SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૮ ત્રણ હરિકીર્તન ભાવ ઓળખી જઈ, પિતાના હાથમાં એક હીરાની વીંટી હતી તે કાઢીને ધરી. તે લઈ કૃપાળુ રામચન્દ્રજીએ કેવટને આપવા માંડી. એ જોઈને કેવટે ગભરાઈને શ્રી પ્રભુના ચરણે પકડ્યા, અને કહ્યું કે “હે નાથ ! આજ મને શું નથી મળ્યું?” अब कछु नाथ न चाहिय मोरे। दीन दयालु अनुग्रह तोरे ॥ હે દીનદયાલું ! મારે કાંઈ પણ જોઈએ નહિ—માત્ર તમારે અનુગ્રહ (કૃપા) જોઈએ. તુલસીદાસજી કહે છે? बहुत कीन्ह हठ लषण प्रभु, नहिं कछु केवट लीन्ह । विदा कीन्ह करुणायतन, अक्ति विमल घर दीन्ह ॥ - રામ અને લક્ષ્મણે વીંટી લેવા કેવટને બહુ આગ્રહ કર્યો પણ એણે એ લીધી નહિ. કરણનિધાન પ્રભુએ એને પિતાની વિમળ ભક્તિ આપી વદાય કર્યો. પ્રભુ આપણને પણ એ જ આપે ! દીનબધુ! કૃપાસિંધુ! પાબિન્દુ ઘા અમને, જેને ૧ બીજું કીર્તન દિલીપ રાજાની ધેનુ સેવા સંબંધી હતું. એનું પૂર્વપદ આ હતું – જેને રૂડા રામને આધાર તેને સદા જય જયકાર. મૃદ્ધ ગજ ગણિકા અજામિલ તય એ આધાર, જેને નામે પત્થર તરિયા સિધુ પારાવાર. ભકતના બળવંત બેલી કૃપાના ભંડાર, ભીડ્યો પડી જ્યાં જ્યાં ભક્તને ભારે હાલો ધાયા બહાર. જેને ૨ પિતા વધ નિજ પુત્રને કરવા થયે તૈયાર, સ્તંભથી પ્રગટ કર્યો પ્રલ્લાદને ઉદ્ધાર. જેને ૩ ચપળ મન ! નિર્ભય થઈ જા શરણ તું એકવાર, ત્રિવિધ તાપ શમે થશે આનંદ અપરંપાર. बने ४ ..
SR No.011636
Book TitleAapno Dharm
Original Sutra AuthorN/A
AuthorAnandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
PublisherLilavati Lalbhai
Publication Year1942
Total Pages909
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy