SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ~~ - - - - - લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, એમ નથી. એટલે સર્વભૂતેમાં સમઢષ્ટિ રાખનાર એ મુનિએ વાનરના કાનમાં સર્વપાપહારી નવકારમંત્ર કો. નવકારમંત્ર સાંભળતાં સાંભળતાં વાનરને જીવનદીપ બુઝાઈ ગયે. મરીને તે વાનર અબ્ધિકુમાર નિકાય નામના દેવલોકમાં દેવતા થયે દેવતારૂપ થએલા એ વાનરે અવધિજ્ઞાનથી પિતાને પૂર્વભવ જાણી લો. એથી એ પેલા મુનિને વંદન કરવા માટે આવે પરંતુ તડિકેશના અનુચરે વાનર પર ત્રાસ ગુજારતા એની નજરે પડયા આથી એણે તડિસ્કેશના અનુચ પર પ્રહાર કરવા માંડ્યા તડિકેશ તરત જ તે જગાએ આવી પહોંચ્યા અને એની પૂજા કરવા લાગ્યું. પેલા દેવતાના રૂપમાં રહેલા વાનરે તરત જ તાડિત્યેશને પિતાની ઓળખાણ આપી. ત્યારબાદ બન્ને જણ પેલા સુનિની પાસે આવ્યા અને પિતાના બનને વચ્ચે શાથી વેરભાવની લાગણી જન્મી હતી તેનું કારણ પૂછયું સુનિએ એ બન્નેને પોતાની નજીક બેસાડયા તે જણાવ્યું કે, “હે લંકાપતિ તાડિકેશા પૂર્વજન્મની અદર તું શ્રાવસ્તિ નગરીની અદર એક પ્રધાનને પુત્ર હતું અને આ વાનર એક શિકારી હતો. સંસારથી વિરક્ત થઈને તે દીક્ષાવ્રત ગ્રહણ કર્યું. કાશીમાં તે દીક્ષા લીધી દીક્ષા લઈને તું વિહાર કરતે હતો ત્યાં પેલા શિકારીએ તને બાણથી વિધી નાખ્યો શુભ અવસ્થામાં મૃત્યુ પામેલ હોવાના કારણે તે દેવતા થયે. ત્યાંથી ચ્યવીને તું અહિ લંકાપતિ થયે પેલે શિકારી નરકની ઘર યાતનાઓ ભોગવીને લંકામાં વાનરરૂપે જન્મે.” પેલે દેવતા આ વાત સાંભળીને અંતર્ધાન થશે. તડિકેશ દુઃખી હૃદયે પિતાના નિવાસસ્થાન તરફ પાછા વળે. થડા દિવસ વિત્યા એટલે તડિત્યેશે લંકાની ગાદી પર પિતાના પુત્ર સુકેશને સ્થાપિત કર્યો અને પિતે દીક્ષા અંગિકાર કરી કાળક્રમે મૃત્યુ પામીને એણે પરમપદ પ્રાપ્ત કર્યું. આ બાજુ રાજા ઘનોદધિએ પણ પિતાના પુત્ર કિષ્કિ ધિને રાજ્ય સેથી દીક્ષા લીધી. આજ અરસામાં રથનુપૂરમા અશનિવેગ રાજા રાજ્ય કરતો હતો એને બે મહા પરાક્રમી પુત્રો હતા. એમના નામ અનુક્રમે વિજયસિંહ અને વિગ હતાં. અને પુત્રોની વીરતા જગવિખ્યાત બની હતી. આદિત્યપુરના રાજા મંદિરમાળીની શ્રીમાળા નામની રાજકુવરીને સ્વયંવર છે એના સમાચાર અશનિવેગના દરબારમાં આવી પહોંચ્યા એ સમાચાર સાંભળીને વિજયસિંહ અને વિદ્વેગ સવયંવરમાં જવાને તૈયાર થયા એ સ્વચ વરમાં શ્રીમાળાને મળવવા દેશદેશના રાજાઓ એકઠા થયેલા હતા કિષ્કિથી પણ એ સ્વયંવરમાં એના અનુજબધુ અધકની સાથે હાજર હતે શ્રીમાળા વરમાળા લઈને સભામાં હાજર થઈ. એક પછી એક રાજા એણે જોવા માંડયા પણ કેઇ રાજા પર એની આંખ ઠરતી નથી, કિર્કધીને જોતા જ એના હદયમાં પ્રેમની લાગણી થઈ આવી. એણે તરત જ વરમાળા કિડ્ઝ - ધીના કંઠમાં આપી. બધા રાજાઓ મો વકાસીને જોઈ રહ્યા આ જોઈને વિજયસિંહને
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy