SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે તે અર્થ વ્યવહારમાં સમર્થ નથી. તેથી તેને લોકે મિયા કહે છે ૫ણું ખરી રીતે તે અલૌકિક અર્થની ખ્યાતિ છે, જેથી આપણો વ્યવહાર સિદ્ધ થઈ શક્તા નથી. એટલે અલૌકિક એવા રજતનું જ્ઞાન તેને લોકે મિથ્યા કહે છે પણ વસ્તુતઃ તે અલૌકિક અર્થની ખ્યાતિરૂપ છે. સાંખ્યોને પણ આને મળો મત છે. તેમને તે કોઈ પણ વસ્તુને કાંઈ અભાવ છે જ નહિ. તેથી વિપરીત ખ્યાતિ અથવા ભ્રમને તેઓ પ્રસિદ્ધ અર્થની જ ખ્યાતિઅથવા સખ્યાતિ જ માને છે. વ્યક્ત અર્થ અવ્યક્ત થઈ જવાથી વ્યવહારોપયોગી બનતો નથી, તેથી કાંઈ તે અસત્ કહી શકાય નહિ. મીમાંસક પ્રભાકરે વળી જ જ ખુલાસો કર્યો છે. તેનું કહેવું છે કે જે પ્રમાણ સ્વતઃ સિદ્ધ હોય અને તેના પ્રામાણ્યની સિદ્ધિ પરાધીન ન હોય તે બધા જ જ્ઞાનને પ્રમાણે જ માનવાં જોઈએ. મિથ્યા જ્ઞાનની સિદ્ધિ તે કઈ બાધક આવે ત્યારે થાય અને બાધકનિશ્ચયાધીન જે પ્રમાણની સિદ્ધિ હોય તે પ્રમાણને સ્વતઃ માની શકાય નહિ. અને પ્રમાણે તે મીમાંસકમતે સ્વતઃ સિદ્ધ જ છે. માટે જો ભ્રમ કે મિથ્યા જ્ઞાનનો એ અર્થ કરવામાં આવે કે અતતમાં તત્ જ્ઞાન તે તે અને પ્રતિભાસ માને પડે. અને અસતનો પ્રતિભાસ તે સંભવે નહિ. તેમ માનવામાં તો શૂન્યવાદને આશ્રય લેવો પડે-માટે જેને મિથ્યાજ્ઞાન કહેવામાં આવે છે તે ખરી રીતે વિવેકાખ્યાતિ છે– એટલે કે બે જ્ઞાનને જે વિવેક થવું જોઈએ તે થયો નથી–બે જ્ઞાનને એક માની લેવામાં - આવ્યાં છે. જોઈ છે શુક્તિકા પણ સ્મરણ થયું રજાનું. તેથી શક્તિકાને રજત માની લીધું. આમાં પ્રત્યક્ષ અને સ્મરણ જેવા બે જ્ઞાનને વિવેક નથી રહ્યો માટે તે મિથ્યા છે. આ બધા મતેની વિરુદ્ધ ન્યાય-વૈશેષિકોને મત છે જે અન્યથાખ્યાતિ તરીકે ઓળખાય છે. પ્રસ્તુતમાં જૈનોને પણ તે માન્ય છે. એક સ્વરૂપ, દેશ, કાળ આદિમાં રહેલ વસ્તુને અન્ય સ્વરૂપ આદિમાં જાણવી તે અન્યથાખ્યાતિ છે, આને જ વિપરીત ખ્યાતિ કે વિપર્યય કહેવામાં આવે છે. આ પ્રકારના વિપર્યયથી અને સંશય તથા અનધ્યવસાયથી ભિન્ન જે જ્ઞાન હોય તે સમ્યમ્ જ્ઞાન કે પ્રમાણુ કહેવાય–આવી સમ્યમ્ જ્ઞાનની વ્યાખ્યા જેન દાર્શનિકેએ કરી છે. અને તેની પૂર્વકાળની વ્યાખ્યા સાથે સંગતિ એ છે કે આત્મા અને અનાત્માના વિવેકનું જ્ઞાન તે સમ્યજ્ઞાન અને તેને અભેદ કરી દેવો તે મિથ્યાજ્ઞાન–આવી આગમિક વ્યાખ્યા હતી, તેમાં જે જે રૂપે નથી તેને તે રૂપે જાણવું તે મિશ્યાજ્ઞાન=અપ્રમાણુ અને જે, જે રૂપે હોય તેને તે રૂપે જાણવું તે સમ્યગજ્ઞાન = પ્રમાણ છે-એમ દાર્શનિકેએ જણાવ્યું. પ્રત્યક્ષપ્રમાણ વિશદ હોય તેમાં સૌ એકમત છે. પરંતુ પ્રત્યક્ષ પ્રમાણ તે નિર્વિકલ્પક જ હોવું જોઈએ એવો આગ્રહ બૌદ્ધોને છે, તૈયાયિદિ અન્યને મતે તે નિર્વિકલ્પક તેમજ સવિકલ્પ છે. પ્રસ્તુતમાં જૈનેને મતે નિર્વિકલ્પ તે પ્રમાણ હોઈ જ ન શકે, કારણ કે અનધ્યવસાયરૂપ બની જાય છે. પ્રત્યક્ષપ્રમાણ સવિકલ્પક જ હોવું જોઈએ. બૌોએ જે જ્ઞાનમાં શબ્દસંસ્પર્શ હોય કે શબ્દસંસ્પર્શની યોગ્યતા હોય તે બધાં જ જ્ઞાનને કપનયુક્ત માની પ્રત્યક્ષ કેટીમાંથી બાકાત રાખ્યાં છે. તેમને મન તે
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy