SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ શ્રી નેમિનાથ ચરિત્ર ] રાત્રે ધારિણીએ સ્વપ્નામાં “આમ્રવૃક્ષ દેખ્યું. અને તે સ્વપ્નામાં તેને એક પુરૂષે કહ્યું કે “આ આમ્રવૃક્ષ સો પ્રથમ તારા આંગણામાં રોપવામાં આવે છે કુલ આ આમ્રવૃક્ષ નવવાર રોપવામાં આવશે અને એક કરતાં બીજીવારમાં તે વધુ ફળદાયક અને સમૃદ્ધ બનશે નવમીવાર તે તેની સમૃદ્ધિ માપી પણ નહિ શકાય એમ કહી તે પુરૂષ કયાંક ચાલ્યો ગયે” રાણેએ જાગૃત થઈ શેષ રાત્રિ ધર્મજાગરણમાં પસાર કરી પ્રાતઃકાલે રાજાને સ્વમની વાત કહી અને તેનું ફળ પૂછયું રાજાએ સ્વપ્ન પાઠકેને બોલાવી તેમની આગળ સર્વ કહી બતાવ્યું સ્વપ્ન પાઠકેએ જવાબ આપે “હે રાજન ! આ સ્વપ્નથી તમારે ઉત્તમ પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. પરંતુ નવવાર આમ્રને રેપવાથી શુ ફળ થશે તેની અમને માહિતી નથી ” પૂર્ણમાસે ધારિણીએ પુત્રને જન્મ આપે. રાજાએ તેનું ધનમાર એવું નામ પાડયું. તે દિવસે તે શાસ્ત્ર અને શસ્ત્રકળા શીખી યૌવનવય પામ્ય એ સમયે કસુમપુરના રાજા સિંહને વિમળા નામની પત્નીથી ઉત્પન્ન થએલી ધનવતી નામે કન્યા હતી એક વખત તે સખી સાથે ઉદ્યાનમાં કીડા કરતી હતી તેવામાં કોઈ પુરૂષ ચિત્રપટ હાથમાં લઈ ત્યાં આવ્યું. રાજકુમારી આ શું ચિત્ર છે તેમ ચિત્રકારને પૂછે છે, તેટલામાં તે તેની સખી કમલિનીએ તે પુરૂષના હાથમાંથી ચિત્રને પટ ઝડપથી લઈ લીધે અને ચિત્ર જોઈ બોલવા લાગી કે “અહો ! કેવું સુંદર રૂપ! આ દેવ કે નાગકુમાર!” ધનવતીએ કમલિની પાસેથી ચિત્રપટ લઈ લીધું અને તે જોવામાં લીન બની. ચિત્રકારે કહ્યું નથી આ દેવ કે નથી આ નાગકુમાર, આ ચિત્ર વિક્રમધન રાજાના પુત્ર ધનકુમારનું છે” રૂપ જોતાં જોતાં ધનવતી ધનકુમાર ઉપર રાગી બની. ત્યારબાદ એક વખત કુસુમપુરમાં અચળપુરથી હૂત આગે. સિંહરાજા પાસે તેણે ધનકુમારના રૂપ ગુણુ અને કળાની પ્રશંસા કરી તે સાંભળી સિ હરાજાએ પિતાની ધનવતી કન્યા સાથે ધનકમારને સંબંધ બાંધવા માટે તેજ દૂતને વિક્રમધન રાજા પાસે મોકલ્યા ભાવતા ભોજનસમ પિતાએ કરેલ આ વિવાહથી ધનવતી ખુબ આનંદ પામી. અને ધનકમાર પણ જેવું જોઈએ તેવું મળ્યાથી આનદ પામ્યા અને પરસ્પર પ્રીતિપત્ર લખવા માંડયાં. અને અવસરે સારા મુહુ માતાપિતાએ તેમનાં લગ્ન કર્યા. એક દિવસે અચલપુરના ઉદ્યાનમાં ચતુર્ણાની વસુંધર નામના સુનિ પધાર્યા. વિક્રમધનરાજા કુટુંબ સહિત વાદવા ગયે ધર્મોપદેશ સાભળી રાજાએ મુનિને પૂછયું “હે ભગવતી જ્યારે આ ધનકુમાર ગર્ભમાં હતું ત્યારે તેની માતાને સ્વમમા “નવવાર આમ્રવૃક્ષ ફરી ફરી રેપવામા આવશે એવું એક પુરૂષે કહ્યું હતું. તેનું શું ફળ? મુનિએ અવધિજ્ઞાનથી કેવળી પાસેથી તેને ખુલાસો મેળવી નેમિનાથનું નવભવવાળું સંપૂર્ણ ચરિત્ર કહ્યું. અને જણાવ્યું કે “ધનકુમાર નવમા ભવે બાવીશમા નેમિનાથ તીર્થકર થશે” રાજા વિગેરે સર્વ પરિવાર આ સાભળી ધર્મમા વધુ દઢ બને અને મુનિને વાદી પિતાના સ્થાનકે ગયો એક વખત ધનકુમાર ધનવતીની સાથે ક્રીડા કરવા સરોવર ઉપર ગયે. ત્યાં તેણે એક મૂચ્છ પામેલ મુનિને જોયા. ધનકુમારે તેમની શુશ્રુષા કરી સાવધ કર્યા. મુનિએ ધર્મલાભ પૂર્વક ધર્મોપદેશ આપ્યો ભાવિત ધનકુમારે ધનવતી સાથે સમ્યક્ત્વ પૂર્વક શ્રાવક ધર્મને
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy