SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ [ લઘુ ત્રિશષ્ટિ શલાકા પુરુષ - - - આ ગામનું નામ પ્રથમ વિદ્ધમાન હતું પણ એક વિશિષ્ટ પ્રસંગ બન્યા પછી તે અસ્થિક ગ્રામ નામે પ્રસિદ્ધ થયું. આ ગામની પાસે વેગવતી નદીમાં એક વખત પુર આવ્યું. ધનદેવ સાર્થવાહ પાંચસે ગાડાં માલ ભરીને લાવ્યું. તેણે તેના એક બળદને આ બધા ગાડે જેડ. તેણે પાંચસો ગાડાં પાર ઉતાર્યા પણ છેવટે તે થાકી મરણતેલ થયો. ધનદેવે બળદની શુશ્રષા માટે ગામ લેકેને ધન આપ્યું પણ કેઈએ તેની દરકાર ન કરી અંતે આ બળદ મરી વ્યંતર થયો, તેણે વિર્ભાગજ્ઞાનથી પૂર્વભવ છે. અને તે જોતાં તેને ગામ લેકે ઉપર ક્રોધ ઉપ. તેણે ગામમાં ચારે બાજુ મરકી ફેલાવી લોકોને મારવા માંડયાં. માણસે એટલા બધા મર્યા કે તેને અગ્નિસંસ્કાર કરે તે પણ મુશ્કેલ થઈ પડશે. આથી હાડકાના ઢગ ઢગ ગામને પાદર ખડકાયા લેકેએ ઘણું ઘણા પ્રયત્ન કર્યા ત્યારે યક્ષ બે કે “પૂર્વભવે હું બળદ હતે. તમને મારી પરિચર્યા માટે ધનદેવે ધન આપ્યું હતું તે તમે ખાઈ ગયા અને તડકા તથા ભૂખથી રીબાતા મારી બીલકુલ દરકાર ન કરી. હવે તમે જે આ મરેલા મનુષ્યના હાડકાના ઢગલા ઉપર મારૂ ચિત્ય બનાવે અને બળદની આકૃતિવાળી મારી પ્રતિમા પધરાવી પૂજા કરવાનું રાખો તે મરકી શાંત થશે. ગામ લોકોએ શૂળપાણિનું મંદીર બનાવ્યું અને તેની સેવા માટે ઈન્દ્રશર્મા નામના બ્રાહ્મણને રાખ્યા. આ પછી લોકમાં આ ગામ અસ્થિકગ્રામ પ્રસિદ્ધ થશું.” ભગવાને કહ્યું “ચક્ષની ભયંકરતા ભલે રહી મારે તમારી અહિં રહેવામાં સંમતિ જોઈએ છે લોકોએ કહ્યું “તમે રહે તેમાં અમારી સંમતિ છે રાત પડતાં પૂજારી અને લેકે ચાલ્યા ગયા ભગવાન ચિત્યના ખુણામાં ધ્યાનમગ્ન બન્યા. શળપાણિ યક્ષને આમાં ભગવાનની ધીઠાઈ લાગી આથી તેણે તેમને ડગાવવા સૌ પ્રથમ આકાશને ફડે તેવું અટ્ટાટહાસ્ય કર્યું ગામમાં સુતેલા લેકે તે સાંભળી કંપવા લાગ્યા પણુ ભગવાનના મન ઉપર આની કાંઈ અસર ન થઈ. આ પછી ચક્ષે હાથી વિકવી ભગવાનને પછાડયા પણ ભગવાન તે તેવા ને તેવાં ધ્યાનમગ્ન બન્યા યક્ષે પિશાચ વિકવ્ય. કેરી ના બનાવી ડંસ દીધા અંગે અંગે વિવિધ રે વિકુભ્ય અર્થાત તેનાથી થાય તેટલા બધા ઉપદ્રવ કર્યા પણ ભગવાનને તેની અસર ન થઈ હોય તેમ તે તે ધ્યાનમાં લેવાને તેવા નિશ્ચળ રહ્યા. યક્ષ થાક્ય અને છેવટે આવા નિશ્ચળ તપસ્વીને અપરાધ કર્યા બદલ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. તેવામાં સિદ્ધાર્થ વ્યંતર આવ્યો. અને તેણે જણાવ્યું કે આ કેઈ સામાન્ય મુનિ નથી પણ ઈન્દ્રજિત વર્ધમાન કુમાર છે. આથી યક્ષ નૃત્ય ગીત અને ભગવાનની પૂજા ભક્તિમાં લીન બન્યા આખી રાત ઉપસર્ગ સહન કરવાથી ભગવાનનું શરીર શિથિલ બન્યું તેથી તેમને પાછલી રાતે ઉંઘ આવી અને તેમાં તેમણે દશ રૂમ દેખ્યાં સવારે ગામના લેકેએ શુળ-. પાણિ યક્ષને નાચ અને ગીત કરતે દેખી વિચાર્યું કે “જરૂર આણે ભગવાનને મારી નાંખ્યા હશે અને તે ખુશાલી બદલ આ નાચ કરે જણાય છે. પણ જ્યારે ચૈત્ય પાસે આવ્યા અને ભગવાનના શરીર ઉપર યક્ષે કરેલ પૂજાના અવશેષો જોયા ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા ભગવાનને જોવા આવનારાઓમાં ઉત્પલ નામને એક નિમિત્તવેત્તા હતા. આ ઉત્પલે
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy