SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ આવીને તે રાજાના અદભુતકુમારને જોઈને અત્યંત હર્ષાયમાન થયો. અને પિતાને આભૂષણથી તેને સર્વાંગભૂષિત કર્યો. વિદ્યાધરી પણ રાણી પાસે આવી પુત્રને હર્ષ કરી કહેવા લાગી કે હે સબિ ! મને પણ હાલ ગર્ભ છે, તે જોઈને નૈિમિતિકે કહેલું છે કે જે તમારે કન્યા આવે તો તે કન્યા તમે નરસિંહ રાજાના સુરસેન નામે પુત્રને આપજે. માટે હે બહેન ! જે મારે કન્યા આવશે તે તે કન્યા હું તમારા સૂરસેન પુત્રને જ આપીશ, એમાં સંશય રાખશે નહિં, અને જે પુત્ર આવશે તો તે કોઈ ઉપાય નથી. એ સાંભળી શણી કહેવા લાગી કે હે પ્રિયસખિ ! આપણે બંને એકજ છીએ માત્ર શરીરથી જ જુદાં છીએ. માટે જેમ તમને રુચે છે, તેમ મને પણ રૂચે છે. એમાં કંઈ પણ વિચારણીય નથી, એમ કહીને રાણીએ તેને ખાન, પાન, દાન અને માનથી અત્યંત સત્કાર કર્યો. તેમ નરસિંહ રાજાએ પણ તે વિદ્યાધરને સારી રીતે સત્કાર કર્યો. પછી રાણી અને રાજા વિદ્યાધરી અને વિદ્યાધર, એ ચારે જણ પરસ્પર અમૃતે જાણે સી ઓ હેય નહિ ! એવી પ્રીતિલતાને અધિક વધારવા લાગ્યાં ! યત | દદાતિ પ્રતિગ્રહણુતિ, ગુહ્યમાખ્યાતિ પૃચ્છતિ ભુંકતે ભેજયતે અપિ, પવિધ પ્રીતિલક્ષણમ્ ! અર્થ – ગ્રહણ કરે અને પાછું આપે. ગુહ્ય વાત કહે અને વળી પૂછે, જમે, તથા જમાડે, એ બે પ્રકારે પ્રીતિનું લક્ષણ હોય છે એવી રીતે પ્રીતિમાં વધારો કરી વિદ્યાધર અને તેની સ્ત્રી એ બન્ને જણ પિતાના વૈતાઢય પર્વત પ્રત્યે ગયાં. અને ત્યાં સુખે કરી પિતાના રાજ્યગને ભેગવવા લાગ્યાં. હવે પૂર્વભવે જે પૂર્ણચંદ્રની સ્ત્રીને જીવ અગ્યારમા અરણ દેવલેકમાં પૂર્ણચંદ્રની સાથે દેવતા થયે હરે, તે ત્યાંથી ચ્યવને જયવેગ વિદ્યાધરની સ્ત્રી જેરવિકાંતા વિદ્યાધરી છે, તેના ઉદરને વિષે પુત્રીરૂપ થઈને ઉત્પન્ન થયે. હવે જ્યારે તે ગર્ભ ઉદરમાં આવ્યો, ત્યારે તેની માતાએ સ્વપ્નને વિષે ઉત્તમ જલબિંદુની સમાન છે, મેતી જેમાં અને પોતાની કાતિએ કરી પ્રકાશકરી છે દિશાઓ જેણે વળી પ્રત્યેક મોતીની સાથે અકેક મણિ રહેલું છે જેમાં, એ એક મતીના હારને દીઠે. તે જોઈ પિતાને સ્વામીને કહ્યું અને ગર્ભનુ પિષણ કરવા લાગી, એમ પિપણું કરતા કરતાં દશ માસ પૂરા હોવાથી તેને એક ઉત્તમ કન્યા પ્રગટ થઈ. રક્તકમલ સરખા હસ્તપાદવાલી કમલ સરખા નેત્રવાલી, પૂર્ણચદ્ર સમાન મુખવાલી તે એવી કન્યાને જોઈ માતા પિતા અત્યંત હર્ષાયમાન થયા, અને તેના પિતાએ જેમ પુત્રને પ્રસવ થાય અને જન્મમહોત્સવ કરાવે, તેમ પિતાના ગામમાં મહોત્સવ કરાવ્યો. હવે જ્યારે તે કન્યા ગર્ભમાં રહી હતી, ત્યારે રવિ કાતાએ સ્વપ્નમા મુક્તાને હાર જે હતો, તેથી તે કન્યાનું નામ પણ “સુનાવલી' પાડ્યુ પછી સુરસેનકુમાર તથા રત્નાવલી કન્યા એ બને બાળક પિત પિતાના માતા પિતાને ત્યાં ધાવમાતાએ પિષણ કર્યા છતા કાલાનુક્રમે યુવાવસ્થાને પ્રાપ્ત થયા, કાજુના અને શ્રાવકના ભક્ત, સર્વ જનને આનદ દેનાર, એવા તે બંને જણ થયાં.
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy