SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસપ્રહ-પ્રથમહાર અગિ અવરથાનું કારણ ચાગનો અભાવ છે. તથા સોનિ કેવળિ ગુણસ્થાનકે સત્યમનેચોગ, અસત્યઅમૃષામનગ, સત્યવચનોગ, અસત્યઅમૃષાવચનગ, દારિકકાયાગ, દારિકમિશ્ર કાયાગ, અને કામણકાગ એ સાત ગે હોય છે. તેમાં હારિકમિશ. મુદ્દઘાતમાં બીજે છઠે અને સાતમે સમયે, અને કાર્યણ ત્રીજે થે અને પાંચમે સમયે હોય છે, બાકીના ચાગે માટે ગુણસ્થાનકના સ્વરૂપમાં કહ્યું છે, તે પ્રમાણે સમજી લેવું. ૧૮ આ પ્રમાણે ગુણસ્થાનકેમાં રોગો ઘટાવી હવે ઉપગે ઘટાવે છે– अचक्खुचक्खुदंसणमन्नाणतिगं च मिच्छसासाणे । विरयाविरए सम्मे नाणतिगं देसणतिगं च ॥१९॥ अचक्षुश्चक्षुर्दर्शने अज्ञानत्रिकं च मिथ्यादृष्टिसास्वादने । विरताविरतौ सम्यग्दृष्टौ ज्ञानत्रिकं दर्शनत्रिकं च ॥१९॥ અર્થ–મિથ્યાદષ્ટિ અને સાસ્વાદને અજ્ઞાનવિક, ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ પાંચ ઉપયોગ હોય છે. સમ્યગ્દષ્ટિ અને દેશવિતિગુણઠાણે ગણજ્ઞાન અને ત્રણદર્શન એ છે ઉપચાગે હોય છે. ટીકાનુ–મિથ્યાષ્ટિ અને સારવાદન એ બે ગુણકાણે મતિજ્ઞાન, અતઅજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન, ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ બે દર્શન, એમ પાંચ ઉપાશે હોય છે. જેમ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકતા અવધિજ્ઞાનીને પ્રથમ સામાન્યજ્ઞાન રૂપ આવધિરશન થાય છે, તેમ વિસંગજ્ઞાનને ઉપગ મૂકતા વિલંગજ્ઞાનીને પણ પ્રથમ અવધિદર્શન થાય છે, એમ સિદ્ધાંતમાં કહ્યું છે. પરંતુ ગમે તે કૅઈ અભિપ્રાયથી અહિં અવધિદર્શન માન્યું નથી. કેમકે પહેલા બે ગુણઠાણે માત્ર બેજ દર્શન કહાં છે, અવધિદર્શન કર્યું નથી. ટીકાકાર મહારાજ કહે છે કે તેને યથાર્થ અભિપ્રાય અમે સમજી શકતા નથી. ભગવતીસત્રમાં કહ્યું છે કે હે પ્રભો! અવધિદર્શની અનાકાર ઉપગી જ્ઞાની હેય છે, કે અજ્ઞાની? આ પ્રમાણે ગૌતમ મહારાજના પ્રશ્નના ઉત્તરમા પરમાત્મા મહાવીર કહે છે કે જ્ઞાની પણ હોય છે, અજ્ઞાની પણ હોય છે. જે જ્ઞાની હેય તે કેટલાક ત્રણ જ્ઞાની, અને કેટલાક ચાર નાની હોય છે. જે ત્રણ જ્ઞાની હોય છે, તે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની હોય છે. જે ચાર જ્ઞાની હોય છે, તે મતિ, ચુત, અવધિ, અને મન પર્વવજ્ઞાની હોય છે. જે અજ્ઞાની હોય છે, તે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અને વિભળજ્ઞાની હોય છે. આ સૂવમા સિંધ્યાદી વિભળજ્ઞાનીઓને પણ અવધિદર્શન સ્પષ્ટપણે જણાવ્યું છે, કારણકે જે અજ્ઞાની હોય છે, તે મિથ્યાજિ હોય છે. જ્યારે અવધિજ્ઞાની સારવાદનભાવને કે મિશ્રભાવને પ્રાપ્ત કરે, ત્યારે ત્યાં પણ અવધિદર્શન હેાય છે. આ રીતે પહેલા ત્રણ ગુણઠાણે અવધિદર્શન પણ હોય છે, એમ સિદ્ધાંતમાં કહ્યું છે. તથા અવિરતિસમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ ગુણસ્થાનકે મતિ કૃત અને અવધિ એ ત્રણ જ્ઞાન ચક્ષુ, અચક્ષુ, અને અવધિ એ ત્રણ દશ એમ છ ઉપગે હોય છે. ૧૯
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy