SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પણ તેમજ સહન કરીશ. તેથી શ્રીવીતરાગના મુખ કમલનું દર્શન કરવાને પણ મને વિશ્વ થયું. એવી ચિંતાએ આતુર થયેલ અને તેથી જ જેને ઘણે દુખને ભાર થયે છે, એ તે શુક ફરીથી ચિંતન કરવા લાગ્યું કે, હે જીવ! તું શેક મુક, શેકે કરી આકરૂ કર્મબંધન થાય છે. જિનબિંબનું દર્શન કર્યા વગર અન્ન ખાવું તે મને કપે નહીં. માટે હું અનશન કરૂ. એમ ચિંતવીને તેણે અનશન આદર્યું. પછી તે પાંચ દિવસ પર્યત પંચપરમેષ્ઠિનમસ્કારનું સ્મરણ કરતે મરણ પામીને સૌધર્મદેવકને વિષે મહદ્ધિક દેવતા થયે.પોપટની પાખ કાપી નાખવાથી સુચના (કલાવની)ના હાથ કપાયા. સુચના પણ તેના દુખે કરી દુઃખણી થકી અનશન આદરી સમાધિથી મરણ પામી, અને સૌધર્મદેવકને વિષે તેજ દેવતાની દેવીપણે ઉત્પન્ન થઈ તે દેવલેકમાં વિષય સુખ ભેળવીને કેમે કરી તે બન્ને જણ દેવકથી ચ્યવ્યા. તેમાં શુકનો જીવ તે તુ શંખ રાજા થયે, અને સુચનાને જીવ તે કલાવતી નામે. તારી પટ્ટરાણ થઈ માટે હે રાજન્ ! જીવે જે ખરેખર પાપપુણય કર્યો હોય તેનું જ ફલ તે ભેગવે છે. તેમાં સુખ- દુખને કર્તા કોઈ પણ નથી. જે માટે પૂર્વભવમાં એણે તારી પ ખ કાપી, તેથી પૂર્વ વૈરે કરી તે એના હાથ કપાવ્યા કૃતકર્મલ નાસ્તિ, કલ્પ કેશિતરપિ અવશ્યમેવ ભોક્તયં, કૃતંકર્મ શુભાશુભ ગુરુમુખથી એવી પૂર્વભવની વાત સાંભળી તેવી વૈરાગ્ય કરી વાસિત થયુ છે ચિત્ત જેમનું એવા તે બે જણ (શંખરાજા અને કલાવતી) સ સારનું અસારપણું જાણના થક, હાથ જોડીને ગુરુને પ્રાર્થના કરતા હતા કે, હે પ્રભો ! હે સંસાર તારક, ભાગવતી દીક્ષા (સંયમ) આપે ત્યારે ગુરુ કહે છે, ક્ષમા સરખા જ્ઞાનીને એજ ઘટે છે જે માટે બળતા ઘર મધ્યેથી કેણુ ડાહ્યો પુરુષ પિતાના આત્માને ઉદ્વરે નહીં! શુરામાં શરે તું છે, તુ, મડાત્યાગી છે. જે માટે આ સમય નિસંગી થઈને સાહસીકપણે પ્રવજ્યા ગ્રહે છે. ત્યારે રાજાએ પણ પુત્રની આજ્ઞા લઈ માટે મહોત્સવે કલાવતી રાણી સહિત દક્ષા લઈ ગુરુની સાથે વિહાર કર્યો. તે રાજ્યવ્યાપી સંસારથી ઉદાસીન થકા સમતા રસમાં મગ્ન થકી નરેંદ્ર દેવેન્દ્રના સુખથી પિતાના આત્માને સમતા સુખે કરી અધિક સુખી જાણતા હતા. તે રાજષિકાલેચિત ગીતાર્થ થયા. જે મુનિ અકાર્યથી નિવૃત્તિને જે આજ્ઞા સંહિત જયણથી ચારિત્ર પાળે તે પણ આરાધક કહ્યા છે જયણા જે છે, તે ધર્મની માતા છે. ધર્મની રખવાલી છે, તપને પુષ્ટિ આપનારી છે, નિશ્ચયેકરી સુખાવડ જયશું છે તે શંખરાજા તથા કલાવતી રાણી શુદ્ધચારિત્ર પાળી અંતે અણસણું લઈ ત્યાંથી કાલમાસે સમાધિમાં કાલ કરી શંખરાજ સૌધર્મદેવને પદ્મવિમાનમાં પાંચ પોપમના આયુષ્યવાળા દેવતો થયો. અને કલાવતી રાણી સાદગીપણે શુદ્ધ ચારિત્ર પાલી કાલમાસે કાલ કરી તે પણ સીધર્મ દેવલે કે પદ્મવિમાનમાં તેજ દેવનાની દેવી દેવાંગના થઈ તે પાંચ પલ્યોપમનું આયુષ્ય, પાલતાં માંહોમાંહે અનુરાગીપણે રહ્યા. ૫ , + : પ્રથમ ભાવમાં પ્રથમ વ્રતધારી એવા જે શંખરજા તથા કલાવતી તેની કથાથી મુક્ત એ આ ચરિત્રને પ્રથમ સર્ગ સોને કલ્યાણ કરી થાઓ. . . . . . .
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy