SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાનુવાદ સહિત मिस्समि वामिस्स मणनाणजुयं पमत्तपुव्वाणं । केवलियनाणदसण उवओग अजोगिजोगीसु॥२०॥ मिश्रे व्यामिश्र मनःपर्यवज्ञानयुक्त प्रमत्तपूर्वाणाम् । कैवलिकज्ञानदर्शनोपयोगावयोगियोगिनोः ॥२०॥ અર્થ-પૂર્વોક્ત ત્રણ ઉપગ મિથે મિશ્ર હોય છે. પ્રમાદિને માપવાન યુક્ત સાત ઉપગ હોય છે. અગિ તથા સગિ ગુણઠાણે કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય છે. ટીકાનુ સમ્પસ્મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે પૂર્વે કહેલા ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન અજ્ઞાનવડે મિશ્ર હેય છે. મતિજ્ઞાન મતિ અજ્ઞાનવડે. શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાનવડે, અને અવધિજ્ઞાન વિસંગનાનવડે મિશ્ર હોય છે. આ ગુણસ્થાનકે સમ્યકત્વ અને મિથ્યાત્વ બનેને અંશ હોય છે. તેમાં કેઈ વખત સમ્યકૂવાંશનુ બાહુલ્ય હોય છે, તે કઈ વખત મિથ્યાવાંશનુ બાહુલ્ય હોય છે. કોઈ વખત બને સમાન હોય છે. જ્યારે સમ્યકત્વાશનું બાહુલ્ય હોય, ત્યારે જ્ઞાનને અંશ વધારે, અજ્ઞાનને અંશ ઓછો હોય છે. જયારે મિથ્યાત્વાંશનું બાહુલ્ય હોય ત્યારે અજ્ઞાનને અશ વધારે, જ્ઞાનને અંશ અપ હોય છે. અને અશે સરખા હોય ત્યારે જ્ઞાન અને અજ્ઞાન અને સમપ્રમાણમાં હોય છે. તથા પ્રમત્ત ગુણરથાનકથી આરંભી બારમા ક્ષીણમેહ ગુણસ્થાનક પર્યત પૂર્વોક્ત ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન એ છ ઉપગ સાથે મન પવિજ્ઞાન જોડતાં સાત ઉપગે હોય છે. તથા સાગિ કેવળિ અને અગિ કેવળિ એમ બે ગણસ્થાનકે કેવળજ્ઞાન અને કેવળદર્શન એમ બે ઉપગ હોય છે. અન્ય કેઈ ઉપયોગો હતા નથી. ૨૦. આ પ્રમાણે ગુણસ્થાનકમાં ઉપગે કહીને, હવે માર્ગણાસ્થાનમાં જીવસ્થાનાદિને કહેવા ઈચ્છતા પ્રથમ માણસ્થાને કહે છે : गइ इंदिए य काए जोए वेए कसायनाणे य । संजमदसणलेसा भवसन्निसम्मआहारे ॥२१॥ गतीन्द्रिये च कार्य योगे वेदे कषायज्ञानेषु च । संयमदर्शनलेश्यायां भव्यसंज्ञिसम्यगाहारे ॥२१॥ અર્થ ગતિ, ઈન્દ્રિય, કાય, ચોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેયા, ભવ્ય, સંપત્તિ, ચમ્મફત અને આહારમાણ એમ ચૌદ મૂળ માગણ છે. અને તેના બાસઠ ઉત્તર ભેદ છે. તે દરેકનું સવિસ્તૃત વર્ણન પહેલા અપાયું છે, ત્યાંથી જોઈ લેવું. ૨૧ હવે એ માગ શાસ્થાનમાં છવસ્થાનકેનો વિચાર કરે છે–
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy