SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૦ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ આ વેષ રાખુ છું મરીચિના ઉપદેશથી કઈ પ્રતિબંધ પામતું તે તેને દીક્ષામાટે તે પ્રભુ પાસે મોકલો એક વખત વનીતા નગરીમા ભગવાન સમવસર્યા તેમણે દેશનામાં ભવિષ્યમાં થનાર તીર્થકર, ચક્રવર્તિ, બલદેવ અને વાસુદેવનાં નામ કહી બતાવ્યાં ભરતચક્રીએ ઉત્કંઠાથી પ્રભુને પૂછયું કે આ સભામાં કોઈ ભવિષ્યમાં થનાર તીર્થકરને જીવ છે?” ભગવાને મરીચિને બતાવી કહ્યું કે “આ તમારે પુત્ર મરીચિ છેલે તીર્થંકર, પ્રથમ વાસુદેવ અને વિદેહમાં મુકાનગરીમાં પ્રિય મિત્ર નામે ચક્રવર્તિ થશેભારતેશ્વર ઉભા થયા અને જ્યાં મરીચિ હતા ત્યાં આવી તેમને વંદન કર્યું અને કહ્યું કે, “તમે આ વીશીના છેલ્લા તીર્થકર થશે માટે હું વંદન કરું છું. હું તમારા ત્રિદડીપણાને વદન કરતો નથી? મરીચિના હદયમાં હર્ષ ન માય, તે ચપટી વગાડી, નાચવા લાગે “અહો! અહે! મારું કુલ, મારા દાદા પ્રથમ તીર્થકર, પિતા પ્રથમ ચક્રવર્તિ અને હું વાસુદેવ, ચક્રવતિ અને તીર્થકર.” આમ હર્ષાવેશમાં ભાનભૂલી મરીચિએ નીચત્રકનું ઉપાર્જન કર્યું. ભગવંતના નિર્વાણ પછી મરીચિ ભગવતના સાધુઓ સાથે વિચરે છે એક વખત મરીચિ માં પડ્યો સાધુઓએ ચારિત્રલગ્ન મરીચિની વૈયાવચ્ચ ન કરી આથી મરીચિએ વિચાર્યું કે “હું સાજો થયા પછી એક શિષ્ય કરીશ. મરીચિ અનુક્રમે નિરોગી થયે એક વખત તેની પાસે કપિલ નામના કુલપુત્ર આવ્યો તેણે મરીચિ પાસે દીક્ષા લેવાની માગણી કરી મરીચિએ તેને ભગવંતના મુનિઓ પાસે મોકલે પણ તેણે કહ્યું કે, શું તમારા માર્ગમાં ધર્મ નથી?” મરીચિએ કહ્યું કે, ધર્મ અહિં પણ છે અને ત્યાં પણ છે ' આ પછી કપિલ મરીચિને શિષ્ય થયા આ ઉત્સુત્રવચનથી મરીચિએ કેડાડી સાગરોપમ સંસાર માર્યો મરીચિ આ ઉસૂત્રવચનની આલોચના લીધા વિના મૃત્યુ પામી ચેથાભવે બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળ દેવ થયે. અને કપિલ પણ તેજ દેવકમાં ઉત્પન્ન થયે પાંચમા ભવથી પંદરમા ભવ સુધી. - મરીચિને જીવ બ્રહ્મદેવકમાંથી એવી પાંચમા ભવે મોકલાક ગામમાં એંશીલાખ પૂર્વના આયુષ્યવાળો કૌશિક બ્રાહ્મણ થયા. અને પૂર્વભ્યાસથી વિદડો થઈ મૃત્યુ પામી વચ્ચે ઘણુ ભવ કરી છઠ્ઠભવે છૂણ નામના ગામમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ થયા. ત્યાં પણ છેવટે તે ત્રિદડી બન્યું. અને બહોતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સાતમાભવે સૌધર્મદેવકમાં દેવ થયો. ત્યાથી યવન પામી આઠમાભવે અનિઉદ્યોત નામને બ્રાહaણ થયે અને ત્રિદંડી બની સલાખ પૂર્વના આયુષ્યને પૂર્ણ કરી નેવમાભ ઇશાન દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી વી દશમાભવે મદિર નામના સંનિવેશમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થ. આ ભવમાં પણ છેવટે તે ત્રિદંડી બન્યા. અને છપન લાખ પૂવનું આયુષ્ય પૂર્ણ કરી અગિઆરમે ભવે - સનસ્કુમાર દેવફ્લેકમ મધ્યમ આયુષ્યવાળો દેવતા થયો ત્યાંથી એવી બારમા ભવે તાંબી નગરીમાં
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy