SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ર ચિંતા મુકી શ્રીવીતરાગને ધર્મ આદર, તેથી સુખી થઈશ. એક દિવસ તું અમારા કહ્યા પ્રમાણે ધર્મ આદરીશ તે, પછી તુ તેને પ્રત્યક્ષ ચમત્કાર જોઈશ. અખંડિત શરીરે - પુત્ર સહિત એવી કલાવતી સ્ત્રીને તુ જીવતી દેખીશ. ત્યાર પછી મુક્તભેગી થઈ અંતે રાજલક્ષ્મીને સ્ત્રી સહિત દીક્ષા લેશે ને આરાધક થાશે. માટે આત્મઘાત ન કરીશ હવે ગુરૂનું કહ્યું માનીને રાજા તે વનમાં એક રાત્રિ રહ્યો. ત્યા રાત્રિના પાછલ્લે પહેરે એક સ્વપ્ન દીઠું. કલ્પતરૂથી સહિત લતા ફલસહિત છે, તેને કેઈક પુરુષે છેદી નીચે પાડી. વળી તે લતા ફલસહિત પાછી કલ્પતરૂમાં જઈ વળગી. તેને તે ઝાડે તુરત અવલંબી. એવુ સ્વપ્ન દીઠું, કે તરત પ્રભાતે રાજા જા. ત્યારે વિચાર્યું કે અહે ! એ મેટું સ્વપ્ન મુજને કયાંથી આવ્યું પણ જે અહીં રહ્યો તે મે એ સ્વપ્ન દીઠું? રાજા ગુરૂ પાસે આવી વંદન કરીને સ્વપ્નાર્થ પુછતે હતે. ' ત્યારે ગુરૂ પણ તેને સવપ્નને અર્થ કહે છે તે રાણીને દૂર કરી વિયોગ પમાડી તે કલ્પતરૂની ડાલને છેદી નાખી, પણ તે ડાલ પાછી તરત ફલ સહિત જઈને ક૫તરને વળગી તેમ હે રાજા ! તમને તે રાણી પુત્ર સહિત વહેલી મલશે. એમ સાભળી રાજા કહે છે, હે મુનીન્દ્ર ! તમારી કૃપાથી મારું શુભ થાઓ, એમ કહી રાજા રાણીની ખબર તો તેજ વનમાં દૂર ગયે. ત્યાં લજજાથી નીચું મુખ કરી દત્તકુંવરને કહે છે કે, હે મિત્ર ! દુદ્ધિ એવા મેં મહાપાપ કર્યું. પિતાના નિર્મલ કુલમાં લાંછન લગાડયુ. પણ ગુરૂના અમૃત સમાન વચન કહ્યાં અને તેણે આશ્વાસના દઈને, ધૈર્ય ઉપજાવ્યું. આશામાં મે આ દિવસ ગુમાવ્યું. પણ હવે હું મારી સ્ત્રીને જે જીવતી ન દેખું તો મરણ પામીશ. તે માટે તમે ઘેડેસ્વાર થઈ ઉતાવળા જાઓ અને કલાવતી હોય ત્યાં તેની તપાસ કરી શીધ્ર તેને તેડી લાવે. એવી રાજાની આજ્ઞા લઈને તે દત્તકુમાર ઘોડેસ્વાર થઈ કલાવતીની ખબર કાઢવા નીકળે, જે પુરૂષે જ્યાં મુકી હતી તે પુરૂષે તે સ્થાનક દેખાડયું ત્યાં લેહી પડ્યું દેખી ત્યાંથી પગી પગ જેતે દેવગે તાપસ આશ્રમ દીઠે ત્યા તાપસને પ્રણામ કરી દત્તકુમારે પુછ્યું, કે હે તાપસ નજીક પ્રસવ થયેલી ઉત્તમ સ્ત્રીને તમે અહીં કંઈ દીઠી? ત્યારે તાપસ કહે છે, તું કેણ છે? અને ક્યાંથી અહીં આવ્યે છે? ત્યારે તેણે કહ્યું હું શેઠને પુત્ર દત્ત નામે છું, અને શંખપુરથી આવ્યો છું. રાજાએ મને ખબર કાઢવા મેક છે ત્યારે તે તાપસ કહે છે, એ રાંકડી ઉપર હજી રાજા વૈરભાવ મુકતા નથી. આ કાંઈ થોડું કીધું છે? ગર્ભવતી અબલાને વનમાં મુકાવી અને હાથ કપાવ્યા તે કંઈ ઓછું કર્યું છે ? જે હજી રાણીની ખબર પૂછે છે. લેકની પણ કહેવત છે કે કડી ઉપર કટક શું કરવું ! .' ત્યારે દત્તકુમાર તાપસને કહે છે કે, ઘણું કહેવાની તે હાલ વેળા નથી. પણ જે કલાવતીને નહિ દેખે તે તે રાજ હમણું ચિતાગિનમાં બળી મરશે. તે માટે શીઘ જ્યાં હૈિય ત્યાં દેખાડે. તથા હા કહે, જે અમુક જગ્યાએ જીવતી છે. ત્યારે દયાલું તાપસ
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy