SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ એ સમિતિમાં આધારભૂત ખ્યાતનામ, વિચક્ષણ ને વિવેકી. શ્રાદ્ધરને પૂ સાગરજીના અનન્ય, સમજુ ભકતો છે, જેઓએ પૂ. સાગરજીનાં વ્યાખ્યાને રસ મા છે, જીવનમાં ઉતાર્યો છે, તે આનંદ, તે ઉલ્લાસ, તે પ્રસન્નતા, તે આત્મીયતા, તે રોમાંચ અન્યને અર્પવા કટિબદ્ધ બન્યા છે. તેમને પ્રેરણા અર્પનાર, કાર્યપ્રવૃત્ત કરનાર, તપોમૂનિ શાંત, દાક્ત, શાન્ત સરળ સ્વભાવી, વાત્સલ્ય મૂર્તિ, સદેવ સ્મિત પાથરતા આચાર્ય ભગવંત શ્રીદશનસાગરજી મ. સા. છે. અને પૂ ગુરૂદેવના વિચારોને આચારમાં મૂકનાર, ઉષ્મા ને હૂંફ લાવનાર છે સંગઠન પ્રેમી શ્રીનિત્યોદયસાગરજી ગણિવર્ય. તેમનામાં નામ પ્રમાણે સાગરજીના વિચારોને નિત્ય ઉદયમાં લાવવા. માટે તમન્ના છે, ધગશ છે, બસ, બધાને સાગરજીના જ્ઞાનસાગરમાં ડૂબાડી તેમને અને સાત્વિક આનંદ લેતા કરવા. આવી શુભભાવના ને શુભકામના એ ગુરૂશિષ્યની અલબેલી જેડીમાં છે. તેમને યથાર્થ સ્વરૂપે નકર વાસ્તવિક બનાવનાર છે સુજ્ઞ, સંસ્કારી, જન્મજાત ધર્મનિષ્ઠ એવા સાત ટ્રસ્ટીઓ જેમનાં અપૂર્વ શ્રદ્ધા, અડગ વિશ્વાસ, ને અટળ કાર્યનિષ્ઠાને કારણે તેઓ પૂ. સાગરજીનાં વ્યાખ્યાને મુદ્રિત કરવા-કરાવવા કટિબદ્ધ થયા છે. અને આવું ઉમદા-ઉત્તમ–ઉદાત્ત કાર્ય કરવાને અત્યાંશ કહાવે, લેવાનું મને ગુરૂકૃપાએ, પુણ્ય પ્રાપ્ત થયું તે મારું સૌભાગ્ય છે. આ પ્રવચને સમજવા માટે પ્રાથમિક નિશ્ચિત વિચાર-જ્ઞાનની પૂર્વભૂમિકાની જરૂર છે પછી તેને માનસપાચક બનાવવાની બુદ્ધિ ને અભ્યાસની જરૂર છે તથા આત્મસાત્ કરવા માટે સમતા, શાતિ ને સ્થિરતાની જરૂર છે. છઘથ છુ, ભૌતિક ભૂતાવળથી વીંટળાયેલ છું, વિષમય વાતાવરણમાં વિમાસું છું તેવાને હાથે થયેલ ભૂલ ઉદારભાવે ક્ષમ્ય કરી છાશ ન પીતાં, માખણ-નવનીત માણશે એવી વિનંતી– લાલચંદ કે. શાહ (વણેદવાળા)
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy