SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ " [ લધુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ. ગોઠવણ કરી. આ સુગુપ્ત વાત રાજભક્ત ધનુમંત્રીના ખ્યાલમાં આવી ગઈ. આથી તેણે વૃદ્ધાવસ્થાનું બહાનું કાઢી દીઈ પાસેથી રજા લઈ એક દાનશાળા કાઢી-ધર્મકાર્યમાં પરાવો. અને કેઈ ન જાણે તેવી રીતે લાક્ષાગૃહથી બહાર નીકળતું એક ગુપ્ત ભેંયરું બનાવ્યું. તેમજ પોતાના પુત્ર વરધનુને બ્રહ્મદત્તની રક્ષા માટે સર્વ વાતની ભલામણ પૂર્વક તેની પાસે રાખ્યો. સારા મુહૂર્ત બ્રહ્માદત્તનાં પુષ્પગુલ રાજાની પુત્રી પુષ્પવતી સાથે લગ્ન થયાં. વરવધૂને મેકલવાની વખતે અગાઉથી ધનુમંત્રી દ્વારા જાણ કરાએલ હોવાથી પુષ્પલે પોતાની પુત્રીને બદલે દાસીને મેકલી. વરવધુ વાક્ષાગૃહમાં ઘસઘસાટ સૂતાં માની દીર્ઘ અને ચૂલનીના સેવકેએ લાક્ષાગૃહ સળગાવ્યું. બ્રહાદત્ત આ શું તેમ વિચારે છે તેટલામાં વરધનુએ એક પત્થર ઉપર પાટુ મારી તેને દૂર કરી ભયા દ્વારા બ્રહ્મદત્ત સાથે બહાર નીકળ્યો. અને તેને ટુંકમાં દીધું અને તેની માતાના દુષિતની અને પિતાના પિતાએ બનાવી રાખેલ હૈયરાની વાત કહી. આ પછી બન્ને જણાએ માથું મુંડાવી ગુરૂશિષ્ય થઈ બ્રાહ્મણને વેષ ધરી એક ગામમાં પેઠા. અહિં જાણે તેમની અગાઉથી રાહ ન જોઈ રહ્યો હોય તેમ એક બ્રાહ્મણે તેમને સત્કાર કર્યો. અને તેની બહુમતિ કન્યા આપી. એક દિવસ રહીને બાદત અને વરધનુ ઉપડ્યા. તેવામાં તેમને ખબર પડી કે દીને ખબર પડી ગઈ છે કે બ્રહ્મદત્ત અને વરધનુ નાસી છૂટ્યા છે. અને તેણે તેના સેવકોને તેમને પકડવા ઠેરઠેર મોકલ્યા છે. આથી બ્રહાદત અને વરધનુ મુખ્ય માર્ગ છેડી અટવી માગે વળ્યા. આ અરસામાં બ્રહદત્ત તુષાર થવાથી પાણી માટે વરધનુ ફાંફાં મારતો હતો. તેવામાં દીર્ઘના સૈનિકોએ તેને ઓળખી પકડી બાળે. બ્રહ્મદત્ત ત્યાંથી નાસી છૂટયો. અને એક રાષિના આશ્રમે આવ્યા. ઋષિએ, તેના - સમાચાર પૂછતાં બ્રહ્મદત્ત સર્વ યથાત વાત કહી. એટલે ઋષિએ કહ્યું “બ્રહ્મદત્તા હું તારા પિતાને લઘુ બંધુ છું નિશંક અહિં રહે અને તારે કાળ નિર્ગમન કર. બ્રહાદત્ત “ પિતૃગૃહની પેઠે ત્યાં રહ્યો. અને ત્યાં રહી શસ્ત્ર, શાસ્ત્ર અને અસ્ત્ર વિગેરે વિદ્યાઓ શિખ્યો. એક વખત બ્રહ્મદત્ત તાપની સાથે જંગલમાં ફળાદિક લેવા નિકળ્યો. અહિં તેણે એક મદેન્મત્ત હાથીને દેખે. તાપસકુમારે નાઠા. પણ નિડર બ્રહ્મદત્ત તેની સામે ગ. અને તેને વિવિધ કલાવડે વશ કર્યો. આ અરસામાં આકાશમાં મેઘ જામ્યું અને અને વરસાદ આરંભાયે. બહાદત્ત હતિ ઉપર આરૂઢ થઈ જંગલની નદી ઓળંગી સામે કાઠે આવ્યો. ત્યાં તેણે એક ઉજજડ નગર દેખ્યું. નગરની અંદર એક વંશજાળ પાસે : સુની પહેલી તલવારને ઉપાડી બ્રહ્મદત્તે વંશજાળ ઉપર ઘા કર્યો તેવામાં તે ત્યાં તેણે એક. સાધકનું શબ જોયું, કુમાર દિલગીર થઈ આગળ ચાલ્યા. ત્યાં એક દેવકન્યા સરખી કન્યાને જોઈ. કન્યાને જોતાં મને પરવર સુગ્ધ બન્યાં. કન્યાને તેણે પૂછયું કે તું કેણ છે અને અહિં શા માટે રહે છેતેણે કહ્યું હું પુષ્પશૂલ રાજાની પુષ્પવતીનામની પુત્રી છું. મારા પિતાએ મને બ્રહ્મદત્તને આપી છે પણ હું બ્રહ્મદત્તને ત્યાં જાઉં તેટલામાં તે નામ નામનો વિદ્યાધર મને હરી ગયો. અને અહિં પિતાની વિદ્યાસાધના પૂર્ણ થાય ત્યાં સુધી
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy