SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પથસંગ્રહ-પ્રથમકાર ઉત્ત–વામાન્યથી કર્મ સવારે ખાટું છે, કારણ કે કૃતનાશ આદિ દોષને પ્રસંગ જ પ્રાપ્ત થતું નથી તે આ પ્રમાણે જ કોઈએ હંમેશા એક સેતિકા-(માપ વિશેષ) પ્રમાણ આહારને ખાવાના હિસાબે સે વરસમાં ખાવા માટે નિશ્ચિત કરેલા આહારને ભસ્મકવ્યાધિના સામર્થથી ડાજ દિવસમાં સંપૂર્ણપણે ખાઈ જવાથી કૃશ દેખાતી નથીકારણ કે ખાવા માટે એ આહારને નિશ્ચિત કરેલ છે, તે ખાઈ જાય છે. જો કે વધારે વખતમાં ખાઈ શકાય એ રીતે નિશ્ચિત કરેલા આહારને થોડા વખતમાં ખાય છે એ વાત ખરી છે, પરંતુ ખાય છે તે ખરેજ, ખાધા વિના ફેંકી દેતું નથી એટલે કૃતનાશ દોષ ન આવે. ખાધા વિનાજ ફેંકી દેતા હોય તે કૃતનાશ દોષ આવે. તેમ ઘણા કાળ સુધી ફળ આપે એ રીતે નિશ્ચિત કરેલા વેદનીયાદિ કર્મને પણ તથા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાય રૂપ ઉપક્રમવડે કર્મક્ષયના હેતુવડે સંપૂર્ણપણે જલદીથી જોગવી લેવાથી કૃતનાશ દેષ પ્રાપ્ત થતો નથી. કમને ભગવ્યા વિના જ નાશ કરે તે કૃતનાશ ષ આવે, પરંતુ અહિં તે જલદીથી ભાગવીનેજ દૂર કરે છે માટેજ કાનાશ ષ આવતું નથી. કમને અનુભવ છે રીતે થાય છે. પ્રદેશદયવડે, રસેઇ વડે, તેમાં પ્રદેશોદયવડે સંપૂર્ણ કર્મ-સઘળા કર્મો અનુભવાય છે. એવું કઈ કમ નથી, કે જે પ્રદેશદથવડે અનુભવાયા છતાં ક્ષય ન થાય, જે પ્રદેશદયવડે ભેગવાઈને પણ કમને ક્ષય થાય છે, તે કૃતનાશ દેષ કઈ રીતે પ્રાપ્ત થાય? વિપાકેદયવડે તે કઈ કર્મો અનુભવાય છે અને કેઈ નથી પણ અનુભવાતું. વિપા દયવહે અનુભવવાથી જ જે કર્મને ક્ષય થતું હોય તે મોક્ષના અભાવને પ્રસંગ પ્રાપ્ત' થાય-કઈ મિક્ષમાંજ ન જાય. કારણ કે જે રસદ વડે અનુભવવાથીજ સઘળા કોને ક્ષય થાય, એ નિયમ હોય તે અસંખ્યાતા ભામાં તથા પ્રકારના વિચિત્ર અધ્યવસાયેવડે નરકગતિ આદિ અનેક ગતિએનાં જે કર્મો ઉપાર્જન કર્યા છે, તે સઘળાને કોઈ એક મનુષ્ય આદિ ભવમાંજ અનુભવ થઈ શકે નહિ. કારણ કે બાંધેલી તે તે ગતિઓને વિપાકેદય તિપિતાના ભવને અધીન છે, એટલે કે જે જે ગતિલાયક કર્મો બાંધ્યા હોય તે તે ગતિમાં આત્મા જાય ત્યારે જ તેને વિપાકેદય થાય છે, અન્યથા થતું નથી. હવે જે જે ભવ પેશ્ય ક ઉપાર્જન કર્યા છે, તે તે ભવમાં અનુક્રમે જવાવડે તે તે ભાવ ચોગ્ય કમને અનુભવ થાય છે કે નરકાદિ ચગ્ય કર્મ બાંધી નરકમાં જાય, ત્યાં ચારિત્રને અભાવ હોવાથી ઘણા કર્મો બાંધે, તેઓને વળી જે ભવાગ્યા બાંધ્યા હોય ત્યાં જઈ અનુ. ભવે, વળી ત્યાં કઈને કઈ ગતિ યોગ્ય બાંધે, તેને તે તે ગતિમાં જઈ અનુભવે, આ પ્રમાણે તે તે ગતિમાં અનુભવ થવાથી કઈ પણ આત્માને મોક્ષ ક્યાંથી થાય? કઈ પણ ૧ ઘણું ખાવા છતાં તૃપ્તિ ન થાય એ જાતના એક વ્યાધિનું નામ ભામક વ્યાધિ છે. જેમ ભસ્મક વ્યાધિથી જલદી અને ખાઈ જાય છે તેમ વિશુદ્ધ અધ્યવસાયરૂપ ભરમકવ્યાધિથી કમ્મીને એકદમ ભેગવી ખાલી કરે છે, ભગવ્યા વિના ખાલી કરતો નથી. ૨ પરરૂપે જે અનુભવ કરે તે પ્રદેશદય કહેવાય છે. બ્રિકસંક્રમ અને પ્રદેશોદય એ બને એકજ અર્થ વાળા છે. ૩ વસ્વરૂપે જે અનુભવ કરે તે રદય કહેવાય છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy