SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ સમાગમ કરે. અહોનિશ પુણ્યોપાર્જનમાં મન રાખવું અને આ સંસારને અસારજ ભાવે. જ્યાં સુધી આ શરીર રોગરહિત સ્વસ્થ છે. તેમ આ શરીરને જરા આવી નથી, તથા સર્વ ઈદ્ધિની શક્તિ સારી છે. ત્યાં સુધીમાં જે કોઈ મોક્ષમાર્ગે જવાને ઉદ્યોગ ક હોય તે કરે પછી કાઈ પણ થવાનું નથી જેમ કઈ મૂર્ખ માણસ પોતાના ઘરને સળગેલું જોઈને તેને ઓલવવા માટે જલ જોઈએ તે જલ સાફ કૃ દવા બેસે તે શું કામ આવે? અર્થાત્ જ્યાં સુધી શરીરનું પૂર્વોક્ત રીતે સર્વ સ્વાથ્ય સારું છે, ત્યાં સુધીમાં જલદી મેક્ષનાં સાધન સંપાદન કરવા. વળી હે ભવ્ય ! કનિષ્ઠ અને મૂર્ખ જન હોય, તે કામસુખાભિલાષને વિષે આસક્ત થયે થકે ધર્મ, તથા કાઈ પણ સુકૃત કાર્યોને કરતે નથી. અને જે મધ્યમ હોય છે, તે પુણ્યપર પ્રીતિ રાખે છે, તથા શુદ્ધ એવા શ્રાવના ધર્મને પણ આ ગીકાર કરે છે. અને ઉત્તમ પુરુષ જે હોય છે, તે તે સંસારના ભયને મટાડનાર નિવણ સુખને આપનાર, એવા સંયમને જ સ્વીકારે છે વળી હે ભવ્યો ! આ જે શ્રાવકનો ધર્મ છે, તે તાડના વૃક્ષ સમાન છે, જેમ તાડના વૃક્ષને દૂર ફલ હેવાથી તે દૂર ફલને દેનારો કહેવાય છે અને યતિધર્મ છે, તે પનસના વૃક્ષમાન છે, જેમ પનસના વૃક્ષને નિકટ ફલ હોવાથી તે નિકટફલદાયક કહેવાય છે. વલી પણ સંયમમાં કેવા ગુણે છે ? ને કર્મપ્રયાસ ન ચ યુવતિસુતસ્વામિદૃશ્યદુઃખ, રાજાદો ન પ્રભુએશનવસનધનસ્થાતચિંતા ન ચેવ છે ન જ્ઞાતિદ્રવ્ય પજા પ્રશમસુખરતિઃ પ્રેત્ય ક્ષાધવપ્તિ, શ્રામપેડમી ગુણાઃ સ્યુસ્તદિહ સુમતયઃ કિ ના પ્રયત્ન કરવમ અર્થ • જે શ્રમણ્યમાં સ સારકર્મને પ્રયાસ, યુવતી, સુત વિગેરેને જ જાલ, કઈ પણ પિતાના સ્વામીના દુર્વાકય સાભળવાનું કષ્ટ, રાજાદિકેને પ્રણામનું દુ ખ, અને અશન, વસન ધન, સ્થાન, તેની ચિ તા, જ્ઞાતિથી દ્રવ્યથી સત્કારની ઈચછા, એ કઈ હોતુ નથી. તે માટે જેમાં કેવલ પ્રશમ સુખની પ્રીતિ, અને મરણ પછી મોક્ષની પ્રાપ્તિ, એ બે મોટા સુખ હોય છે. એવા ઉત્તમ ગુણથી ભરપૂર સયમ છે, તે છતા પણ તે બુદ્ધિમાન પુરુષે ! તો તેમાં પ્રયત્ન શા માટે કરતા નથી? આ પ્રકારની ગુરુનીવાણીથી સંસારની અસારતા માની, ઉત્તમ સુખ તે મોક્ષસુખ જ છે એમ જાણું તે મેક્ષની પ્રાપ્તિ સ યમમાજ છે એમ નિશ્ચય રીતે સમજી વૈરાગ્ય વાસી તે પત્તર અને હરિગ રાજા તેજ વખતે મુનિરાજને વિનંતિ કરવા લાગ્યા કે, હે ભગવન ! સંસારરૂપ કૂવામાં ડુબતા એવા અમારે, દીક્ષારુપ કરાવલ બનના દાને કરી વિલંબ વિના ઉદ્ધાર કરે. ત્યારે સૂરીશ્વરે કહ્યું કે હે રાજન્ ! મને પણ મારા ગુરુ જે શ્રી ગુણાકરસૂરિ તેમણે તે માટે જ અહીં મોકલેલે છે માટે જેમ હવે કાલક્ષેપ ન થાય, તેમ તે સ યમશ્રીનું અવલ બન કરે તે સાભળી અત્યંત
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy