SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - રાવણ જન્મ ક્રોધાગ્નિ તરત જ બુઝાઈ ગયે. એનું મન અને હૃદય કાચ જેવાં નિર્મળ થઈ ગયાં અને એની વિચારધારામાં સદ્ભાવનાનાં જળ સિંચાયાં એણે પિતાના સૈન્યને આગળ વધવાની મના કરી દીધી. કીર્તિધવલની શુભ સલાહ અનુસાર એણે સ્વહસ્તે કન્યાદાન દીધું અને શ્રીકંઠને વેરે પદ્યાનાં લગ્ન કર્યાં લગ્નની ક્રિયાવિધિની પતાવટ બાદ પુષ્પોત્તર રાજા પિતાના સૈન્ય સાથે પિતાના નગર તરફ પાછા વ કાતિધવલે એને ભાવભીનું વિદાયમાન આપ્યું. શ્રીકંઠે કીર્તિધવલને ઘણો જ આભાર માન્ય અને પિતાને નગર જવા પિતાનો વિચાર જણાવ્યું કીર્તિધવલના મનમાં એક બીજો જ વિચાર રમતે હેવાથી એણે શ્રીકઠને જણાવ્યું કે “હે શ્રીકંઠ! તું હવે મારા રાજ્યની અંદર જ રહે ! તુ મારા એક નાના ભાઈ જે જ છે. તારે હવે મારા રાજ્યની હદ છોડીને બીજે કયાંય જવાનુ નથી” ગ્રીક છે કીર્તિધવલની આ આજ્ઞાનો સહર્ષ સ્વીકાર કર્યો કીતિધવલે પિતાના રાજ્યમાં આવેલ વાનરદ્વીપ નામનો પ્રદેશ શ્રીકઠને સોંપી એને એ પ્રદેશને રાજા બના એ પ્રદેશમાં આવેલ કિકિયા નામના નગરને રાજધાની બનાવવામાં આવ્યું આ પ્રદેશની એક વિશેષતા એ હતી કે ત્યાં પુષ્કળ પ્રમાણમાં વાનરે રહેતા હતા શ્રીકઠને વાનરે પર ઘણું જ હેત હતું. એટલે એણે પોતાના રાજયના લેકીને વાનરની હિંસા કરવાની મનાઈ ફરમાવી આ મનાઈ હુકમના કારણે ત્યાંના વાનરે નિર્ભય મને વિચરવા લાગ્યા એ જોઈને એ પ્રદેશની બહાર વસતા અન્ય પ્રદેશના વાનરે પણ ત્યાં આવીને વસવા લાગ્યા. શ્રીકઠ નિષ્કટક રીતે રાજ્ય ચલાવતા હતા એને વાકઠ નામે એક પરાક્રમી પુત્ર થયે એક દિવસ શ્રીકઠના મનમાં જિનેશ્વરની યાત્રા કરવાને મનસુબો જભ્ય. એણે પરમ તીર્થધામરૂપ ન દીશ્વરદીપની શાશ્વત ચાત્રાએ જવાને નિશ્ચય કર્યો એણે પિતાનું વિમાન તૈયાર કર્યું અને યાત્રાએ જવા નીકળે રસ્તામાં એક પર્વત એળગતાં એન વિમાન સ્મલિત થયું આમ અધવચ્ચે જ એ અટકી પડશે. યાત્રા કરવાની ઈચ્છા મનમાં જ રહી ગઈ આથી નિવેદ પામી એણે તરત જ વજકંઠને રાજ્ય સેંપી દીક્ષા ગ્રહણકારી અને દીક્ષાને સમ્યફ રીતે પાળીને તેણે સિદ્ધિગતિ મેળવી. આ જ કુળની અંદર અનુક્રમે ઘોદધિ નામનો એક રાજા થયે એના અરસામાં લકામા તડિત્યેશ નામને રાજા રાજ્ય કરતે હતે એને શ્રી ચંદ્રા નામની સ્વરૂપવાન રાણી હતી. એક દિવસ તડિકેશ શ્રીચદ્રાની સાથે રતિક્રિડા કરતે પિતાના ઉદ્યાનની અંદર વિચરી રહ્યો હતો એવામાં અચાનક એક દિશાથી એક વાનર દોડતે ત્યાં આવી પહો અને શ્રીચંદ્રાના સ્તન ઉપર એણે ઉઝરડા ભર્યા આ જોતાં જ તડિકેશ કે પાયમાન થઈ ગયે. એણે પિતાના ધનુષ્યને પિતાના રથ પરથી હાથમાં લીધું ને વાનર પર જોરથી ફેકયું આ બાણના સચોટ પ્રહારથી પેલે વાનર ઉછળીને બાજુના એક ઝાડ નીચે થાન ધરતા એક મુનિની પાસે જઈ પડયે સાધુએ વાનર સામે જોયુ વાનરના શરીરમાથી ધખધખ કરતું રક્ત વહી જતું જઈને મુનિને લાગ્યું કે વાનર હવે વધુ જીવી શકે
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy