SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ ચરિત્ર ] આ ન શકી. તેથી તેને પ્રાસકો પડયો પણ વરસાદથી ઈડ દેવાયાં ત્યારે સેળ ઘડી બાદ તેણે પિતાના ઈડાં ઓળખ્યાં. આમ પૂર્વભવમાં મયૂરીને સળઘડીના કરાવેલા વિરહે તને પુત્રને સોળ વર્ષને વિરહ નિપજાવ્યો છે. રુકિમણું ત્યારબાદ પ્રભુભકિતમાં લીન બની. અને વિચારવા લાગી કે કુતુહલથી કરેલું પાપ સેંકડે ગણું વૃદ્ધિ પામી જીવને ભેગવ્યા વિના છૂટતું નથી. પાંચ પાંડની ઉત્પત્તિ અને પદીને સ્વયંવર. શષભદેવ ભગવાનને પુરૂ નામે પુત્ર હતા. તેથી તે જ્યાં રહેતો હતો તે ક્ષેત્રનું નામ ફરક્ષેત્ર પડયું. તે કુરુરાજને હસ્તિ નામે પુત્ર થયો. આ પુત્રના નામથી હતિનાપુર નગર વસ્યું. તેના વંશમાં સુમ ચક્રવર્તિ અને ત્યારબાદ અસંખ્ય રાજાઓ થયા. ત્યાર બાદ શાંતના નામે રાજા થયો. તેને ગંગા અને સત્યવતી નામે રાણીઓ હતી. ગંગાથી ગાંગેય નામે પુત્ર થયો. જેનું નામ લીમ પડયું. સત્યવતીને ચિત્રાંગદ અને ચિત્રવીર્ય નામે બે પુત્રે થયા. ચિત્રવીર્યને અંબા-અંબિકા અને અંબાલિકા નામે ત્રણ સ્ત્રીઓ થઈ. અને તેથી ધૃતરા પાંડુ અને વિદૂર નામે ત્રણ પુત્રો થયા તેમાં ધૃતરાષ્ટ્ર રાજ્ય સંભાળવા લાગ્યો. તે શકુનિ રાજાની ગાંધારી વિગેરે આઠ બહેનોને પરણ્યો અને તેથી તેને દુર્યોધન વિગેરે સો પુત્ર થયા. પાંડુ સંતી અને માઠી નામની બે સ્ત્રીઓ પરણ્યો. કુંતીથી તેને યુધિષ્ઠિર, ભીમ, અને અર્જુન નામે ત્રણ પુત્રો થયા. અને શલ્ય રાજાની બહેન માદ્રીથી નકુલ અને સહદેવ નામે બે પુત્રો થયા. એક વખત કપિલ્યપૂરમાં દ્રપદ રાજાએ દ્રૌપદીનો સ્વયંવર આરંભ્યો. આ સ્વયંવરમાં રામ, કૃષ્ણ, શિશુપાલ; રૂકિમ, કર્ણ, દુર્યોધન વિગેરે ઘણા રાજાઓ અને રાજકુમાર પધાર્યા. પાંડુ રાજા પણ પાંચ પુત્રો સહિત મંડપમાં બેઠો. દ્રૌપદી વરમાળા લઈ મંડપમાં દાખલ થઈ. તેણે પાંચ પાંડવોને જોયા. અને પૂર્વભવના કર્મથી પ્રેરાઈને પાંચે પાંડના કંઠમાં વરમાળા નાંખી રાજાઓ આશ્ચર્ય પામ્યા. અને બોલી ઊઠ્યા કે “એક કુમારી ભરસભામાં પાંચ પતિને વરે એ શું ? આ અરસામાં ચારણષિ ત્યાં પધાર્યા. તેમને રાજાઓએ પૂછયુ“આ દ્રૌપદી પાંચ પતિને કેમ વરી?” મુનિ બેલ્યા, “તેમાં પૂર્વભવ કારણરૂપ છે. કારણ કે આ દ્રૌપદી પૂર્વભવમાં નાગશ્રી નામે સ્ત્રી હતી. તેણે મુનિને કડવું તુંબડું વહેરાવ્યું હતું અને તેથી તે મૃત્યુ પામી નરકમાં જઈ સાગરદત્ત શેઠને ત્યાં સુમારીકા નામે પુત્રી થઈ. તેને ત્યાં જિનદત્તની પુત્ર સાગર સાથે પરણાવવામાં આવી. સાગર તેનો સ્પર્શ કરતાં અગ્નિની પેઠે દાઝા અને આવાસ છેડી નાઠો. આ પછી એક ભિખારીને સુકુમારિકા સૈપી. પણ ભિખારી બોલ્યા હું ભિખ માગીશ પણ આનો તે સ્પર્શ નહિ કરું. કારણ કે તેનો સ્પર્શ કરતાં તે સળગી ઉઠતે હતો. આ પછી સુકુમારિકાએ દીક્ષા લીધી. અને ઉગ્રતય આરણ્યું. તપ દરમ્યાન દેવદત્તા વેશ્યાને પાંચ પુરૂષોથી સેવાતી દેખી નિયાણું બાંધ્યું કે હું આ તપના પ્રભાવથી આવતા ભવમાં
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy