉતારી જ્ઞાન અને ચારિત્રની સાધનામાં પ્રગતિ કરવા લાગ્યા. મરજીવાની જેમ ઊંઘ અને આરામ તજી સાહસ અને પુરુષાર્થના પ્રતાપે જ્ઞાનસાગરમાં ડૂખ્યા અને અલ્પ સમયમાં જ સતત પરિશ્રમ વડે વિવિધ વિષયોને અંગે નાની મોટી કૃતિઓ રચનારા અને પૂર્વાચાર્યોની પ્રૌઢ કૃતિઓના પઠન પાઠન અને સંપાદનકરનાર અને જૈન સમાજમાં પૃચ્છા એગ્ય ઉચ્ચ વિદ્વાનમાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કરવા સમર્થ બન્યા અને “સાગરજી'ના નામથી સારાય, સમાજમાં પ્રસિદ્ધ થયા. જ્યાં સ્થાનકવાસીઓને જોરદાર પ્રચાર હતા તેવા રાજસ્થાનના . પાલી શહેરમાં ચાતુર્માસ માટે શ્રીસંઘને આગ્રહ થતાં ત્યાં પધારી”
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy