SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ( 1 ) ર [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષે સ્વીકાર કર્યો. છેવટે ધનકુમારે રાજા ભોગવી પિતાના ધનદત્ત અને ધનદેવ બે બાંધવા અને ધનવતી રાણની સાથે વસુંધર મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. શુદ્ધ ચારિત્ર પાળી સર્વે અંતે સૌધર્મ દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયાં ત્રીજે-ચેથે ભવ-ચિત્રગતિ વિદ્યાધર અને મહેન્દ્ર દેવલોકમાં દેવ. વૈતાઢય પર્વત ઉપર સુરતેજ નામના નગરમાં સુર નામે વિદ્યાધર રાજા રાજ્ય કરતે હતું તેને વિદ્યુન્સતી નામની રાણી હતી. તેની કુક્ષિને વિષે સૌધર્મ દેવકથી એવી ધનકુમારનો જીવ અવતર્યો. પૂર્ણમાસે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યા. તેનું નામ માતપિતાએ ચિત્રગતિ પાડવું કેટલાક સમયબાદ રાણીએ ચપળગતિ. અને મને ગતિ નામના પુત્રને જન્મ આપ્યો. આ અરસામાં શિવમ દીર નામના નગરમાં અસંગસિહ રાજાને શશિપ્રભા નામની રાણી હતી. તેની કુક્ષિને વિષે સૌધર્મ દેવકથી એવી ધનવતીને જીવ પુત્રપણે અવતર્યો પૂર્ણમાસે રાણએ પુત્રીને જન્મ આપે તેનું નામ માતપિતાએ રત્નાવતા પાડયું. એક વખત અસંગસિંહે એક નિમિત્તકને પૂછયું કે “રત્નાવતીને ભર્તા કેણુ થશે” નિમિત્તકે જવાબ આપ્યો કે યુદ્ધમાં તમારું ખત્રરત્ન જે ખુચવી લેશે તથા સિદ્ધાચતનમાં જેના ઉપર પુષ્પવૃષ્ટિ થશે તે આ નવતીને પતિ થશે.” ત્યારબાદ નિમિત્તક સ્વસ્થાને ગયો કેટલાક સમયબાદ શશી પ્રભાએ કમળનામના પુત્રને જન્મ આપ્યો. આ અરસામાં ચક્રપુર નગરમાં સુગ્રીવ નામને રાજા રાજ્ય રાજ્ય કરતા હતા, તેને યશસ્વતી અને ભદ્રા નામની બે રાણીઓ હતી યશસ્વતીની કુક્ષિથી સુમિત્ર નામને પુત્ર થયે અને ભદ્રાની કુક્ષિથી પધ નામને પુત્ર થયે તેમા સુમિત્રગુણવાના અને ભદ્રિક પ્રકૃતિને હતે. પદ્મ પુર ને અવિનયી હતે આથી ભદ્રાને એક દિવસે વિચાર આવ્યો કે “સુમિત્ર આવશે ત્યાં સુધી મારા પુત્રને ગાદી નહિ મળે” આથી એણે સુમિત્રને ઝેર આપ્યું. રાજાને આની તરત ખબર પડી. તેણે ભુવા વૈદ્યો લાગ્યા પણ એર ન ઉતર્યું. ભદ્રા નાશી ગઈ. આખું કુટુંબ શોકમગ્ન બન્યું આ અરસામાં ચિત્રગતિ વિમાન માંથી પસાર થતા હતા તેણે સુગ્રીવ રાજાને શોક સહિત દીઠા, તેણે વિમાન નીચે ઉતાર્યું મંત્રથી પાણ મચ્યું અને સુમિત્ર ઉપર છાંટી તેને સચેતન બનાવ્યું. આખું કુટુમ્બ આનંદ પામ્યું. સુમિત્ર તે જાણે ઊંઘમાંથી ઉઠ હોય તેમ ઉઠી સૌને પૂછવા લાગે છે. આ બધુ શુ છે?” ત્યારે રાજાએ તેને સર્વ વૃત્તાન્ત કહી બતાવ્યે આ પછી ચિત્રગતિને વૃત્તાન્ત મંત્રીના પુત્રે સર્વને કો બધા આનદ પામ્યા. ચિત્રગતિ અને સુમિત્ર અને મિત્રો બન્યા આ અરસામાં કેવલી ભગવાન પધાર્યા. તેમને ઉપદેશ સાંભળી અને મિત્રાએ સભ્ય પૂર્વક બારવ્રત ગ્રહણ કર્યાં. અને સુગ્રીવે કેશવિ ભગવાનને પૂછયું કે ભદ્રા નાશીને ક્યાં ગઈ?” ભગવાને જવા આપે કે “તેને રસ્તામાં ચાર મળ્યા તેઓએ તેને લૂટી વણઝારાને વેચી અંતી પામી પહેલી નક્કે જઈ ચંડાલ થઈ અનેક ભવ કરશે. સુગ્રીવને વૈરાગ્ય ઉપજ્યા તેણે તેનું રાજ્ય સુમિત્રને સેપ્યું અને પિતે દીક્ષા ગ્રહણ કરી. સુમિત્રે રાજ્યને થોડું ભાગ પક્ષને સચ્ચે અને સુખ પૂર્વક રાજ્ય કરવા લાગ્યા.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy