SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૮ ] શ્રી કપૂરવિજયજી ૬. જીવિત સહુને વહાલુ છે એમ લક્ષ રાખી આજ્ઞાયુક્ત ચાત્રા કરવી લેખે થાય છે. ૭. સહુ સાથે મૈત્રી, દુ:ખી પ્રત્યે દયા, સદ્ગુણી પ્રત્યે પ્રમાદ અને પાપી પ્રત્યે ઉપેક્ષા ભાવના રાખવાથી જ કરવામાં આવતી કરણી લેખે થઈ શકે છે. ૮. અનીતિને! સર્વથા ત્યાગ જ કરીને નીતિસેવન કરવાથી જ યાત્રા લેખે થાય છે. ૯. અનીતિવતનું મગજ ધર્મકરણીમાં ચાંટી શકતું નથી, તેથી જ નીતિની જરૂરિયાત છે. ૧૦. પ્રભુનાં આજ્ઞા-વચનને યથાશક્તિ અનુસરવાથી જ શ્રેય થઇ શકે છે. ૧૧. નિર્મળ તત્ત્વશ્રદ્ધા, આધ અને આચરણુવડે જ કલ્યાણ સાધી શકાય છે. ૧૨. ક્ષમા-નમ્રતા–સરલતા-સતેષ અને ઉદારતા આદરી, ધર્મ ચાગ્યતા મેળવવાથી મેાક્ષમાર્ગ સુલભ થાય છે. ચેાગ્યતા વગર વસ્તુધર્મની પ્રાપ્તિ થઇ શકે નહીં. ૧૩. પિવત્ર તીર્થને ભેટી કુસન માત્ર તજી દેવું અને ધર્મબ્યસન જ સેવવુ. ૧૪. જંગમતી સમા સદ્ગુણી સંત-મહાત્માદિનું સન્માન કરી દોષમાત્ર દૂર કરી દેવા. તેમની નિઃસ્વાર્થ હિતશિક્ષા પર લક્ષ દઈ જરૂર તેને અનુસરવુ.
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy