SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ રાવણ જમ]. મનમાં ઝાળ વ્યાપી ગઈ એણે તરત જ પિતાના સ્થાનમાંથી તરવારને ખેંચી અને તે કિપીને મારવા માટે દેડ. બન્ને પક્ષના માણસે યુદ્ધ લડવાને માટે સજજ થઈ ગયા ખૂબ દારૂણ યુદ્ધ બને પક્ષો વચ્ચે ખેલાવા લાગ્યું. પ્રિન્કિંધીની મદદે એને નાનો ભાઈ અંધક દેડી આ એણે વિજયસિંહના મસ્તકને એક જ તરવારને ઝાટકે મારી ધડથી જુદું કર્યું. વિજયસિંહ તરત જ મરણ પામ્યું. કિષ્કિધી શ્રીમાળાને લઈ પોતાના નગરમાં મહા આનંદની લાગણી અનુભવતે પાછો વળે. આખા નગરમાં એક મહા ઉત્સવ જેવું વાતાવરણ થઈ રહ્યું. આ બાજુ વિજયસિંહના પિતા અશ વેગને વિજયસિંહના મૃત્યુના સમાચાર મળ્યા એને કિષ્ઠિધી રાજા પર ઘણો જ ક્રોધ ચડો એણે એક પ્રચંડ સેના તૈયાર કરી અને કિકિધા નગરી પર ચડાઈ કરી. બન્ને પક્ષે એક ઘેરતમ યુદ્ધના મંડાણ મહાયાં. બન્ને પક્ષે સારી એવી માનવખુવારી થઈ. કિષ્કિ ધી રાજાના પક્ષમાં સૌથી મહાન અને બળવાન કઈ પણ વ્યકિત હોય તે તે અંધક હતે અશનિવેગે અંધકને શિરચ્છેદ કર્યો ત્યારે કિષ્કિ. ધિરાજા, રાક્ષસે અને વાનરે લશ્કરમાં આમતેમ દોડવા લાગ્યા અત્તે તેઓ બધા યુદ્ધભૂમિ છેડીને પાતાળ લંકામાં નાસી ગયા. અશનિવેગે ત્યાં એક નિત નામના બેચરને રાજા બનાવ્યું અને પોતે પિતાની નગરીમાં પાછો ફર્યો અશનિવેગના ત્રીજા પુત્રનું નામ સહસ્ત્રાર હતું. રાજસુખ ભોગવતાં ભોગવતાં અશનિવેગ વૃદ્ધાવસ્થાને પામ્યું એટલે એણે પોતાનું રાજ્ય સહસ્ત્રારને સેપ્યું અને દીક્ષાવ્રત ગ્રહણ કર્યું. પાતાળ લંકામાં રહેલા સુકેશને અનુક્રમે માળી, સુમાળી અને માલ્યમાન એમ પ્રતાપી ત્રણ પુત્રો થયા કિષ્કિન્ધી રાજાને આદિત્યરાજા અને કડક્ષરજા એમ બે પુત્રો થયા. યુકેશના પુત્રો બહુ જ બળવાન અને શૂરવીર હતા એમણે ચેડા જ વખતમાં લકા પર ચડાઈ કરી અને નિર્ધાત ખેચરને વધ કરી લંકાનુ રાજ્ય પાછુ સર કર્યું. લંકાની ગાદી પર માળીને બેસાડવામાં આવ્યો. કિષ્કિ ધા નગરીમાં આદિત્યરજા રાજા તરીકે બેઠે. અશનિવેગના પુત્ર સહસ્ત્રારને ચિત્તસુંદરી નામે એક સ્વરૂપવાન અને શિયળવાન રાણી હતી. એ ગર્ભવતી હતી. એને એક વખત એ દેહદ (ઈચ્છા) થયો કે “મારે ઇંદ્ર સાથે સંભોગ કર ” એને મનમાં મુંઝવણ થવા લાગી કે મારે આ વાત સહસારને જણાવવી કે નહિં? અંતે એ વાત સહસ્ત્રારને જણાવવી એ એણે મનમાં નિશ્ચય કર્યો એક દિવસ એણે એ વાત સહસ્ત્રારને જણાવી સહસ્ત્રાર પાસે એક એવી મંત્રસિદ્ધિ હતી કે તે ધારે તેવું સ્વરૂપ એ મંત્રબળે ધારણ કરી શકે. એથી એણે ઈદ્રનું સ્વરૂપ ધારણ કર્યું અને એ રીતે ચિત્તસુંદરીને દેહદ પૂરો કર્યો આથી ચિત્તસંદરીને જે બાળક અવતર્યો. એનું નામ ઇદ્ર રાખવામાં આવ્યું. ઈદ્ર ભારે સ્વરૂપવાન અને તેજસ્વી બાળક નીવડયો ઉમર થતાં સહસારે દીક્ષા લીધી અને ઈદ્રને ગાદી પર સ્થાપિત કર્યો ઈન્દ્ર રાજ્યગાદી ઉપર આવ્યા પછી દેવલોકના ઈન્દ્રની પેઠે તેણે કપાળ વિગેરેની વ્યવસ્થા કરી સાચા ઈન્દ્ર જેવો ભાસ ઊભે કર્યો
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy