SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તિ ચરિત્ર ] ૧૨૫ _મુનિનો કેપ શાંત થયો પણ મુનિનો અપરાધ કરનાર કોણ? તે શોધતાં રાજાને નમુચિનો પતો લાગ્યું. ચાકીએ ફરી કોઈ અપરાધ ન કરે તે આશાએ નમુચિને ગળે પાડી મુનિ આગળ ધર્યો. પણ સંભતિમુનિએ મૃત્યુમુખમાં જતાં નમુચિને છોડાવ્યા. આમ છતાં કર્મચાંડાળ નમચિને ચકીએ નગર બહાર કાઢી મૂકયા. એક વખત સનકમાર ચક્રીની સ્ત્રીરત્ન સુનંદા પિતાની શેકો સાથે મુનિને વદન કરવામાં આવી. સંભતિમનિને વદન કરતાં તેના વાળની લટ મુનિના ચરણે સ્પશી. મુનિનું ચિત્ત સાજાણું અણુસણું કર્યા છતાં મારા તપના ફળથી આવતા ભવમાં આવું સ્ત્રીરત્ન મને મળે તે કેવું સારું એવું નિયાણું કર્યું. આ વાતની ખબર ચિત્રમુનિને પડી. તેણે તેમને સમજાવ્યા અને કહ્યું કે “મિચ્છાદત દઈ ધ્યાન માગે તમે તમારું મન વાળે પણ આ સમજાવટ તેની વિષયેચ્છા આગળ નિષ્ફળ નિવડી. છેવટે બને મુનિ બ ધ મૃત્યુ પામી સીધમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. - ચિત્રને જીવ પહેલા દેવલોકમાંથી ચ્યવી પરિમતાલ નગરમાં ધનાઢ્ય શેઠને પુત્ર થયા. અને સંસ્મૃતિને જીવ ત્યાંથી ઍવી કપિલ્યનગરના બ્રહ્મરાજાની રાણું ચુલનીની હથિને વિષે ચૌદ સ્વમસૂચિત સુવર્ણવર્ણવાળ બહાદત્ત નામે રાજપુત્ર થયા. બ્રહારાજાને માણથી અધિક કાશીના રાજા કટક. હસ્તિનાપુરનો રાજા કણેરૂદત્ત, કેશળનો રાજાદી અને ચંપાને રાજા સુપચલ એમ ચાર મિત્રો હતા. આ પાચે જણ પિતાના અંતઃ ૩ર સહિત એકએક વર્ષ એક બીજાના નગરમાં રહેતા હતા. એક વખત આ પાચે મિત્રે કાપત્યનગરમાં આનંદપૂર્વક જીવન પસાર કરતા હતા. તેવામાં અચાનક બ્રહારાજા શૂળથી ત્યુ પામ્યું. આથી ચારે મિત્રોએ વારાફરતી અહિં રહી બ્રહ્મદત્ત ઉંમરલાયક થાય ત્યાં રાજ્ય સાચવવાનું માથે લીધું. પ્રથમ વર્ષ આ કાર્ય દીર્ઘ સંભાળ્યું પણ દીર્ઘને ૧લના સાથે રાજ્યકાર્યને અંગે વધુ પરિચય થતાં તે તેણીમાં આસક્ત બન્યો. 0 નાને પણ બ્રહ્મદર દીધું અને ચૂલનીનું આ દુષ્ટ સમજી ગયે હતે. તે એક વખત આતાપુરમાં કાગડો અને કોકિલાને લઈ ગયો. અને તેને મારતાં કહ્યું કે આ કાગડા અને કોકિલાની પેઠે જે માણસો વ્યભિચાર કરશે તેને હું બરાબર શિક્ષા કરીશ.” શ્રદત્તની આ બાળા દીને આકરી લાગી. વિષયલુબ્ધ ચુલનીએ તેને ભય રહેવા કહ્યું અને જણાવ્યું કે “તમે ભય પામો નહિ એ તે બાળક છે.” સમય તો ફરી બ્રહ્મદત્ત ભદ્રજાતની હાથિણી સાથે હલકા હાથીને લાવી કહેવા લાગ્યું કે 'આવા અપરાધ કરનારને હું જીવતે, હણી નાંખીશ.” દઈને હવે ધીરજ રહી નહિ. તેણે ફૂલનીને કહ્યું કે તે બ્રહ્મદત્ત નહિ નહિતર હું નહિ.” ચૂલનીએ કહ્યું “પુત્ર જેવા પુત્રને માતા થઈ કેમ ઘાત કરૂં? કામદીર્વે કહ્યું હું હઈશ તે તારે ઘણા પુત્ર થશે.” વિષયવિહ્વળ ચૂલની છેવટે નરમ પડી અને તેણે કહ્યું કે “કેમાં આપણી નિંદા ન થાય તેવી કોઈ ચક્તિપૂર્વક આ કામ પાર પાડીશું.’ આ પછી ગુપ્ત રીતે એક લાક્ષાગૃહ બનાવ્યું અને બ્રહ્મદત્તના લગ્ન પછી, જ્યારે તેમાં તે સૂઈ રહે ત્યારે તેને ફેંકી મારવાની
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy