SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ પાંચપતિવાળી થાઉં? સુકુમારિકા આલોચના વિના મૃત્યુ પામી આ દ્રોપદી થઈ છે. અને પૂર્વભવના નિયાણ મુજબ પાંચ પતિને વરી છે. ત્યારબાદ મુનિ અન્યત્ર ચાલ્યા ગયા. કેટલેક કાળે પાડુ રાજા યુધિષ્ઠિરને રાજ્ય સેપી મૃત્યુ પામ્યા. અને માદ્રી પણ પોતાના બે પુત્રો કુંતીને સેપી મરણ પામી. જ્યારે પાંડુ રાજા મરણ પામ્યા ત્યારે કૌરે પાંડને ગણવા ન લાગ્યા. અને દ્વેષ ધરી તેમનું રાજ્ય લેવાના ઉપાય કરવા લાગ્યા. દુર્યોધને એક વખત યુધિષ્ઠિર સાથે કપટ જુગાર રમી તેમનું સર્વસ્વ હરણ કરી તેમને વનમાં કાઢયા. તેઓ ઘણાં વરસ વનમાં ભટકી છેવટે પિતાના મોસાળમાં સમુદ્રવિજય રાજા પાસે ગયા. ત્યાં તેઓ માનસહિત કેટલાક કાળ રહ્યા. , પ્રધુમનનો મેળાપ. સેળવર્ષ બાદ ભાનુકના લગ્ન આરંભાયાં. દ્વારિકામાં ચારે બાજુ આનંદ આનંદ વ્યાપી રહે છે. માત્ર રૂકિમણની આંખો આંસુથી ઉભરાઈ રહી છે. આંસુ સાથે તે બેલી ઊઠી, “મારે , પ્રદ્યુમ્ન પુત્ર હતો. આજે તેનાં લગ્ન હતા અને મારે પુત્ર આજ દુર્યોધનની કન્યાને પરણત પણ હું પુત્ર વિનાની બની અને તે કન્યાને સત્યભામાને પુત્ર ભાનુક પરણશે. અને શરત મુજબ મારે કેશ ઉતારી સત્યભામાને આપવા પડશે. પુત્ર અને પતિવાળી છતાં હું શોભા વિનાની બનીશ. આજ અરસામાં એક બાહ્મણ બટુકમુનિ રુકિમણી પાસે આવ્યો અને કહેવા લાગ્યો “હું સળવષને ભૂખ્યો છું. મને કાંઈક ખાવા આપ. ૩કિમણી બોલી, મેં વરસનું તપ સાંભળ્યું છે. સેળ વરસનું તપ તે મેં ક્યાંય સાંભળ્યું નથી. તે બોલ્યા “ર્જન્મથી મેં માતાનું દૂધ પણ પીધુ નથી. હું બહુ ભૂખ્યો છું. તારી પાસે જે હોય તે આપ.રૂકિમણી બોલી, “મારી પાસે લાડુ સિવાય કાંઈ નથી.” તે બોલ્યા, “જે હોય તે આપ.” રૂકિમણીએ કહ્યું, “આ લાડુ કેશવ સિવાય કોઈને પચે નહિ. તે બેલ્યો, “તપના પ્રભાવથી બધું મને પચી જાય છે. તેણે લાડવા આવ્યા. તે ત્યાંજ બેસી ખાઈ ગયો. રુકિમણું આશ્ચર્ય પામી. એવામાં સત્યભામાની દાસીઓ કિમણી પાસે આવી. અને કહેવા લાગી કે “જેનો પુત્ર . પહેલે પરણે તેને બીજીએ તે લગ્નમાં તેને માથાના વાળ મુંડાવી આપવા તેવી તમારે અને સત્યભામાની વચ્ચે શરત થઈ હતી, તે શરત મુજબ અમને તમારા વાળ લેવા સત્યભામાએ મોકલી છે. ત્યારે પેલા માયાવી મુનિએ તેમનાજ વાળથી ટપલી ભરી તેમને સત્યભામાં પાસે મેકલી. આ શું ? એમ સત્યભામાએ પૂછયું. તેવામાં દાસીઓએ કહ્યું જેવાં તમે તેવાં અમે બન્યાં છીએ.” સત્યભામા માથા ઉપર હાથ મૂકે તો માથું વાળવિનાનું જણાયું. ' તે કૃષ્ણ પાસે પહોંચી અને કહ્યું, મને રુકિમણીના વાળ અપાવે અને તેને મુંડી કરી ... કણે કહ્યું છે તે મુડી થતાં શું થશે અત્યારે તો હું પોતે મુંડી થઈ છે. સત્યભામાએ હઠ લીધી, આથી બળદેવને સત્યભામા સાથે રૂકિમણીના વાળલેવાકલ્યા. સત્યભામા અને અલદી - - રુકિમણીના આવાસે પહોંચ્યા. ત્યાં કૃષ્ણને દેખ્યા આથી લજજાપાની કરી અને પાછા આવ્યાં અને કહેવા લાગ્યા કે “અમને ત્યાં મોકલે છે અને પાછા તમે જાતે ત્યાં જઈ ઉભા રહે છે એમ શા માટે પજવે છે ? કૃષ્ણ સોગંદપૂર્વક કહ્યું હું કયાંય ગય નથી. કાંતા
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy