SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ નિર્મળ મતિવંત મહાત્માઓએ ધ્યાન સમયે ચિત્તને સ્થિર કરવા માટે દશ સ્થાન કહ્યાં છે. ૧ નેત્ર યુગલ, ૨ કર્ણ યુગલ, ૩ નાસિકાગ્રભાગ, ૪ કપાળ, ૫ મુખ, ૬ નાભિ, છ મસ્તક, ૮ હૃદય, ૯ તાલુ, ૧૦ બે ભ્રમર વચ્ચેનો મધ્યભાગ. આ બધામાંથી કોઈપણ એક સ્થાને મનને વિષયરહિત કરી સ્થિર કરવું ઉચિત છે. તેમાં કયાંય હ8 કે હૈ મંત્રનું સ્થાપન કરી ધ્યાનને અભ્યાસ કરી શકાય છે. सोऽयं समरसीभावस्तदेकीकरणं स्मृतम् । अपृथक्त्वेन यत्रामा लीयते परमात्मनि ॥ ३८-३१ ॥ આત્મા જ્યાં પરત્માસ્વરૂપમાં તન્મયતાથી લીન થઈ જાય છે તે સમરસીભાવ છે, તે એકીકરણ છે, તે જ આત્મધ્યાન છે. ज्योतिर्मयं ममात्मानं पश्यतोऽत्रैव यान्त्यमी । ક્ષ રાહુચર્તિને નારિ રોડ બિયો રમે છે રૂર–રૂર છે ધ્યાતા વિચારે છે કે હું પોતાને જ્ઞાનજાતિમય જોઉ . તેથી મારા રાગાદિ ક્ષય થઈ ગયા છે. તેથી નથી કેઈ મારો શત્રુ કે નથી કઈ મારે મિત્ર. आत्मन्येवात्मनात्मायं स्वयमेवानुभूयते । अतोऽन्यत्रैव मां झातुं प्रयास. कार्यनिष्फलः ॥ ४१-३२॥ આ આત્મા આત્મામાં જ આત્મા વડે સ્વયમેવ અનુભવ કરી શકાય છે. તેનાથી અન્ય સ્થાને આત્માને જાણવાનો પ્રયત્ન નિષ્ફળ છે. स एवाहं स एवाहमित्यभ्यस्यन्ननारतम् । वासनां दृढयन्नेव प्राप्नोत्यात्मन्यवस्थितिम ।। ४२-३२ ॥ હું તે છું. હું તે પરમાત્મા છું એવા પ્રકારને નિરતર અભ્યાસ કરતો પુરુષ આ સંસ્કારને દઢ કરતાં કરતાં આત્મામાં સ્થિરતા પ્રાપ્ત કરે છે. આત્મધ્યાન જાગૃત થાય છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy