SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ હંરિકતની =તમારે ભેદ હે જાણે છે. સહુ લેક કહે છે કે તમારા ચરણુંકમળની રજ હરેક વસ્તુને મનુષ્ય બનાવવાની ઔષધિ છે, તે રજને અડકતાં જ એક શિલા સુંદર સ્ત્રી થઈ ગઈ તે પત્થર કરતાં આ લાકડું કાંઈ કઠણ છે? તે હેડી અહલ્યાની માફક એક સ્ત્રી થઈ જાય, અને મહાર ગરીબની આજીવિકા જાય તે માટે जो प्रभु अवशि पारगा चहह । तौ पर्दपद्म पखारन कहहू ॥ =હે પ્રભુ! જે જરૂર પેલે પાર જવા ઇચ્છતા હે તે આપનાં ચરણકમળ ધોઉ, પછી હેડીમાં પધારે. । सुनि केवट के वचन प्रेमलपेटे अँटपटे। विहंसें करुणा अयन, चितै जानकी लषण तन । આ સાંભળી રામે લક્ષ્મણે અને સીતા તરફ હસીને જોયું. હસવાનું તાત્પર્ય એવું હતું કે–પ્રથમ રામના પગ દેવાને હક લક્ષ્મણજીને હતું, પણ સીતાજી રામને પરણ્યાં પછી હક કેને એ દાવાને નીવેડે એમ થયો કે એક પગ ઉપર હક લક્ષ્મણજીને અને બીજા ઉપર સીતાજીને પણ આ કેવટ તે બંને પગ ધોવાને અધિકાર લઈ લે છે ! પણ ગંગા પાર ઊતરવું છે, તે કેવટની માગણી સ્વીકાર્યા વગર છૂટકો નહોતેઃ રામચંદ્રજીએ માગણું સ્વીકારી. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે – जीसु नाम सुमिरत येक बारा । उतरहिं नरभवसिंधु अपारा॥ सो कृपालु केवट हि निहोरा ॥ = જેનું એક વાર નામ લેતાં મનુષ્ય સંસારરૂપી સાગર તરી જાય છે, તે કૃપાલુ રામચન્દ્ર હોડીવાળાને વિનંતિ કરે છે કે ભાઈ અમને હોડીમાં બેસાડીને નદી પાર ઉતાર ! ” કાવ્યને આત્મા કેવળ રસ છે એમ રસશાસ્ત્રીઓ કહે છે, અને તેથી કવિચાતુરી સાથે વાસ્તવિક રસની અસંગતિ છે એમ આક્ષેપ થશે. તે તેને ઉત્તર કવિચાતુરી સાથે તુલસીદાસજીનું રસથી ઉભરાતું હૃદય પિતે છે. આગળ વાંચો એમાં કવિ શું કહે છે? કવિ કહે છેઃ પછી ગંગાજી ઊતરી શ્રી રામચન્દ્રજી સીતાજી લક્ષ્મણ અને એ નિષાદ (કવટ) નદીની પાર રેતીમાં ઊતર્યો. ત્યાં નિવાદે ઊતરીને રામચન્દ્રજીને દંડવત પ્રણામ કર્યા. તે જોઈ પ્રભુ મનમાં સંકેચ પામ્યા કે આપણે એને કાંઈ આપ્યું નહિ. ત્યાં સીતાજીએ રામચન્દ્રજીના હૃદયને ૭૮
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy