________________
૧રર પણ કરૂં છે તે વાત રાજાએ જાણીને સામંત, મંત્રી, સેનાપતિઓ સહિત પિતાની સર્વસેનાને એકત્ર કરી અને તેને નાયકપણામાં પિતાની સ્ત્રી ગુણમાલા રાણીની ગોજના કરી. રાજા પણ પિતે સામંતપણાને અંગીકાર કરી લેકેથી સમવિત થકે રાણીની પાસે આવ્યા.
સ્નેહથકી પુરૂષને સર્વ કંઈ કરવું પડે છે. જે પ્રીતિમાં કઈ પણ પ્રકારની પ્રતીતિ આવે નહીં તે પ્રીતિ પણ શા કામની? અને જે સુખમાં કોઈ પણ પ્રકારનો અતિશય આવે, તે સુખ શા કામનું ?
હવે પ્રઢ અને મમ્મત હાથી પર બેઠેલી ઘણા પ્રધાનેથી પરિવૃત્ત, તરુણીના ગણુથી પ્રાર્થના કરાયેલી, અનંતદાનને દેતી, બંદીજનના વૃદથી સ્તુતિ કરાયેલી, પરમ પ્રમાદને પામેલી એવી તે ગુણમાલા રાણું ગામના સીમાડાના અરણ્યમાં ગઈ અને ત્યાં વનકીડા કરવા લાગી. એવામાં કે એક રમણીનું કરૂણ શયુક્ત રૂદન સાંભળી તે રાણી પિતાના, સ્વામી નરસિંહ રાજાને કહેવા લાગી કે હે સ્વામિન ' આ શબ્દથી હું જાણું છું જે કેઈ વિદ્યાધરી વિલાપ કરી રૂદન કરતી હશે. માટે તેની પાસે જઈ તેને કઈક ઉપકાર આપણે કરીએ તે સારું ! એમ પરસ્પર કહેતાં કહેતા તે બને સ્ત્રી પુરૂષ જ્યા કરૂણ શબ્દથી રૂદન થતું હતું તેને અનુસારે ત્યાં ગયાં. ત્યાં જઈ જોવે, ત્યાં તે કોઈ એક શત્રુના કરેલા પ્રહારથી વિકળ એવા વિદ્યાધરને દીઠે. અને તેની પાસે રુદન કરતી એવી એક વિવાધીને દીઠી, તે બન્નેને જોઈને નરસિહ રાજાએ દુખિત એવા તે વિદ્યાધરતું ગીન્દ્રના આપેલા મણિના જલથી પ્રક્ષાલન કર્યું. ત્યાં તે તે વિદ્યાધર ચૈતન્યયુકત થઈ જઈ હષયમાન થયે થકે વિરમય પામી તે રાજાને કહેવા લાગ્યું કે અહેહાલમાં તો અમારે પુણોદય થે લાગે છે ! નહિ તે આપ સરખા સજજન પુરૂને આવા જ ગલને વિશે સમાગમ જ
ક્યાંથી થાય? તે સાંભળી રાજા કહે છે કે અરે ભાઈ! તમારા જેવા સુત્ર પુરુષો તે વિધાતાએ પુણ્યના અણુથી જ બનાવેલા છે.
હવે તે રાણીએ સમય પૂર્ણ થયે એટલે નવમાસ પૂર્ણ થયે થકે સુદિવસમા સારા પ્રકાશમાન તથા સુશોભિત એવા પુત્રને પ્રસવ્યો તે પ્રભાના સમુહથી યુકત, મનેહ, કમલની પાંખડી સમાન નેત્રવાલા એવા પુત્રને જોઈને રાણીને કાંઈ પણ પ્રસવ વેદના થઈ -નહિં. પુત્ર ઉત્પનની સુમુખા નામે દાસીએ રાજાને વધામણું આપી. રાજાએ એ વધામણી સાભલી એક માથાના મુકુટ સિવાય સ્વાંગગત જે કાંઈ આભૂષણો હતાં, તે સર્વે તેને આપી દીધાં. તે વખત યાચક જનને મોટા દાન અપાવ્યાં બ દીખાનેથી બ દીવાનને છોડી મૂક્યા, આખા ગામમાં વધાઈ દેવરાવી. હવે પ્રથમ જ્યારે પુત્ર ગર્ભમાં રહ્યો હતો ત્યારે રાણીએ સ્વપ્નમાં સૂર્ય જે હો, તથા સાતમે મહીને સેના સહિત રાજલીલા તથા વનકીડા કરવાને દેહદ ઉપન્ન થયે હરે, તેથી તે પુત્રનું નામ સ્વજનેની સમક્ષ “સૂરસેન” એવું પાડ્યું. નરસિંહ રાજાને પુત્ર થયે સાંભળી તે સમયને વિષે પ્રહાર પામી પડેલા જે વિદ્યાધરનુ રક્ષણ કરેલ હતું તે -જયવેગ નામે વિદ્યાધર, રવિકાંતા નામે પિતાની સ્ત્રી સહિત ત્યાં આવ્યું.