SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ રાવ વધ] ४७ એ નાગપારામાથી મુક્ત થઈ શક્ત પણ એને તે રાવણને પિતાની શક્તિનો પર બતાવે હતું જેથી એણે નાગપાશને એમને એમ રહેવા દીધો હનુમાનને રાવણની સામે લાવવામાં આવ્યું. હનુમાને રાવણને નમન કર્યું નહિ પs રાજે કહ્યું: “હે સુદ હનુમાન ! ગામ અને લક્ષમણ જેવા નિર્મળ મનુષ્યને સ્વામી તરીકે રવીકારવાથી તારું શું કરયાણ થવાનું છે. માટે તું મારે સેવક થઈને રહે.” હનુમાને કહ્યું: “હે દુષ્ટ રાવણ! પરસ્ત્રી પર કુદષ્ટિ કરીને તે તારી નીચતાની જગતમાં જ કરી છે તાગ અધમ મનવૃત્તિ જરૂર તારું મૃત્યુ લાવશે એકલા લક્ષ્મણ તારી આખી એના નાશ કરી શકે એવા બળવાન છે, તે પછી રામની તો શી વાત જ કરવી.” રાવણને આથી ઘણે જ ગુસ્સે ચડે ને પોતાના અનુચરોને હનુમાનને ગધેડ પર બેસાઈને આખી લંકાનગરીમાં ફેરવવા હુકમ કર્યો તરતજ હનુમાને નાગપાશને તેડી નાંખે અને રાવણના મસ્તકે રહેલા મુગટને પગની લાત મારી મુગુટના ચૂરેચૂરા કરી નાંખ્યા. એ જોઈને રાવણના અનુચરે એને પકડવા દેડયા પણ હનુમાન એમ કયાં પકડાય એમ હતું ? પાદપ્રહારથી લંકાનગરીને ખેદાનમેદાન કરતે હનુમાન આકાશ માર્ગો ઉડશે ને ડીવારમાં જ રામની સામે હાજર થયા ને તેમને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો અને ચૂડામણિ રામની પાસે ધર્યો. આથી રામે સાક્ષાત્ સીતા આવ્યા હોય તેમ તેને હૃદયમાં ધર્યો. [૬] રાવણને વધ ભામંડળ, નલ, મહેંદ્ર, હનુમાન, વિરાધ, સુષેણ, અગર, જાંબવાન અને નીલ આદિ શૂરવીર રાજાઓ અને સુભટ સહિત રામલક્ષમણ લંકા પ્રતિ રાવણની સાથે યુદ્ધ કરવા રવાના થયા. રસ્તામાં સસુક, સેતુ અને સુવેલ નામના દુર્જય રાજાઓને પરાભવ કર્યો હસદ્વીપના રાજા હસરથને પણ મહાત્ કર્યો. રામની સેનાને આવતી સાંભળી રાવણે પણ પિતાની સેનાને સાબદી કરવા માંડી. રાવણનું કલ્યાણ ઈચ્છનાર વિભીષણ રાવણની પાસે આવ્યા ને કહેવા લાગ્યું કે, “હે વડિલબધુ! આપ વિનાશકારી પ્રવૃત્તિ આદરી રહ્યા છે સીતાનું હરણ કરીને આપે એક મહાન અનર્થ ઉભે કર્યો છે તે હવે આપ રાજીખુશીથી આપણું આગણે આવેલ રામને સીતા સોંપીને આપ એ અનર્વમાંથી મુક્ત થાવ! એમાં જ આપણું કલ્યાણ સમાયેલ છે હનુમાન જે ડૂત પણ કેવો–વીર્યવાન અને પરાક્રમી છે! એવા તે અનેક સુટે રામની સેનામાં છે તે આપ આ મારું કથન સ્વીકારે ” વિભીષણનાં આ વચનથી રાવણને ક્રોધ ભભૂકી ઉઠયો એના પુત્ર ઇંદ્રજીતે વિભીષણને બાયલો કો ને વિભીષણની સલાહની એણે અવગણના કરી. રાવણે ગુસાથી વિભીષણ સામે તલવાર ખેચી વિભીષણે
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy