SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ wwwwwwwan haw new momponenter ww [લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ સેનાના પડાવ નાંખવાના હુકમ કર્યાં. રાવણે શૈવાના નિર્મળ નીરમાં સ્નાન કર્યું અને શુદ્ધ વસ્ત્રો પહેરી રેવા નદીની સુવર્ણ વ્રતી પટમાં અહુ તની રત્નમય પ્રતિમા સ્થાપન કરી પૂજા કરવા ખેઠા. ખરાખર એજ સમયે રેવા નદીમાં એકાએક ઘેાડાપૂર આવ્યું. પૂરના પ્રચંડ વેગને લીધે કાઠે નાંગરેલા વહાણા પાણીમાં તણાવા લાગ્યા કાંઠા પરનાં આડા મૂળમાંથી ઉખડી જવા લાગ્યાં ને ચારે તરફ જળચા ઉછળી ઉછળીને કાંઠા પર પછડાવા લાગ્યાં. એ પૂરનું એક પ્રચર્ડ માજી રાણે સ્થાપેલ અર્હુતની પ્રતિમા પર અથડાયું ને રાવણે કરેલી પૂજામાં ભંગ પાડચેા. આ જોઇને રાવણને હૃદયમાં ભારે કાપ વ્યાપી ગયા. એનુ મગજ ક્રોધથી વાપૂવા થઈ ગયું. એણે પેાતાના અનુચરાને મેલાવીને કહ્યું કે મારા બહાદુર અનુચરા ! આવું મહાન પુર અહિ મેાકલીને અહંતની પૂજામાં ભ`ગ કરાવનાર દુષ્ટ વ્યક્તિ કાણુ છે? તે કોઈ વિદ્યાધર છે ? કાઈ વાનર છે ? કોઈ દેવ છે ? કાઇ દાનવ છે ? ક્રાણુ છે એ અધમ નર ? જલદી તપાસ કરી મને જવાબ આપા!? ( ' એ વખતે એક વિદ્યાધરે આવીને રાવણને સમાચાર આપ્યા કે, “હે નાથ ! અહિંથી ચેડે જ દૂર આવેલ સાહિષ્મતી નગરીમાં સહસ્રાંશુ નામે રાજા છે. તે મહાન પરાક્રમી અને ખળવાન છે. અનેક રાજાએ એના ખંડિયા છે, એ રાજાએ પાતાની રાણીઓની સાથે જળકીયા કરવા માટે રેવા નદીમા એક ખધ માંધી જળને રોકી લીધું હતું. હજારા સૈનિક રેવા નદીના કાંઠા પર ચાકી કશ્તા ઉભા હતા જ્યારે જળકીયા પૂરી થઈ ત્યારે તે રાજાએ સેવાના રાકી રાખેલા જળને છૂટા મૂકી દીધાં જેથી નદીમાં ભારે પૂર આવ્યું. એ જળનાં પૂરે આવીને તમારી અર્હુતની પૂજામાં લગ પાડયા, એની ખાત્રી માટે આપ જોશે તે જણાશે કે આ પૂરનાં પાણી પર સહસ્રાંશુ રાજાની રાણીઓએ માથે ખાંધેલ વેણીનાં ફૂલ તરે છે. આ અપકૃત્યનું કારણ રાજા રહસ્રાંશુ છે, અન્ય કાઇ નથી.” વિદ્યાધરનું કહેવું સાંભળીને રાવણુ ઘણુા જ કાપાયમાન થયે ને એણે કહ્યું: “ એ રાજાએ જળક્રીડા કરીને દુષિત કરેલું' જળ અહિં` રેલાવી અહુ તની ભક્તિમાં ભગ પાડયો છે માટે મારે એને ચેાગ્ય શિક્ષા કરવી જ રહી. “હું મારા પરાક્રમી વીશ ! તમે એના નગરમાં જાવ અને સહસ્રાંશુ રાજાને માંધીને મારી સામે હાજર કરા.” રાવણુની આજ્ઞા માથે ચડાવીને એના અનુચરા તરત જ સહસ્રાંશુ રાજાને પકડવા ઉપડયા અને સહસ્રાંશુ રાજાના સૈનિકો તથા રાવણના અનુચરા વચ્ચે ઘણું જ ભયંકર યુદ્ધ થયું. રાવજીના અનુચરાએ સહસ્રાંશુના સૈનિકાની ભારે ખુવારી કરી. સહસ્રાંશુને એ વાતની જાણુ થતાં જ તે રાવણુની સેનાની સામે આવ્યે અને પેાતાના અદ્ભુત વિદ્યામ ત્રથી એણે રાવણની સેનાને ભગાડી મૂકી, 1 પેાતાની સેનાને આમ રણક્ષેત્રમાંથી પાછી ભાગી આવતી જોઈને રાણુને ઘણા જ ખેદ થયા. તેણે તરત જ પેાતાનુ ચદ્રહાસ નામનું દૈવી ખડ્ગ હાથમાં લીધુ અને સહસ્રાંશુ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy