SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પનાપેાઢ જ્ઞાન જ પ્રત્યક્ષ' છે. એટલે કે કા પણ પ્રકારની પનાથી શૂન્ય માત્ર વિશદ એવું જ જ્ઞાન પ્રત્યક્ષ કોટિમાં સમાવિષ્ટ છે. લિંગથી પરાક્ષ વસ્તુનું જ્ઞાન કરવુ તે અનુમાન છે એવી સામાન્ય વ્યાખ્યા સર્વ સ ંમત છે. પરંતુ લિંગ કોને કહેવુ, કયા લિંગને હેતુ તરીકે ઉપયાગ કરી પરેાક્ષ વસ્તુનું જ્ઞાન કરાવવું તેમાં, અને એવા હેતુ કે લિંગના કેટલા પ્રકાર માનવા તેમાં વિવાદ છે. પક્ષસત્ત્વ આદિ ત્રણ લક્ષણે બૌદ્ધાએ માન્યાં ત્યારે તેમણે નૈયાયિકાદિ સંમત પાંચ લક્ષાનું તે નિરાકરણ કર્યું" જ હતું એટલે જૈનાની સમક્ષ એક ત્રિલક્ષણ રંતુ માનવા ન માનવાના પ્રશ્ન હતા. જૈન દાર્શનિકાએ તેમાં એવું સૂચન કર્યું' કે ત્રિલક્ષણને બદલે હેતુનુ એક જ લક્ષણ માનવુ જરૂરી છે અને તે અન્યથાનુપપત્તિ એટલે કે અવિનાભાવ છે. અવિનાભાવનિયામક સંબંધ તાદાત્મ્ય કે તદુત્પત્તિ છે - હાઈ શકે એવી સ્થાપના બૌદ્ધોએ અન્યનું ખંડન કરીને કરી હતી. અને તેને જ આધારે હેતુના સ્વભાવ અને કાર્ય એવા બે ભેદો માન્યા હતા. અનુપલબ્ધિ નામના ત્રીજો પ્રકાર પણ બૌદ્ધોએ નિર્દિષ્ટ કર્યા છે પણ તેને સમાવેશ રવભાવ હેતુમાં જ કરવા એમ પણ તેમણે સૂચવ્યું છે. પરંતુ જૈનેએ આ બાબતમાં બૌદ્ધોનું અનુસરણ નથી કર્યું અને નૈયાયિકાની જેમ સ્પષ્ટ કર્યુ` છે કે સબધના નિયમ કરી શકાય નહિ. અવિનાભાવની ઉપત્તિ સાહચર્યમાં સંભવે પછી ભલે સહચરાને રવભાવ ભિન્ન પણ હેાય એટલે કે તેમનું તાદાત્મ્ય ન પણ હાય. વળી, પૂર્વાપરભાવ ધરાવનાર એ વસ્તુમાં સદૈવ કાર્ય કારણુભાવરૂપ સબંધને આગ્રહ રાખવો પણ ઉચિત નથી. નાની આવી માન્યાતાને કારણે હેતુના ભેદ બૌદ્ધોથી જુદા પડે છે. વળી, ખાસ વાત તો એ છે કે બૌદ્ધોએ સ્વતંત્ર કારણહેતુને સ્વીકાર ન કરતાં તેની વ્યાખ્યા એવી કરી છે કે તેને વભાવહેતુમાં અન્તર્ભાવ થાય પરંતુ જેનેએ નૈયાયિકાદિને અનુસરીને સ્વતંત્ર કારણહેતુને સ્વીકાર કર્યાં છે. અનુમાનના પ્રતિજ્ઞા આદિ કેટલા અવયવ માનવા તેમાં બૌદ્ધો અને અન્ય દાર્શનિકામાં વિવાદ છે. પરંતુ જનેત્રે આ ખબતમાં આગ્રહ રાખ્યા નથી. પ્રતિપાદ્યની અપેક્ષાએ અનુમાનના અવયવે એકથી માંડીને જેટલા આવશ્યક હોય તેટ્લાને પ્રયેાગ કરવા એવી માન્યતા જૈન ધરાવે છે. આગમ નિર્દોષ પુષપ્રણીત છે એ માન્યતા બૌદ્ધોની જેમ જૈનોને પણ સ્વીકૃત છે. નૈયાયિક-વૈશેષિકની જેમ આગમ નિત્ય ઈશ્વરપ્રણીત છે કે મીમાંસકની જેમ તે અપૌરુષેય છે એવી માન્યતા જૈનેાતે માન્ય નથી. નય જૈન આગમમાં અને તેની જે પ્રાચીન વ્યાખ્યા કરવામાં આવી તેમાં પાંચ જ્ઞાન જેમને ઉમાસ્વાતિએ પ્રમાણુ કહ્યાં તે ઉપરાંત નયવિચાર પણ છે. આથી આચાય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રમાં તત્ત્વને જાણવાના જે અનેક ઉપાયા વર્ણવ્યા છે તેમાં પ્રમાણુની સાથે નયને પણ ઉલ્લેખ કર્યા છે. આથી જૈન દનિકાએ જ્યારે પ્રમાણની વિચારણા શરૂ કરી ત્યારે
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy