SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાનુવાદ સહિત, ૧૭ી શાંત કરવા તેમજ પૂર્વના વરિ નારકીની વેદના ઉદીરવા વાલુકામમા નામની ત્રીજી નરકપૃથ્વી ન જાય ત્યારે ભવનપતિના નિવાસની નીચેના બે રાજ વધે છે તેથી પૂર્વોક્ત છ રાજ બે રાજ સહિત આઠ રાજ થાય. આ પ્રમાણે અનેક ની અપેક્ષાએ મિશ્રષ્ટિ આત્માને તિર્થો લેકથી અશ્રુત સુધીના છ રાજ અને પેલી અને બીજી નારીને એક એક રાજ કુલ આઠ રાજની રચના થાય છે. * અથવા કેઈક મિશદષ્ટિ સહસાર કપાસિ દેવ પૂર્વોક્ત કારણે ત્રીજી નરકમૃથ્વીમાં જ સાત રાજ સ્પર્શે છે, અને તે જ સહસાર દેવને કેઈક અભ્યતને દેવતા નેહવહે અશ્રુતદેવલેકમાં લઈ જાય ત્યારે સહસારથી અશ્રુત સુધીના એક રાજને વધારે સ્પર્શે છે, આ પ્રમાણે એકજ દેવ આશ્રથિ' પણ આઠ રાજની સ્પર્શના ઘટે છે. અવિરતિ સમ્યગદષ્ટિને પણ-મિશ્રદષ્ટિની જેમ આઠ રાજની સ્પર્શના સમજવી. પ્રશ્ન–-અવિરતિ સમ્યગદષ્ટિ આત્માઓ તેજ ભાવમાં-સમ્યકત્વમાં વત્તતા છતા કાળ પણ કરે છે, અને સમ્યફલ લઈ અન્ય ગતિમાં પણ જાય છે, તેથી તેઓની બીજી રીતે પણ વિચારણા કેમ કરતા નથી? મિશ્રદષ્ટિની જેમ ભાવથ સમ્યકત્વી આશય જ કેમ વિચાર કરે છે? ઉત્તર-બીજી રીતે તેને આઠ રાજની સ્પર્શને અસંભવ છે તે અસંભવ જ બતાવે છે સમ્યફલ સહિત તિર્યંચ અથવા મનુષ્ય કાળધર્મ પામી બીજી આદિ નરકમૃથ્વીમાં જાતે નથી, તેમજ બીજી આદિ નારકીમાંથી સમ્યકત્વ સહિત તિર્યંચ કે મનુષ્યમાં આવતું નથી, એટલે કાળધર્મ આશયી અલકની સ્પર્શના વકતી નથી. તેથી જ કાળધર્મ પામી સમ્યફિલ સહિત અનુત્તર વિમાનવાસી દેવમા જતાં અથવા ત્યાંથી રવીને મનુષ્યભવમાં આવતા કૃણ સાતરાજની સ્પશના સંભવે છે, કઈ રીતે વધારે સંભવતી નથી. આ પ્રમાણે કાળધમ પામી સમ્યફવ સહિત અન્ય ગતિમાં જતાં તેમ જ આવતા સાતરાજની સ્પર્શના સામાન્ય રીતે અવિરતિ સમ્યગૃષ્ટિને પણ મિશ્રદષ્ટિની જેમ સમજવી, અન્ય પ્રકારે નહિ. * અર્થ અવિતિ સમ્યગદષ્ટિ છે, પણ આઠ રાજ ર૫શે છે. તેની ભાવના મિશ્રદષિની જેમજ કરવાની છે, એમ પ્રસ્તુત ગાથાને અભિપ્રાય જણાય છે. પ્રાચીન ટીકાકારોએ પણ અવિરતિને સિગ્નદષ્ટિની જેમ આઠ રાજની સ્પર્શના કહી છે તથા પ્રકારને બીજે વિચાર કર્યો નથી. * આ ઉપરથી પણ અવિરતિ ભવસ્થ વિવો હોય એમ જણાય છે. અહિં ત્રીજી નારકમાં જાય છે, છતાં પહેલી બે નારકીની સ્પર્શ ના લીધી છે. ત્રીજીની લીધી નથી. કારણ પહેલી બે નારકી પછી તરત જ ત્રીજી નારકી એક લાખ અાવીશ હજારને પિંડ આવે છે તેમાં નવ પાથડા છે, તે પાયામાં નારકીના છ છે. તે પિંપરત જ ઉપરોક્ત દેવ નારકીની વેદના ઉદીર કે શાંત કરવા જાય છે. પિંડ પૂર્ણ થયા પછી અસંખ્યાત જન પ્રમાણપત્રીજી નારકીને ભાગ રહી જાય છે તે અસંખ્યાતાની આગળ પૂi પિંડ અત્યંત અપ હોવાથી તેની સ્પર્શના થાય છે છતાં વિવણી નથી. - જો કે મતાંતરે અવિરતિ સમ્યગદષ્ટિની નવ તેમજ બાર રાજની સ્પણના પણ કહી છે. તેમાં નવ રાજની સ્પર્શના કમરાથના મતે દરેક રીતે ઠીક સંગત થાય છે. મિશ્રદષ્ટિની જેમ વિચાર કરવામાં અર્વેિ કે મરણો સંભવ હોવાથી તેમના વિચાર કરવામાં આવે બંને રીતે સંગત થાય છે. પછી જ્ઞાની કહે તે પ્રમાણ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy