SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ માણિકયનું નામ આવે છે ત્યારે પ્ર. ચિં, માં રત્નપ્રભને પણ ઉલ્લેખ છે અને તેમણે કરેલ તુને પણ નિર્દેશ છે. સ્ત્રીનિર્વાણ ઉપરાંત વાદ વિષયમાં કેવલીભુક્તિને પણ સમાવેશ કર્યો છે. આચાર્ય રનપ્રભે પણ વાદ વિષય બન્ની મુકિત ને જ ઉલ્લેખ કર્યો છે.-ઉપદેશમાલા ટીકા, પ્રશસ્તિ શ્લોક-૩, નેમિનાથ ચરિત્ર પ્રશસ્તિ, પાટણ કેટલેગ, પૃ૦૨૫૧. સભામાં આચાર્ય હેમચન્દ્ર પણ હાજર હતા એવો ઉલ્લેખ પ્ર. ચિ. માં છે. પણ પ્રભાવક્યરિતમાં તે કોઈ નિર્દેશ નથી, પણ પ્ર. ચિ. માં એવો ઉલ્લેખ છે કે તે કાળે હેમચંદ્ર “દિવિદ્ તિજાતરાવ” હતા તેથી કુમુદચંદ્ર ટકોર કરી કે “તં મઘતા ? તેના ઉત્તરમાં હેમચંદે જવાબ આપ્યો કે તરતઃ મેવં મસાઉં ફૂપે વૈત તH, ઉતા દરિયા ઈત્યાદિ. આ વાદ વિ. ૧૧૮૧માં થયો એમ પ્રભાવકચરિતમાં જણાવ્યું છે. તે તે કાળે આચાર્ય હેમચંદ્રનું વય ૩૬ વર્ષનું હતું, યુવાવસ્થા પણ વટાવી ચૂકયા હતા એટલે કથાને રોચક બનાવવા માટે તથા આચાર્ય હેમચન્દ્રના જીવનને વધારે પ્રતિષ્ઠિત કરવા માટે પ્રસ્તુત વાદ સાથે પ્રબંધચિંતામણિકારે આચાર્ય હેમચંદ્રનો સંબંધ જોડી આપ્યો છે, એમ માનવું રહ્યું. વળી, પ્રભાચું, પણ આચાર્ય હેમચંદ્રનું સુવિરત જીવન આલેખ્યું છે તેમાં પણ પ્રસ્તુત વાદ સાથે આ હેમચંદ્રને કેઈ સંબંધ હોય તેવી કોઈ પણ સૂચના આપી નથી. આથી ફલિત થઈ શકે છે કે આ સંબંધની ઘટના કાંતે પ્રબંધચિંતામણિકારના ભેજાની ઉપજ છે, કાંતે લેકવાર્તામાંથી તેમણે સંકલિત કરી છે. આ ચરિત ઉપરથી એક વાત તો નક્કી થાય જ છે કે વાદી દેવસૂરિને વાદ દિગંબર કુમુદચન્દ્ર સાથે થયો હતો. એ વાદ થયાની યાદમાં સમકાલીન એવા ઘટવંશના પાચન્દ્રના પુત્ર યશશ્ચન્ટે મુદ્રિત કુમુદચન્દ્ર નામે નાટક પણ લખ્યું (યશોવિજ્ય જન ગ્રન્થમાળા નં. ૮, કાશી, વીર સં. ૨૪૩૨માં પ્રકાશિત) અને તે ઘટનાની સ્મૃતિને તાજી રાખવા કઈ વસ્તપ્રતની પદિકામાં વાદનાં ચિત્રો પણ મળી આવે છે. તે ચિત્રો અને તેના પરિચય માટે જુઓ “ભારતીય વિદ્યા ને તૃતીય ભાગ, સિંધી સ્મૃતિગ્રંથ, ઈ. ૧૯૪૫ પૃ. ૨૩૫. વાદવિધામાં આચાર્ય દેવસૂરિ કુશળ હતા તે તો તેમને સ્યાદ્વાદરનાકર અને તેમનું વાદિબિરુદ પણ સિદ્ધ કરે તેમ છે. સિદ્ધરાજની સભામાં વાદી દેવસૂરિની પ્રતિષ્ઠા હતી તેની પૂરાવા તે કથા-પ્રબંધ ગ્ર પૂરા પાડે છે પરંતુ કુમારપાલના રીય દરમિયાન જીવિત છતાં વાદી દેવસૂરિને કુમારપાલ સાથે વિશેષ સંબંધ હો એ નિશ્ચિત થતું નથી. માત્ર એક એવો પ્રસંગ છે જયાં આચાર્ય રાજશેખરનો ઉલ્લેખ પ્રમાણે રાજા કુમારપાલે શત્રુંજયાદિ તીર્થની યાત્રા આચાર્ય હેમચન્દ્રના કહેવાથી પ્રારંભી તેમાં યાત્રાળુઓમાં અનેકની સાથે દેવસૂરિ પણ હતા. સમગ્ર પ્રબંધ ઉપરથી એવી છાપ ઊભી થાય છે કે રાજા કુમાર પાલને વિશેષ સંબંધ આચાર્ય હેમચંદ્ર સાથે હતા. વાદી દેવસૂરિના ગ્રન્થો વાદી દેવસૂરિએ સ્યાદ્વાદરત્નાકર ગ્રન્થની રચના કરી એવો ઉલ્લેખ તે પ્રભાચજે પોતાના પ્રભાવકચરિતમાં કર્યો છે પરંતુ અન્ય કોઈ ગ્રંથની રચના કરી કે નહિ તે વિષે મૌન છે. ૧. પ્રબંધકેપ ( ચતુર્વિશતિ પ્રબંધ) પૃ. ૪૮; આનું સમર્થન પુરાતનપ્રબંધ સંગ્રહમાં પણ છે પૃ. ૪૩. ભિં; .' G12 ' T Gણ 1 1 ચ' લિી મવા S! (L, 2) pc – ) K3 તથા - 6, 8 T ,
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy