SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, - - - - * * * * રાજ્ય કરતો હતો તેને પદ્માવતી નામે રાણ હતી રાણના અચાનક મૃત્યુથી રાજાને વૈરાગ્ય ભાવના જાગી તેથી તેણે પિતાના પુત્ર વિનય ધરને રાજ્યગાદી સેવી વરધર્મ નામના મુનિની પાસે પ્રતિબંધ પામી દીક્ષા ગ્રહણ કરી લાંબો વખત દીક્ષા પાળી વસુધર રાજર્ષિ મૃત્યુ પામી સાતમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા મગધ દેશમાં રાજગૃહ નામે નગર હતું. ત્યા વિજય નામનો રાજા રાજ્ય કરતે હતે તેને વઝા નામે શીલવતી રાણી હતી. કેટલાક કાળ ગયા પછી વસુંધર રાજાનો જીવ મહાશક દેવલેકમાથી ચ્યવી તેની કુક્ષિમા અવતર્યો. રાણીએ ચૌદ સ્વપ્ન જોયાં અને પૂર્ણ કાળે પુત્રને જન્મ થયે ત્યારે તેનું નામ જયકુમાર પાડયું યૌવનવય થયો ત્યારે તે કુમાર સુવર્ણવર્ણવાળો અને બારધનુષ્યની ઉંચાઈવાળ થયે. સમય જતાં પિતાએ રાજ્યાભિષેક કર્યો. જયકુમાર રાજ્યને રાજમર્યાદા પૂર્વક પાલન કરે છે તે અરસામાં તેના આયુધગૃહમાં ચરત્ન ઉત્પન્ન થયું. ત્યાર પછી બીજા તેર રને પણ આવી મળ્યાં.' , ત્યારબાદ જયચકી દિગ્વિજય માટે નિકળ્યા સૌ પ્રથમ માગવકુમાદેવ, વરદામદેવ, પ્રભાસદેવ, સિધુ દેવી, વૈતાયાદ્રિકુમારદેવને સાધ્યા અને ત્યારબાદ સેનાપતિ પાસે સિંધુ નિકૂટ સધાવી, તમિસાગુફામાં પ્રવેશ કરી ઉત્તરભરતાર્ધમાં દાખલ થયા. અહિં આપાત ભિલ્લને સાધ્યા. હિમવંત કુમારદેવને સાથે, ઋષભકુટ ઉપર કાકિણ રત્નવડે પિતાનું નામ લખ્યું તેમજ સિંધુને પશ્ચિમનિષ્ફટ અને ગંગાના પૂર્વ નિકૂટને સેનાપતિ દ્વારા સધાવ્યું ત્યારબાદ વિદ્યાધરોને જીતી નાટયમાલદેવને સાધી ખંડપ્રપાતા ગુફામાં પ્રવેશી ત્યાંથી દક્ષિણભારતમાં દાખલ થયા અને નવનિધિ સાધી ગગાના બીજા નિષ્ફટને સેનાપતિ પાસે સધાન્ય આ રીતે છ ખંડ સાધી જ્યચકી પિતાના નગરમાં પાછો ફર્યો. દેવેએ અને માનવીએ ચક્કીપણાને અભિષેક કર્યો જયચકવતિ ઘણે કાળ ષડ ભેગવી ત્રણ હજાર વર્ષ આયુષ્ય પાળી કેવળજ્ઞાન પામી સિદ્ધિગતિને પામ્યા ચચક્રવર્તિએ ત્રણ વર્ષ કુમારપણામાં, ત્રણ વર્ષ માલિકપણામાં, સો વર્ષ દિગિજયમાં, એક હજાર ને નવ વર્ષ ચક્રવર્તિપણામાં અને ચાર વર્ષ દીક્ષાવસ્થામાં , એમ કુલ ત્રણ હજાર વર્ષનું આયુષ્ય પોતાના જીવનકાલ દરમિયાન ભગવ્યું હતું [આ પ્રમાણે રામાયણ, નમિનાથ ચરિત્ર, હરિણચકી ચરિત્ર, અને જયચકી ચરિત્ર રૂપ સાતમું પર્વ સંપૂર્ણ.] શ્રીનેમિનાથ ચરિત્ર પૂર્વભવ વર્ણન પ્રથમ-દ્વિતીયભવ-ધનકુમાર અને સૌધર્મ દેવલોકમાં દેવ આ જંબુદ્ધોપના ભરતક્ષેત્રમાં અચલપુર નામના નગરમાં વિક્રમધન નામને રાજી રાજ્ય કરતો હતો. તેને ગુણ શીલ સંપન્ન ધારિણે નામે રાણી હતીએક દિવસે પાછલા
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy