SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાનુવાદ સહિત ભવમાં કઈ પણ ભવ ચગ્ય કર્મ ન મળે એમ તે બનતું જ નથી, કેમકે આઠમા ગુર્ણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીમાં દરેક આત્માઓ પ્રતિસમય કઈ ને કઈ ગતિરોગ્ય કર્મો બધેજ છે, માટે રસદાય દ્વારા જ સઘળા કર્મો અનુભવવા જોઈએ એ નિયમ ન સમજ. અને પ્રદેશોદય દ્વારા અવશ્ય અનુભવવા ચગ્ય છે એમ સવીકારવું જોઈએ, આ પ્રમાણે સ્વીકાર કરતા કેઈ દોષ પ્રાપ્ત થતું નથી. પ્ર—દીર્ધકાળ સુધી ફળ આપે એવી રીતે બાંધેલા કર્મને વિશિષ્ટ અધ્યવસાયરૂપ ઉપકમ વડે શીવ્ર અનુભવતાં કૃતનાશ દેષ આવતા નથી-એમ જે ઉપર કહ્યું, તે બરાબર નથી. કારણ કે જે વેદનીયાદિ કર્મ બાંધ્યું છે, તે તો દીર્ઘકાળ પર્યત ફળ આપે એ રીતે બાંધ્યું છે, તેને વિશિષ્ટ પરિણામ રૂપ ઉપક્રમવડે શીવ્ર અનુભવે છે, તે તે રીતે અનુભવતાં કૃતનાશ દેષ કેમ ન આવે? જેટલી સ્થિતિવાળું બાંધ્યું છે ત્યાં સુધી તે અનુભવ નથી. ઉત્તર—તમે જે દેષ આપે તે પણ અસત છે. કારણ કે તથા પ્રકારના વિશિષ્ટ અધ્યવસાયના વશથી ઉપક્રમ લાગી શકે એજ પ્રકારે બંધ સમયે કર્મ બાંધ્યું છે, એટલે જ શીવ્ર અનુભવતાં કૃતનાશ ષ આવતું નથી. વળી જિન-વચનેને પ્રમાણભૂત માનીને પણ વેદનીયાદિ કમ્મીને ઉપક્રમ માનવે જઈએ. ભાષ્યકાર ભગવાન કહે છે કે-જેમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવરૂપ હેતુઓને આધિને કર્મને ઉદય ક્ષય ક્ષપશમ ઉપશમ વિગેરે થાય છે એમ માનીએ છીએ, તેમ તેજ હેતઓને આશ્રય કર્મમાં ઉપકમ પણ સ્વીકારવા જોઈએ, એ યુક્ત છે. આ પ્રમાણે કર્મને નાશના જેમ હેતુએ છે, તેમ મોક્ષના નાશના કોઈ હેતુઓ નથી, જેથી મેક્ષમાં અનાશ્વાસ-અવિશ્વાસને પ્રસંગ આવે. કારણ કે મોક્ષમાં જનારા આત્માઓએ મોક્ષને અભાવ થવાના રાગદ્વેષાદિ હેતુઓને જ સર્વથા નાશ કર્યો છે. તેથી તમે વેનીયાદિ કર્મની જેમ કરેલા કર્મક્ષયને પણ નાશ થાય ઈત્યાદિ જે કહ્યું તે અયોગ્ય છે એમ નિશ્ચિત થયું. પ્ર – એ શું નિયમ છે કે આયુકમેથી વેદનીય નામ અને ગાત્ર કર્મજ વધારે સ્થિતિવાળા હોય છે પરંતુ કોઈ કાળે વેદનીયાદિથી આયુ વધારે સ્થિતિવાળું ન હોય? ઉત્તર–જવસ્વભાવ એજ અહિં કારણ છે. આવા પ્રકારના જ આત્માને પરિણામ છે, કે જે વડે વેઢનીયાદિ કર્મોની સમાન અથવા ન્યૂજ આયુ હોય છે, પરંતુ કેઈ કાળે વેદનીથાદિ કર્મોથી વધારે હેતું નથી. જેમ આયુકર્મોના અમુવ બંધમાં જીવસ્વભાવ કારણ છે. આયુકર્મ વિના જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મો સમયે સમયે બંધાયા કરે છે, આયુષ તો પિતાના ભવના આયુરા ત્રીજે ભાગે નવમે ભાગે આદિ નિશ્ચિત કાવેજ બંધાય છે, પરંતુ સમયે સમયે બંધાત નથી. આ પ્રમાણે બંધની વિચિત્રતાના નિયમમાં જેમ સ્વભાવ સિવાય કોઈ હેતું નથી. તેમ વેદનીયાદિ કર્મની ધૂન કે સમાન આ હેવામાં જીવવભાવ "વિશેષજ કારણ છે. સિવાય કોઈ હેતુ નથી. ભાગ્યકાર મહારાજ કહે છે કે અસમાન ૧ ઉપક્સ-નાશ, નાશને હેતુ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy