SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ને * હતુતિ રાજ્યકન્યાએ કર્યા પછી તે શુકપક્ષી પણ તે ભાયમાન જિન બિંબને જોઈ - મનમાં ચિંતવતું હતું કે આજે મારા જન્મને મને ઘણે લાભ થયે આજે મારે જન્મ કૃતાર્થ થયો. અહે ! આજ મારું પુણ્ય જાગૃત થયું. જે માટે જિનનાયકનું દર્શન થયું. આ જિનબિંબ મેં પૂર્વકાલને વિષે કઈ પણ સ્થળને વિષે જોયું છે એવો ઉકાપડ તે મનમાં કરે છે, એટલામાં તેને જાતિ મરણ જ્ઞાન ઉપર્યું. તે એવી રીતે –જે. હું પૂર્વભવને - વિષે સાધુ હતું ત્યારે અનેક શાસ્ત્રના પડન પાઠનમાં હું સાવધાન હતું, પુસ્તકને સંગ્રેડ કરવાને તત્પર હતું, પણ સંયમુનિર્વાહક ક્રિયાને વિષે મેં પિતાને આદર શિથિલ કર્યો, તેથી મારે વ્રતવિરાધના થઈ. મેં માયા કરી તેથી હું શક્ય નીમાં ઉપ પણ પૂર્વભવના અભ્યાસે, કરી મને આ ભવમાં પણ જ્ઞાન ઉપર્યું. તથાપિ મને ધિક્કાર છે ! જે માટે, જ્ઞાનરૂપી દીપક હાથમાં છતા હું અજ્ઞાનરૂપી અંધકારે કરી આંધળે થયે. અને ચારિત્રાચપ્સથી ખલના પામતે થક ભવરૂપી ગર્તામાં પડશે. તે પણ આજે ત્રિજગતના સ્વામી એવા શ્રી સીમંધરસ્વામિને આ તિર્યભવમાં પણ મેં જોયા. તેથી મને ઘણું પુણ્ય પ્રાપ્ત થયું. માટે હું આજથી જિનબિંબનું દર્શન કર્યા વગર આડાર પણ ન લઈ એ તે શુપક્ષીએ મનમાં નિશ્ચય કર્યો. એવા અવસરને વિષે સુચના પણ જિનબિંબને નમસ્કાર કરી, પિપટ યુક્તએ પાંજરાને હાથમાં લઈ પોતાના આવાસને વિષે આવી. બીજે દિવસે નિત્યની પેઠે શુકને પિજરમાંથી કાઢીને જોવામાં ભેજન કરવા બેબે છે, એવામાં શુષ્પક્ષી “તમે અરિહંતાણું” કહી આકાશમાં ઉડી ગએ, તે શ્રીજિન ભગવાનને નમવા માટે બાટ્ટા ઉદ્યાનને વિષે પહે, ત્યાં પરમભક્તિએ કરી જિનને નમસ્કાર કરીને તે ઉદ્યાનમાં રહેલો ફલ યથેચ્છાએ ભક્ષણ કરતે થકે ઉદ્યાનમા ફરવા લાગ્યા. ત્યારે તે સુચના તે શુકના વિયોગથી ઘણી દુઃખી થઈ. અને ઘણે આક્રોશ કરવા લાગી હે શુક ! મારા હૃદયને વિષે વાસ કરીને, અને મારા જીવને આકર્ષીને તું જ્યાં વસે છે? એજ સુખવાસમાં રહીને સુંદર પુણ્યરૂપ એવે તું આજ કેમ દષ્ટિગોચર થે નથી ? પછી તે શુકની પછવાડે ચાલનારા રાજાના સુભટેએ વસતેદ્યાનમાં ગુપ્ત રીતે વિહાર કરતાં તે શુકને જાલમાં પકડ, અને સુચના પાસે લાવી મુકો. ક્રોધથી જેના નવ રાતા થયા છે, એવી સુચનાએ પણ તેને લઈને અવ્યક્ત શબ્દ કરી કહ્યું કે, રે ધૂર્ત ! તું મને છેતરીને સ્વેચ્છાએ જ ગવના વિષે ગયે. માટે હવે તું ધ્યાનમાં રાખજે કે, આજથી હું તને બહાર જવા દઈશ નહી. એવું કહીને સુચનાએ તે શુકની ગતિ ભંગ કરવા તેની પાંખ ઉંચી લીધી અને પછી તે શુકને તત્કાલ કારગૃહ જેવા પાંજરામાં તેણે મુકયે. શુકપણ મનમાં ચિંતાતે હતો કે મારી પરાધીનતાને ધિક્કાર છે જે, જે અવસ્થામાં જીવને બલાત્કારથી નીચ કર્મ કરાવે છે, અને મારે છે, માટે જ તે પરાધીનતાને નરકવાસ સરખી કહે છે પૂર્વભ ને વિષે હું ધીન છતા - પ્રમાદથી સકિયાનું અનુષ્ઠાન નહી કરતો તેનું આ ફલ છે અથવા એ દુ ખ તે કેટલું છે? એવું દુઃખ તે મે અન્ય ભવને વિષે અનંતીવાર સડન કર્યું છે, અને આ ભવમાં
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy