SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ : પામશે માટે એવી રીતે વ્યસ્તવ જે છે, તે પણ વિધિથી કરે, તે ભાવતવનું હેતુ થાય છે, તે માટે તે પૂર્વોકત આરાધન કરે તે સાત આઠ ભવમાંહે શિવ પદને પામે તે સુંદર રૂપલાવણ્યથી ભરપૂર દંપતિ ધર્મમય જીવન પસાર કરે છે તેવામાં સુપ્રભ નામે તીર્થકર ત્યાં સુમેસર્યા ત્યાં નગરના સર્વ માણસે વંદન કરવા તેમજ દેશના સાંભળવા આવ્યા અષ્ટમહાપ્રાતિહાર્ય સહિત જગત જગતગુરુને વંદન આદિ કરી રાજા, પ્રધાન દેવસીંહકુમાર વિગેરે દેશના સાંભળવા બેઠા, દેશનામા જણાવ્યું કે જન્મ જરા મૃત્યુથી ભરેલે આ સંસાર છે. તે સંસાર સમુદ્રમાં ભયંકર દુઃખ દાયક કાળરૂપ મહાજા વિના અવસરે આવીને પડે છે તે સંસારમાં વિષયરૂ૫ વિષયના લેભે સમગ્ર મનુષ્ય માછલાના સમુદાય રૂપે પડેલા છે. જળ-જંતુઓ તો એમાં પડેલા જ છે બહાર નીકળી શકતા નથી પરંતુ નવાઈની વાત એ છે ગુણવાન તથા સજજને તે સંસાર સમુદ્રને તરી શકવા માટે સમર્થ હોવા છતાં બહાર નીકળી શકતા નથી ત્યારે સામે કિનારે પહોચેલા પણ સંસારથી વિરકત થવાની તૈયારી કરતા નથી. જે જી વિરક્ત થઈ સંયમ માર્ગને પામે છે. તે દુખથી રહિત બની શાશ્ચત ધામ એવા મેક્ષને પામે છે, માટે ભજને, તમે બેધ પામે, મેહુ ન પામે, અને પુણ્યથી મેળવેલી સામગ્રીને સદુપયેગ કરે, એવી રીતે તીર્થંકર પરમાત્માની દેશના સાંભળી સંવેગરસથી રંગાયેલા રાજા તથા પ્રધાન ભગવંતને કહે છે કે ધર્મનાવ વિના સંસાર સમુદ્ર તટે દસ્તર છે. હિતાહિતની પ્રજ્ઞા પ્રાપ્ત થઈ છે, પણ અમારી જાણવાની ઈચ્છા છે કે અમને બંનેને પરસ્પર આટલી પ્રીત કેમ છે? - ત્યારે ભગવંતે કહ્યું કે તમે પૂર્વભવમાં સૂડા-સૂડી રુપે હતા, તે વખતે જિનપૂજા કરતાં પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેનાથી તમને પરસ્પર પ્રીત થઈ છે, તે જિનપૂજા તમેને સિદ્ધિપદ અપાવશે આ પ્રમાણે સાંભળ્યા પછી રાજા તથા પ્રધાનને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પૂર્વભવ દીઠે, સંવેગ પામી સંયમ લેવાને તત્પર થયા, મહત્સવ પૂર્વક દીક્ષા ગ્રહી સંયમ આરાધી મુક્તિપદને પામ્યા, જિનપૂજા દ્રવ્યસ્તવથી કરી તેથી બે જ સક્તિને પામ્યા, અલેક પરલેકને વિષે સુખી થયા. કરિશ્રી ધન પામે, વિદ્યાવિલાસી વિદ્યા પાસે, તેને જેટલે આનંદ હર્ષ થાય તેમ દેવસિ હકુમારને કથા સાંભળવાથી આનંદ થ, દેવસિંહકુમાર ભર્યા સહિત ધર્મ આરાધતા હતા. એક દિવસ દેવસિંહકુમારને પિતાના માતા-પિતા સાભળી આવ્યાં, પિતાના નગરપ્રતિ પ્રયાણ કર્યું. તે વખત, વાજિંત્ર કરી આકાશને બધિર કરતે, અને સૈન્યરથી દિશાઓને ધૂસરી કરતે જ્યારે ચાલે, ત્યારે તેમને વળાવવા માટે તે નગરનાં ઘણાં લેકે આવ્યાં. ત્યાર પછી તે સહ દાન, માન, પ્રેમભરી દૃષ્ટિથી કુમારને સંતોષ પમાડીને પાછા વળ્યા. પરંતુ તેઓની દષ્ટિ તે વારંવાર તે કુમારની પછવાડે જ લાગી રહી એમ કરતાં જ્યારે પિતાના નગરની સીમમાં આવ્યા. ત્યારે પિતાની સ્ત્રીને ગ્રામ, પુર, આરામ દેખાડતાં માર્ગે માંડલિક
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy