SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ જન દૂર માગધદેવ બેઠે હતું ત્યાં સભામાં જઈ પડયું. રંગમાં ભંગ સમાન બાણુને જોઈ માગધદેવ છે અને બોલી ઉઠ્યો કે, “અકાળે સૂતેલા સિંહને કણે જગાડ છે?” તેણે ખડૂગ ઉપર હાથ નાંખ્યો અને તેના સભ્યો પણ શત્રુ સામે લડવા તૈયાર થયા. આ અરસામાં વિચક્ષણ મંત્રીએ બાણુ સામે નજર નાખી અને તેના ઉપર લખેલી જે તમે તમારા ધન, રાજય અને જીવિતને ચાહતા હે તે રનના ટણ દ્વારા અમારી સેવા કરો એમ હુ ઋષભદેવપુત્ર ભરત ચક્રવત્તિ આજ્ઞા કરું છું ” આ પંક્તિ જોઈ અવધિજ્ઞાનથી તેણે સર્વ વિગત જાણું માગધદેવ અને સભાના દેને ઉદ્દેશીને કહ્યું કે “આ કેઈ સામાન્ય માનવી કે યક્ષનું બાણ નથી. આતે સેળ હજાર યાથી સેવાતા ભરત ચક્રવત્તિનું બાણ છે. તે આપણને આપણી ફરજનું ભાન કરાવે છે. આપણે તેની સેવા માટે હાજર થવું જોઈએ.” માગધદેવ શાંત પડશે. ભારતનું સુવર્ણ બાણું અને બીજું ભેટશું લઇ પરિવાર સહ ભરત ચક્રવત્તિની સામે ગયો. તેણે તેને નમસ્કાર કર્યો અને કહ્યું કે, “પ્રમાદી એવા મારા ઉપર ઉપકાર કરી બાણ મુકી મને જાગ્રત કર્યો તે બહુ સારું કર્યું. હું આપને સેવક છું. મારી દેલત અને સેવકે એ સર્વ તમારૂ છે આ પ્રમાણે કહી માગતીર્થનું જળ, મુગટ, બે કુંડળ વિગેરે અમૂલ્ય વસ્તુઓ તેણે ચકીને ભેટ ધરી. ચકીએ માગધદેવને સત્કાર કર્યો. આ પછી ચક્રીએ આઠ દિવસ સુધી સત્કાર ઉત્સવ કરી માગધદેવને સવામિભક્ત સેવક બનાવ્યું. વરદામતીર્થ અને વરદામદેવની સાધના. માગધતીર્થના દેવને વશ કર્યા બાદ ચક વરદામતીર્થ તફ઼ ચલથુ અને દક્ષિણ સમુદ્રના તટ ઉપર ચક્રવત્તિએ પડાવ નાંખે. અહિં પણ પૂર્વની પેઠે વરદામ તીર્થના અધિપતિ દેવને ઉદ્દેશીને ચક્રવત્તિએ અઠ્ઠમ તપ પૌષધ સહિત કર્યો. અઠ્ઠમતપ પૂર્ણ થતાં પૂર્વોકત વિધિ મુજબ પવિત્ર થઈ રથારૂઢ ચક્રીએ સમુદ્રમાં ધરી સુધી રથ આવતા સારથિ દ્વારા અટકાવ્યો અને વરદામતીર્થ પતિ પ્રત્યે બાણ ફેકયુ. બાણ જોતાં શરૂઆતમાં વરદામપતિ કે, પણ જ્યારે ભરત ચક્રવર્તિનું આ બાણું છે તે જાણ્યું ત્યારે તેને કેપ શાંત થયે અને ભરતચકી પાસે આવી વિજ્ઞપ્તિ કરી કે, “આપ જેવા મોટા મારે આંગણે આવ્યાં છતાં હું આપની સામે ન આવ્યું તેમાં મારી અજ્ઞાનના કારણરૂપ છે. હું આપને સેવક છું અને મારું સર્વસ્વ આપનું છે એમ જણાવી રનમય કટીમૂત્ર અને મતીઓને સંગ્રહ ભેટ ધર્યો ચકીએ પણ વરદામદેવને સત્કાર કર્યો અને પોતાના આવાસે આનદૈત્સવના આઠ દીવસ પસાર કર્યા. પ્રભાસદેવની સાધના માગધ અને વરદામ તીથ ધિપતિની સાધના બાદ એક પશ્ચિમ દિશા તરફ વળ્યું. ચક્રને અનુસરનાર સન્યસહિત ચકી પણ પશ્ચિમ સમુદ્રને કાંઠે આવ્યું. ત્યા પણ પ્રભાસ તીર્થાધિપતિને ઉદ્દેશીને અઠ્ઠમતપ કર્યો અને પૂર્વોકત વિધિ મુજબ પ્રભાસ તીર્થની સભા પ્રત્યે બાણ કૈકેયુ પ્રભાસદેવે બાણને જોયું અને તેની ઉપરના અક્ષર વાચી તે સામે આવ્યો. ચક્રવત્તિને હું તમારે સેવક છું.” તેમ જણાવવાપૂર્વક સોનામહેર, કડાં, કદરા, સુગટ, મણિ વિગેરેનું
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy