SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ દત્તને પિતાને આશ્રમે તેડી ગયે. ત્યાં તે દત્ત, કુલપતિને પ્રણામ કરી કહે છે, હે પ્રભુ! રાજાને અભયદાન આપે. ત્યારે કુલપતિએ કલાવતીને તેડાવી. તે પણ ત્યાં આવી. એટલે દત્તકુમારને દેખી ઘણું રૂદન કરવા લાગી. તે રેતી દેખી મધુર સ્વરે દત્તકુમારે આશ્વાસન , આપ્યુ દત્તકુમારે કહ્યું, એ કર્મગતિ છે. માટે તે સ્વામિનિ ! રડવાનું નિષેધ કરો હે બહેન સ સારને વિષે જે મનગોચરે ન આવે એવા શુભાશુભ કર્મ કરી પ્રાણી સુખ દુઃખ પામે છે હે બેન ! જ્યારે અશુભકર્મને ઉદય થાય, ત્યારે માતા, પિતા, ભાઈ, પુત્ર, ભર્તાર એ સર્વ શત્રુરૂપ થાય. તેમજ જ્યારે શુભકર્મને ઉદય થાય ત્યારે શત્રુ હોય તે મિત્ર થાય. તથા હે બેન ! તમને જે અતિ આકરુ દુખ ભેગવવું પડયું તેથી રાજાએ તમારા ગુણ જાણ્યા, પછી તમારા દુ ખથી તમારા વિચેગનું અનંતગણું દુઃખ રાજાને થયું છે. તે શંખરા, પશ્ચાત્તાપ કરતે હમણું અગ્નિમાં પ્રવેશ કરવા ઈચ્છે છે. જે હજી સુધી પણ તમારૂં મુખ જીવતાં નહીં દેખે, તે નિશ્ચયે એ પ્રાણત્યાગ કરશે. એવું સાંભળ્યું ત્યારે કલાવતી રથમાં બેસીને ભરતાર પાસે જવા ઉત્સુક થઈ, ભરતા ઘણું અહિત કીધું છે, તે પણ પતિવ્રતા કુલવત જે સ્ત્રી હોય તે ભરતાર ઉપર હિત રાખે. ત્યાર પછી તાપસાદિક તથા કુલપતિને નમસ્કાર કરી તેમને પૂછીને પુત્ર હિત રાણી રથમાં બેસીને પ્રભાતે વનને વિષે શંખ રાજા પાસે આવી તેને સંપૂર્ણ અ ગવાલી દેખી જેને ઘણે હર્ષ થયો છે એ રાજા લજજાથી નીચું જોઈ રહ્યો, પણ ઉંચું જોઈ ન શક્ય. હર્ષના વધામણું થયા, નગારાંના નિર્દોષથી ઉત્સવ કરતા હતા. હર્ષવંત થયા એવા પ્રધાન સામંતદિક સહિત એક ક્ષણમાત્ર સભામાં બેસીને પછી રાજા કલાવતી પાસે આવ્યા. જેમ ચદ્રમા સદેવી છે, કલ કી છે, તો પણ તેને રેશહિણી આવી મલે છે, તેમ કલાવતી પણ ભરતારને આવી મલી. યદ્યપિ રાજા દેવી, કલંકી છે તે પણ રાણેએ ખેદ ન રાખે. તે સમયે તે કલાવતી કાંઈક રેષવતીથકી નીચું મુખ કરીને બેઠી છે એમ રાજાએ જોયું, ત્યારે રાજાએ મદ જેના નેત્ર છે એવું કલાવતીનું મુખ પિતાને હાથે ઊંચું કરીને તેને મધુર વચન કહ્યું કે, હવે હું જીવતે તને મુખ શું દેખાડું? આ તારું મુખ મને જીવાડનારું છે. હું નિર્ભાગ્ય છું જે મેં નિષ્કલંકને કલંક દીધું ?' વલી તું તે નિષ્કલંક છે માટે તારી સ્તુતિ કેટલી કરું ! એવું રાજાનું પ્રશંસાવચન સાંભળી રાણું બેલી, નિર્ભાગ્ય અને પરાકી એવી મારી સ્તુતિયે સર્યુંવળી રાજા કહે છે, હું નિણી છું. કતદન નિર્દય, છું જે માટે મે તારા જેવી સતીમાં શિરમણ, ગુણવંતી એવી રાણીને ખેદ પમાડી. તથા તું ગુણવાન છે તે તારે કાંઈ દોષ ન હતો તેમ છતાં વળી તારી ઉપર હું રાગી છતાં પણ વિરક્ત થયે, તે કઈ પૂર્વકૃત કર્મના મર્મકી મેં તને દુખ * દીધું. યતઃ | સ પુવઠ્યાણું, કમ્મર્ણ પાવાએ ફલવિવાર્ગ અવરહેમુ ગણેસુ ય, નિમિત્તમિત્ત પહેઈ ! ૧ એ પૂર્વે કરેલાં કર્મના ફલ ભેગવવા પડે છે, તે કર્મ ખપાવવામાં બીજા જ નિમિત્ત બને છે. પછી રાણી પણ ચ ડાલણુએ હાથ કાયા -
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy