SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ પંચમહદ્વિતીયકાર અન્ય કેટલાએક આચાર્યો આ પ્રમાણે કહે છે–અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માઓને ઉત્કૃષ્ટથી નવરાજની સ્પર્શના ઘટે છે. કઈ રીતે 'નવ રાજની પર્શના ઘટે છે? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે--આ આચાર્ય મહારાજાઓના મતે ક્ષાવિક સમ્યગ્દષ્ટિ આત્માઓ ક્ષાયિક સમ્યફલ લઈને ત્રીજી નરક પૃથ્વીમાં પણ જાય છે. તેથી અનુત્તર વિમાનવાસિ દેવભવમાં જતાં અથવા ત્યાંથી ચાવી મનુષ્યભવમાં આવતાં સાત રાજની સ્પર્શના થાય છે, અને ત્રીજી નરકમૃથ્વીમાં ઉત્પન્ન થતાં અથવા ત્યાંથી થવી મનુષ્યભવમા આવતાં બે રાજની સ્પર્શન થાય છે, આ પ્રમાણે સામાન્યરીતે અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માઓને નવ રાજની સ્પર્શના સંભવે છે.. ભગવતિજી આદિ સૂત્રોના અભિપ્રાયે તે ચતુર્થ ગુણસ્થાનકવાળાઓને બાર રજની સ્પના પણ સંભવે છે તે આ પ્રમાણે અનુત્તર દેવભવમાં જતાં અથવા ત્યાંથી થવીને મનુષ્યભવમાં આવતાં સાતરાજની પર્ણના થાય છે. તથા ભગવતીજી આદિના અભિપ્રાયે પૂર્વબાયુ અવિરતિ સમ્યગ્દષ્ટિ તિથલચ અથવા મનુષ્ય ક્ષાપશમિક સમ્યકત્વ લઈ છડી નપૃથ્વીમાં પણ નરકપણે ઉત્પન્ન થાય છે. અથવા ક્ષાપશબિક સમ્યવયુત નારકી ત્યાંથી રવીને મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. તે હેતુથી અવિરતિ સમ્યકૅષ્ટિ છઠ્ઠી નકપૂવીમાં જતા અથવા ત્યાંથી આવતાં પાંચ રાજને સ્પર્શે છે. માટે સર્વ મબી અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માઓને સામાન્યતઃ બાર રાજની સ્પર્શના થાય છે. સમ્યકત્વ સહિત સાતમી નરકમૃથ્વીમાં ગમનાગમન ભગવતીજીમાં પણ નિષેધેલ છે, માટે અહિં છઠ્ઠી નરકપુથ્વીનું ગ્રહણ કર્યું છે. ૩૧ હવે સારવાદન ગુણસ્થાનકવાળાઓને બાર રજની પર્શના વિચાર કરે છે छट्टीए नेरइओ सासणभावेण एइ तिरिमणुए । लोगंतनिकुडेसु , जंतिऽन्ने सासणगुणत्था ॥३२॥ षष्ठयां नारका सासादनमावेनैति तिर्यग्मनुजयोः । लोकान्तनिष्कुटेषु यान्त्यन्ये सासादनगुणस्थाः ॥३२॥ અર્થ–છઠ્ઠી નરકપૃથ્વીમાં વર્તમાન નારકી સારવાદનભાવ સાથે તિર્યંચ અથવા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, એટલે પાચરાજની સ્પર્શના થાય છે. તથા સારવાદન ગુણસ્થાનકે રહેલા અન્ય કેટલાક છ લોકાંત નિષ્કામાં ઉત્પન્ન થાય છે, તેથી સાત રાજની રપશના ઘટે છે. આ રીતે કુલ બાર રાજની સ્પશન થાય છે. . ' ટીકાનું–છઠ્ઠી નરકમૃથ્વીમાં વર્તમાન કેઈ એક નારી પિતાના ભવના અને ઔપથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરી ત્યાંથી પડી સાસ્વાદન ભાવને પ્રાપ્ત થયો છતો કાલ કરે, અને કાલ કરીને તિર્યંચ અથવા મનુષ્યભવમાં ઉત્પન્ન થાય, એટલે તેને પાંચરાજની સપના થાય.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy