SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ કરો. સંઘે સિદ્ધરાજ સમક્ષ કુમુદચંદ્ર અને દેવસૂરિને વાદ થાય એવી વ્યવસ્થા કરી એટલે તેની સૂચના કુમુદચંદ્રને પણ દેવસૂરિએ આપી અને પિતે પાટણ ગયા અને રાજાને મળ્યા. ( ૮૩–૧૪૧ ). છેવટે બંને વચ્ચે સિદ્ધરાજ સમક્ષ વાદ કરવાનું નકકી થયું તેમાં શરત એ હતી કે જે દિગમ્બર હારે તે તેને શહેર બહાર કાઢી મૂકવામાં આવે અને જે વેતામ્બર ધારે તે પાટણમાં તેમના શાસનને ઉચ્છેદ કરીને તેને સ્થાને દિગમ્બર શાસનની સ્થાપના કરવી ( ૧૮૨–૧૮૩ ). ત્યાર પછી સ્ત્રીને મોક્ષ છે કે નહિ તે વિષે બંને વચ્ચે વાદ થયે તેમાં દેવસૂરિએ સ્ત્રીને મોક્ષ છે એવી સ્થાપના સિદ્ધ કરી અને કુમુદચંદ્રને પક્ષ કે સ્ત્રીનો મેક્ષ થતો નથી તેનું નિરાકરણ કર્યું તેથી તેમને વિજય થયો. અને કુમુદચંદ્રની વાદમાં હાર થઈ ( ૧૮૪–૨૩૦ ). આ વાદ વિ. ૧૧૮૧માં થયો હતે. ( પુરાતન પ્રબંધસંગ્રહમાં દેવાચાર્યપ્રબંધમાં આ વાદ માટે વિ. ૧૧૮રમાં બંનેને બોલાવવામાં આવ્યા હતા તે નિર્દેશ છે. પૃ. ૨૯) આ વાદનું દૂરગામી પરિણામ એ જોઈ શકાય છે કે ત્યાર પછી ગુજરાતમાં દિગંબરેને બદલે વેતામ્બર પરંપરાને ઉકાં દેખાય છે. પ્રભાચંદ્રના કહેવા પ્રમાણે તે આચાર્ય હેમચંકે પણ કહ્યું છે કે- ૨૫૦ ) यदि नाम कुमुदचन्द्र नाजेष्यद् देवपूरिरहिमरुचिः । ઋષિરધામઘાસ્થત રતમ વેતાઘરો ગતિ છે ૨૫૧ છે જે દેવસૂરિએ વાદમાં કુમુદચંદ્રને પરાજય ન આપ્યો હોત તે કોઈ તામ્બર કટિ.. વસ્ત્ર પણ ધારણ કરી શક્ત નહિ. દેવસૂરિના વિજયથી સંતુષ્ટ થયેલ સિદ્ધરાજે તુષ્ટિદાન આપવા ચાહું પણુ અપરિ ગ્રહમાં માનનાર દેવસૂરિએ ને સ્વીકાર્યું નહિ એટલે આશુક મંત્રીએ સલાહ આપી કે એ દવ્ય જિનાલય નિર્માણમાં ખર્ચવામાં આવે. તદનુસાર તે દ્રવ્યથી ત્રષભદેવની પીતળની પ્રતિમા નિર્મિત કરીને નવનિર્મિત જિનાલયમાં તેની સ્થાપના વિ. સં. ૧૧૮૩માં કરવામાં આવી. તેની પ્રતિષ્ઠા ચાર આચાર્યોએ મળીને કરી હતી (૨૭૦-૨૭૫). આ રીતે ધર્મની પ્રભાવના કરીને ધાર્મિકના હૃદયમાં ધબીજ વાવ્યું અને સ્યાદ્વાદરનાકર જેવા મહાન ગ્રંથની રચના કરી અને ૮૩ વર્ષની ઉમરે ગચ્છનો ભાર . શ્રી. ભરરિને સેંપીને વિ. ૧૨૨૬માં મૃત્યુ પામ્યા ( ર૭૬-૨૮૫). આ સ્યાદ્વાદરત્નાકર એ પિતે રચેલ પ્રસ્તુતમાં મુકિત પ્રમાણનયતત્વાલકની ટીકા છે. ઉક્ત વાદની હકીકત પ્રભાવકચરિત પછી ૨૭ વષે લખાયેલ પ્રબંધચિંતામણિ (રચના વિ. ૧૩૬૧ )માં સિદ્ધરાજદિ પ્રબંધપૃ. ૬૬-૬૯) માં પણ મળે છે. પરંતુ તેમાં હકીકતમાં જરા ફેર છે. પ્ર. ચિં. પ્રમાણે જ્યારે કુમુદચન્દ્ર દેવસૂરિના કહ્યાથી કર્ણાવતીથી પાટણમાં આવ્યા ત્યારે સિદ્ધરાજને જિજ્ઞાસા થઈ કે આ કુમુદચંદ્ર સાથે વાદ કરી શકે એવા કેણ વાર્દીનષ્ણાત છે તેના ઉત્તરમાં આચાર્ય હેમચંદ્ર દેવસૂરિનું નામ સૂચવ્યું. પુરાતનપ્રબંધસંગ્રહમાં આ સૂચન સંઘે કર્યું એમ છે (પૃ. ૨૮). એટલે રાજાએ તેમને કર્ણાવતીથી પાટણ બોલાવ્યા. વળી, પ્રભાવકચરિતમાં આ પ્રસંગે માત્ર દેવસૂરિના શિષ્ય .
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy