SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ જપના અર્થ એવી છે કે જે શબ્દ ઈશ્વર કે ભગવાનના કોઈપણ નામનું - સૂચન કરતે હોય, અથવા જે શબ્દ મંત્રપદ તરીકે માન્ય થયેલે હોય, અથવા ગુરુએ શિષ્યને અનુગ્રહબુદ્ધિથી જે શબ્દ કે શબ્દનું રટણ-ચિન્તન કરવાનું કહ્યું હોય, તેના રટણને જપ સમજ. - અહીં એટલી સ્પષ્ટતા જરૂરી છે કે ઈશ્વર કે - ભગવાનનું કોઈ પણ નામ શાન્તિમંત્રનું કામ કરનારું હોઈ એક પ્રકારનું મંત્રપદ જ ગણાય છે અને ગુરુએ શિષ્યને - અનુગ્રહબુદ્ધિથી જે શબ્દ કે શબ્દનું રટણ-ચિંતન કરવાનું કહ્યું હોય, તે પણ મંત્રનું રૂપ ધારણ કરે છે, તેથી છેવટે તો મંત્રરૂપ શબ્દના રટણને જ જપ સમજવાનો છે. - આપણે દશ માણસેને ભેગા કરીને પૂછીએ કે “તમે જે૫ કરશે?” તે તેઓ તરત પૂછશે કે “કયા મંત્રનો?” " એટલે જ તો મંત્રપદનો જ થાય, એ આપણે સંસ્કાર રૂઢ ' છે અને તેને ખ્યાલમાં રાખીને જ આપણે ચાલવાનું છે. અગ્નિપુરાણમાં જપને લાક્ષણિક અર્થ આ પ્રમાણે કરવામાં આવ્યું છે जकारो जन्मविच्छेदः, पकारो पापनाशकः । .. तस्माजप इति प्रोक्तो, जन्मपापविनाशकः ॥ જપ શબ્દ બે અક્ષરનો બનેલો છે. એક જ અને બીજો પ, તેમાં) જ જન્મનો વિચ્છેદ કરનાર છે અને એ પાપનો નાશ કરનાર છે. આ રીતે જન્મ અને પાપને વિનાશ કરનાર હોવાથી તે જપ કહેવાય છે.”
SR No.011618
Book TitleJap Dhyan Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAradhana Vastu Bhandar
Publication Year1974
Total Pages477
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy