SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ [લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ પણ પિતાનું ખર્શ રાવણની સામે ઉપાડયું. એટલામાં રાવણના ત્યાં હાજર રહેલા સુભટોએ વચ્ચે પડી બને ભાઈઓને યુદ્ધ કરતાં અટકાવ્યા. વિભીષણને મનમાં થયું કે હવે રાવણના અસત્ય પક્ષે રહેવું ચગ્ય નથી. એટલે એ રામની પાસે જવા વિદાય થયે એની સાથે રાવણની સેનાના કેટલાક સિનિકે પણ ચાલી નીકળ્યા. વિભીષણને આમ સુભટ સાથે આવતે જોઈને રામની સેના યુદ્ધ કરવા તત્પર થઈ પરંતુ વિશાળ નામના ખેચરે વિભીષણ અને રાવણ વચ્ચે બનેલ વૃત્તાંત જણવવાથી રામે સેનાને તેમ ન કરવા આજ્ઞા કરી. વિભીષણની સાધુતા વિખ્યાત હતી. વિભીષણે આવીને રામના ચરણમાં નમન કરી કહ્યું: હે રામભદ્ર! આજથી હું તમારે શરણે છું. આપનો સેવક છું.” રામે તરત જ વિભીષણને સેવક તરીકે સ્વીકાર્યો ને લંકાનું રાજ્ય તેને આપવા વચન આપ્યું રામનું સૈન્ય લંકાના પાદરમાં આવી પહોંચ્યું. એના વિશાળ લશ્કરના અવાજથી જાણે મોટો સમુદ્ર ગાજતે હેચ એ ભાસ થવા લાગ્યે રાવણ પણ પિતાના પરાક્રમી પુત્ર સહિત પ્રચડ સેના લઈને રામની સામે લડવાને માટે લંકામાંથી બહાર નીકળ્યા રાવણના લશ્કરમાં જુદી જુદી સંજ્ઞાની ધજાઓ ધારણ કરતા રણરથ હતા દ્ધાઓ પાસે અનેકવિધ અસ્ત્રો હતા અનેક પ્રકારની વિદ્યા સાધનાર વીર પુરુષ હતા. રામની સેનામાં રહેલ વાનરેએ પ્રથમ રાવણના લશ્કર સાથે યુદ્ધ ખેલવા માંડયું. એમાં રાવણના બે મહાન પરાક્રમી સુભટે હસ્ત અને પ્રસ્તને વધ રામના બે મહાન કપિસુભટે નલ અને નીલે કર્યો. એ વખતે દેવોએ આકાશમાથી વિજયની કીકીયારી કરીને નલ અને નીલ પર પુષ્પવૃષ્ટિ કરી. રાવણપક્ષના સુભટેની સારી એવી ખુવારી થઈ સૂર્ય અસ્ત થયા એટલે પ્રથમ દિવસનું યુદ્ધ બંધ થયું. બીજે દિવસે સૂર્ય ઉગતાં, અનેક પ્રકારનાં અસ્ત્રો સજીને રાવણ પિતે યુદ્ધભૂમિ પર હાજર થયો. યમરાજથી પણ ભયંકર એની મુખમુદ્રા જતી હતી રાવણને રણભૂમિમાં આવતે જોઈને રામના બળવાન અને પરાક્રમી સેનાપતિઓ પણ યુદ્ધભૂમિ તરફ પ્રયાણ કરવા લાગ્યા. રાવણની આગેવાનીથી રાક્ષસમાં નવું જોમ આવ્યું એટલે વાનરસેનાને એમણે પાછી હઠાવી દીધીઆ જોઈને સુગ્રીવે પોતાનું ધનુષ્ય રાક્ષસસેનાને સંહાર કરવા માટે ચડાવવું. પરતુ હનુમાને સુગ્રીવને ધનુષ્ય પાછું ખેંચી લેવા કહ્યું. હનુમાન પોતે રાક્ષસોની સામે લડવા ગયે. હનુમાને માલી નામના મહાભયંકર રાક્ષસને યુદ્ધમાં અસ્ત્રવિહીન બનાવી મકથા માલીની એવી દશા જોઈને વજોદર નામનો બીજો રાક્ષસ હનુમાનને મારી નાખવાની ધમકી આપતે હનુમાન સાથે યુદ્ધ ખેલવા લાગ્યા બનને વચ્ચે ઘણીવાર સુધી યુદ્ધ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy