SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ [[લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ રસ અને મોક્ષને અધિકારી બને છે. એ માટે આ પ્રાણીઓને હોમીને હું પણ મરણ બાદ મોક્ષને અધિકારી બનીશ” આ પ્રમાણે મરૂત રાજાએ જવાબ દીધે. . , પછી મેં તેમને જણાવ્યું કે “હે રાજન્ ! આ બધું મિથ્યા છે. શરીર એ ય છે અને આપણે જે કષાય છે એ અંદર હોમવા માટેની સાધનસામગ્રીઓ છે. જે માણસ પિતાના કુકર્મોને એ યજ્ઞમાં હોમે છે એ જ માણસ સાચા મેક્ષનો અધિકારી બને છે. આમ યજ્ઞ કરીને મૂંગાં પ્રાણીઓને હામવાથી તે આપણે નરકના જ અધિકારી બનીએ છીએ આપ તો વિદ્વાન અને મહાન બુદ્ધિશાળી છે, તે આપ આવાયો બંધ કરી ને પશુઓને અભયદાન આપો.” “મારૂ આ કહેવું સાંભળીને યજ્ઞ કરાવનાર બધા પુરોહિત ગુસ્સે થઈ ગયા તેમણે હાથમા દંડ અને લાકડાં લઈને મને મારવા માંડયો. ત્યાથી નાસીને હું તમારી પાસે આવ્યો છું; તમારે એ મરૂત રાજાને આવા પાપકર્મમાથી પાછા વાળ જોઈએ” તરત જ રાવણ મરૂત રાજા પાસે ગયો ને હિંસાત્મક યજ્ઞનું મિથ્યાત્વ તેણે મરૂત રાજાને કહ્યું અને બંધ કરવા તેણે આજ્ઞા કરી. રાવણે મહાન શક્તિશાળી છે એ વાતની મરૂત રાજાને ખબર હોવાથી એ ય બંધ કર્યો ને એ રીતે અસંખ્ય પશુએની તલ થતી અટકી ગઈ રાવણે નારદમુનિને પુછયું કે “આવા ચડ્યો ક્યારથી શરૂ થયા હશે?” ' નારદમુનિએ કહ્યું: “હે રાવણ! આ યજ્ઞની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે હું કહું છું. ચેદી નામના દેશમાં મુનિસુવ્રત સ્વામીના સમયમાં અભિચદ્ર નામને રાજા શુક્તિમિતી નામની નગરીમાં રાજ્ય કરતો હતે. એને વસુ નામે એક પુત્ર હતું. એ વસુ સીરકદબ નામના એક ગુરુ પાસે અભ્યાસ કરતો હતો. ક્ષીરદબો પુત્ર પર્વત, હું, અને વસુ ત્રણે જણ સાથે જ અભ્યાસ કરતા હતા. એક દિવસ અમે ત્રણે જણ રાત્રિના સમયમાં અગાશીમાં સૂતા હતા એ વખતે બે ચારણમુનિ આકાશમાં ઉડી રહ્યા હતા, એ લોકેએ અંદરે અ દર વાત કરતા કહ્યું કે આ ત્રણ જણમાંથી બે જણ મરીને નરકમાં જશે ” એમનું કહેવું અમારા ગુરુના કાને પડ્યું. એમને એથી ઘણું જ દુઃખ થયું. અમારા ત્રણમાંથી કણ બે જણ નરકમાં જશે? એ વાતની ખાત્રી કરવા એમણે અમને એક એક કુકડા આપે ને કહ્યું કે “જ્યાં કઈ દેખે નહિ એ જગાએ તમારે આ કુકડાને મારી નાંખવે" અમે ત્રણે જણે કૂકડાને લઈને જંગલમાં ચાલવા માંડયું. વલ્સ અને પર્વત કેઈ નિર્જન સ્થળે ગયા અને તેમણે કુકડાને મારી નાખ્યું. હું જંગલના એક છેડે ગયા અને કુકડાને મારી નાખવાને મેં વિચાર કર્યો. પણ મને વિચાર થયો કે અહિ લેકપાળે જુએ છે. દિક્ષાળે જુએ છે, હું જોઉં છું તે મારે કુકડાને મારી નાંખ જોઈએ નહિ. એવા વિચારથી કુકડાને માર્યા સિવાય હું પાછો ફર્યો, અમે ત્રણે જણ ગુરુની સમક્ષ હાજર થયા. પેલા બે જણાએ કુકડો માર્યો હતે. મેં કુકડે શા માટે ન માર્યો એ વાત ગુરૂને મેં કારણ સાથે જણાવી મારા કથનથી અને કાર્યથી ગુરુને મનમાં ખાત્રી થઈ કે આ છોકરા
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy