SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ તેમણે રત્નાકરાવતારિકાની પ્રશસ્તિમાં માત્ર દેવસૂરિને ઉલ્લેખ કર્યો છે. પણ તેને રચના સંવત દી નથી. ઉપદેશમાલા ટીકાની રચના વિ ૧૨૩૮માં કરી છે અને નેમિનાથ ચરિત્રની રચના વિ. ૧૨૩૩માં. આથી સ્પષ્ટ છે કે આ બંને ગ્રન્થ આચાર્ય દેવસૂરિ ના અવસાન પછી લખાયા છે. પરંતુ રત્નાકરાવતારિકા તે દેવસૂરિની વિદ્યમાનતામાં જ લખાઈ હશે, કારણ તેમાં તેમણે આ. ભદ્રેશ્વરનો ઉલ્લેખ નથી કર્યો. ' '' તેમના સમય વિષે એટલું કહી શકાય કે કુમુદચન્દ્રના વાદ પછી વાદી દેવસૂરિએ સ્યાદ્રા દરત્નાકરની રચના કરી હશે એથી વાદ વિ. ૧૧૮૨માં થયા પછી ક્યારેક રત્નપ્રભને સંપર્ક વાદી દેવસૂરિ સાથે માનીએ તે તેમનો સમય વિ. ૧૧૯થી ૧૨૩૮ સુધીનો માનવામાં કશી બાધા નથી. કારણ વિ. ૧૨૩૮માં તેમણે ઉપદેશમાલા ટીકા પૂર્ણ કરી છે, તેથી ત્યાં સુધી તેમને સત્તાસમય માનવામાં વાંધો હોઈ શકે નહિ. પૂર્વાવધિ ૧૧૯૦ જે મૂકી છે તે તેમના જન્મની નહીં પણ વાદી દેવસૂરિ સાથેના સંપર્કની મૂકી છે. સંભવ છે તેથી પણ પહેલા તેઓને સંપર્ક થયો હોય. પરંતુ ૧૧૯૦ માં તે થઈ જ ગયા હશે એમ માની શકાય છે. દેવસૂરિના શિષ્ય વિજયસેન રત્નપ્રભના દીક્ષાગુરુ છે. એ હકીકત પણ દયાનમાં લેવી જરૂરી છે. આચાર્ય રત્નપ્રભ વિષે પ્રભાવક ચરિતમાં દેવસૂરિના વાદ પ્રસંગે કશે ઉલ્લેખ નથી. પણ પ્રબંધચિંતામણિમાં (પૃ. ૩૭) કુમુદચન્દ્ર અને રત્નપ્રભ પ્રસંગ છે. - પ્રબંધચિંતામણિમાં રત્નપ્રભને દેવસૂરિના પ્રથમ શિષ્ય એટલે કે મુખ્ય શિષ્ય જણવેલ છે. તેઓ ગુપ્ત વેશે સનદયા ટાણે કુમુદચન્દ્રના નિવાસે ગયા પછી નીચે પ્રમાણે સંવાદ પ્રબંધ ચિ. વેંધે છે. 'કિo] “તુ કોણ છે ?” [૨૦] “વ છું” ' હું કરું ?” તું કૂતરે છે? : “તેરે કોણ ?” ” “તું” , ' “તું કોણ ? દેવ છું” ઇત્યાદિ. - આમાં માત્ર રત્નપ્રભની વાગ્મિતાની પ્રશંસા માટે પ્રબંધ ચિંતામણિ આ ઘટનાને ઉલ્લેખ કરે છે, એમ જ માનવું રહ્યું. વસ્તુતઃ આવું કાંઈ બન્યું હશે એમ માની લેવાની જરૂર નથી. વચનચાતુરીનું પ્રદર્શન કરવાનું ઔસ્ક્ય ટાણે ટાણે કરવાની પ્રકૃતિ રત્નપ્રભાચાર્યમાં હશે જ એની સાક્ષી તે રનાકરાવતારિકા પણ આપે છે. અન્યથા બ્રહદ્ર ટીકાની અવતારિકા લખવાની પ્રતિજ્ઞા કરીને આવું કઠણ ગદ્ય અને પદ્ય લખવા તે પ્રેરાય જ નહિ. ૧ મૂળમાં મુકદ્દર એવો પાઠ છે તેને ગુજરાતી અનુવાદ “ગુપ્ત સ્થાન શાસ્ત્રી રામચન્દ્ર દીનાનાથે કર્યો છે અને હિન્દી અનુવાદ “કે” એમ શ્રી હજારીપ્રસાદ ત્રિવેદીએ કર્યો છે.
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy