SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ રત્નાકરાવતારિકાને પ્રથમ પેરેગ્રાફ તેમની અનુપ્રાસ–રચનાની કુશળતાને સુંદર નમૂનો છે. વળી, ઇન્દ્રિય પ્રાપ્યારિતાવાદનું પ્રકરણ પદ્યમાં જ લખ્યું છે. તેમાં તેમના કવિત્વનો ચમકાર પણ દેખા દે છે, દાર્શનિક વિષયને કવિકલ્પનામાં ઉતાર એ સરળ કામ નથી છતાં પણ આ પ્રકરણમાં તેઓ દાનિક કવિ તરીકેની છાપ ઊભી કરી શક્યા છે. ઉપરાંત અનેક ઈદમાં એ પ્રકરણ રચીને છન્દ શાસ્ત્રનું પ્રાવીણ્ય પણ દાખવ્યું છે. વળી, શબ્દચાતુરી અને વ્યાકરણચાતુરી તેમણે ઈશ્વરકત્વના નિરાકરણ પ્રસંગે દાખવી છે તે તેમના પાંડિયનો નમૂનો છે. તેમાં તેમણે તિ” તે ક્રિયાના એ જ પ્રત્યયો, લિ' બા” “e”—નામના એ ત્રણ જ પ્રત્યયો, તથા ત થ દ ધ “ન” “પર બ ભ મ ય ? લ “વ આ ૧૩ વણે વાપરીને જ પૂરી ચર્ચા કરી છે, અને પોતાનું શબ્દ સામર્થ્ય પ્રકટ કર્યું છે (અવતારિકા-૨.૨૬). આમાં કોષ અને વ્યાકરણ બનેની નિપુણતા દેખાઈ આવે છે. દાર્શનિક પાંડિત્યનું પ્રમાણપત્ર તે આચાર્ય વાદી દેવમૂરિએ જ તેમને આપી દીધું છે કે તેમના સ્યાદ્વાદરત્નાકરની રચના જે રત્નપ્રભ જેવા સહાયક હોય પછી દુષ્કર શાને બને ? આચાર્ય રત્નપ્રભ માત્ર સંસ્કૃતના જ વિદ્વાન હતા એમ નથી પરંતુ પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના પણ પંડિત હતા તેમ નિશ્ચય કરી શકાય છે. આ. રત્નપ્રભના ગ્રન્થો– (૧) આ. રત્નપ્રભે પ૦૦૦ શ્લેક પ્રમાણ પ્રસ્તુત નાકરાવતારિકા ઉપરાંત નીચેના ગ્રન્થ લખ્યા છે– (૨) ઉપદેશમાલાની દોટી ટીકા-આમાં તેમણે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું પાંડિત્ય દાખવ્યું છે. આ પ્રર્વની સિદ્ધર્ષિની ટીકા હતી પરંતુ આમાં ઉપદેશ માટે કથાઓને સમાવેશ અને ભાષામાં વિશેષરૂપે કરવામાં આવ્યો છે તેથી આને પોતે વિશેષરૂતિ એવું નામ આપ્યું છે પરંતુ તે ઘટ્ટી નામે પ્રસિદ્ધ છે. આ વૃત્તિ ભરૂચમાં પૂર્ણ કરી છે અને તેમના અનેક સાથીઓએ આનું સંશોધન કર્યું છે. રચના વિ. ૧૨૩૮માં અને બ્લેકપ્રમાણ ૧૧૧૫૦ છે. આનું પ્રકાશન ધનજીભાઈ દેવચંદ ઝવેરી, મુંબઈ–એમણે ઈ. ૧૯૫૮માં કર્યું છે. અને સંપાદન આચાર્યશ્રી હેમસાગરસૂરિએ કર્યું છે. (૩) નેમિનાથ ચરિત્ર– અરિષ્ટનેમિચરિત ] ૧૩૬૦૦ કલેક પ્રમાણ પ્રાકૃતમાં રચાયેલ આ ગ્રન્ય હજી મુદિન થયો નથી. તેની પ્રશસિત પાટણ કેટલોગ (ગાયકવાડ)માં આપવામાં આવી છે (પૃ. ૨૫૦). જૈન પુસ્તક પ્રશક્તિ સંગ્રહ (સિંધીગ્રન્થમાલા) પૃ. ૧૪૨ માં લિપિકારની પ્રશસ્તિ છે. નેમિનાથનું ચરિત્ર રત્નપ્રભ જેવા સુવિના હાથે આલેખાય તેમાં બધા રશે સમાવેશ પામે તેમાં કાંઈ આશ્ચર્ય નથી, દુર્ભાગ્ય છે કે હજી આવું મહત્વનું મહાકાવ્ય પ્રકાશિત થયું નથી. નાગારમાં આ કથા સંભળાવવામાં પણ આવી હોય એમ પ્રશસ્તિ ઉપથી @ાય છે. નાયકીર્તિ અને દેવભદે આનું સંશોધન કર્યું છે.—એમ રત્નપ્રભાચાર્ય પ્રશસ્તિમાં જણાવે છે. વિ. ૧૨૩૩માં આની રચના થઈ છે.
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy