SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૬ ત્રણ હરિકીર્તન રા. ગિરિજાશંકરભાઈ હરિકીર્તન કરી કાંઈ પુરસ્કાર લેતા નથી. પિતે ડાકોરની મ્યુનિસિપેલિટીના પ્રમુખ અને ત્યાંની શાળાના હેડ માસ્ટર છે. માત્ર ભક્તિરસને આનન્દ લેવા અને આપવા પિતે હરિકીર્તન કરે છે. અને તેથી એમના પહેલા કીર્તનને અને એમને ઉપકાર માનતાં મેં જણાવ્યું હતું કે “રાતી માં નિર્ચ સુનિત રમતિ =” =હારી કથા કરતા એઓ (ભકતજને) હમેશાં તુષ્ટ રહે છે અને આનન્દ પામે છે”—એમ શ્રીમદ્ભગવદ્ગીતામાં આપેલું ભક્તનું વર્ણન એમને યથાર્થ લાગુ પડે છે. શ્રોતાઓને આશ્ચર્ય પ્રશ્ન થયો હશે કે જે ધાતુ જે ડે. ભાંડારકરની માર્ગો પદેશિકામાં આત્મપદી તરીકે આપેલો છે એ અહીં પરસ્મપદી [રજો ને બદલે કિત] કેમ? ગીનાનું અતિપદમાં તાત્પર્ય એવું છે કે સન્તોને આનન્દ સાતમને–સ્વાર્થે નથી હોતા, પણ પરમ–પરાર્થે જ હોય છે. રા. ગિરિજાશંકર આ વર્ગના હરિદાસ છે. પહેલા કીર્તનમાં પૂર્વરંગનું પદ આ હતું – દીનબધુ! કૃપાસિંધુ ! કૃપાબિન્દુ ઘો અમને તુલસીદાસના રામાયણમાં આ ભાવને અનુકૂલ પ્રસંગેામાં ત્રણ સુપ્રસિદ્ધ છે; પહેલે રામ લક્ષ્મણ અને સીતા ગંગા ઊતરવા કાંઠે ઊભાં છે ત્યાં કેવટ (હેડીવાળા) સાથે; બીજો શબરીનાં બેરો; અને ત્રીજો જટાયુ રાવણ સાથે લઢતાં ઘવાઈને જમીન ઉપર પડેલો રામે જોયો અને એની સારવાર કરી છે. આ ત્રણે પ્રસંગ રામની દયા અને કૃપા કેવી વિશાળ હતી, અને ઘોતિત (પ્રકાશિત સુચિત, ધ્વનિત) અર્થમાં પરમાત્માની જીવ માત્ર ઉપર કેવી દયા અને કૃપા છે, એ બતાવે છે. એમાંના બીજા અને ત્રીજાને સહજ સ્પર્શ કરી, હરિદાસે પહેલો પ્રસંગ તુલસીદાસની વાણીમાં બહુ રસિકતાથી ગાઈ વ્યાખ્યાન કરી સંભળાવ્યો. શ્રી રામચન્દ્રજીએ સુમન્સને જેમ તેમ કરી પાછો વાળ્યો, પછી પોતે તથા લક્ષ્મણ અને સીતાજી ગંગા કાંઠે ઊભાં છે ત્યાં કેવટ (કૈવતહૈડીવાળા “ભલેં,’ નિષાદ) પાસે હેડી મંગાવે છે, પણ કેવટ તે લાવતે નથી અને કહે છે કે मांगी नाव न केवट आना। कहै तुझार मरम मैं जाना ॥ 'चरणकमल रज कहं सब कहई । मानुष करणि मूरि कछु अहई। छुवत शिला भइ नारी सुहाई। पाहन ते न काठ कठिनाई॥
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy