SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ભેગવતે થકે ભવાટવીમાં ભ્રમણ કરશે ? માટે હે ધર્મશીલા શ્રાવિકાઓ ! સત્ય બેલનારને તથા અસત્ય બોલનારને જે ફલ મળે છે, તે ફલ એ ધન્યતા અને ધરણના દૃષ્ટાંતથી સવિતા કહ્યું. માટે સત્ય જ બોલવું, પરંતુ પ્રાણ જાય, ત્યાં પર્યંત અસત્ય તે બોલવું જ નહિં. આ પ્રમાણે મુનિને કહેલે ધર્મ સાભળી તુરત તે શ્રાવિકાઓએ અલિક વાક્ય - નિવૃતિરુપ મુનિ પાસે વ્રત લીધું ત્યારે શ્રુતસુ દર સૂરિ કહે છે, કે મેં ચિતવ્યું જે આ ઉપદેશથી તે ઠીક થયું, આ મુનિએ મારા ઉપર ઉપકાર કર્યો છે, તે તે મુનિના પ્રત્યેક , અગમાં આગલ મે ચાર ચાર પ્રહાર મારવા ધાર્યા છે, તે વિચાર બંધ રાખી તેના પ્રત્યેક અગમાં ત્રણ ત્રણ જ લાકડીના પ્રહારે મારીશ? આવી રીતે મેં બે પ્રહાર તે વજી દીધા. વળી પાછો હું શ્રવણેસ્ક તથા નિશ્ચલ થઈને સાંભળવા તત્પર થયે, તેવામાં તો પાછા પણ મુનિ, દેશના દેવા લાગ્યા કે હે શ્રાવિકાઓ ! અદત્તવસ્તુ પણ ધર્મરાજનેએ ગ્રહણ કરવી ઉચિત નથી કારણ કે તે અદત્તનું ગ્રહણ જે છે, તે વીતરાગે પાપનું મૂલજ કહેલું છે કે પ્રાણ જીવને મારે ને તે જીવને જેવું દુખ ઉત્પન થાય છે, તેવું જ દુખ જેનું દ્રવ્ય ચેરી લઈએ, તેને ઉત્પન્ન થાય છે. માટે પરહરણનો પણ ત્યાગ જ કરે. પદ્રવ્યહરણ કરનારા એટલે ચેરી કરનારા મનુષ્ય આ લેકમાં પણ પ્રત્યક્ષ હાથ, પગ, વગેરે છેદન ભેદન શુલિ પરોવાના તથા બંદિખાના વગેરેના દુ:ખને ભેગવે છે અને મૃત્યુ પામ્યા પછી પણ પાછા પરભવને વિષે દાસપણાને, દરિદ્રપણાને, પ્રેષપણને, વાહનપણાને પ્રાપ્ત થાય છે. ચેરી કરનાર પ્રાણું ઘણું કાલ પર્યંત નરકમાં જ પચે છે અને તે શ્રાવિકાઓ ! જે પરદ્રવ્યપરાડુમુખ પ્રાણ હોય છે, તે આ લેકને વિષે વિશ્વાસાસ્પદ થાય છે, આ જન્મમાં સુખ કીર્તિને પામે છે. કેઈ પણ દિવસ ધનની હાનિને પામતા નથી, તેનું ધારેલુ કામ પાર પડે છે. અને પરલેકને વિષે પણ તેને સમગ્રલાભ થાય છે, જેણે અદત્ત પરદ્રવ્યગ્રહણ કરવાનું પ્રત્યાખાન લીધું છે, તે જન તે વિદત્તની જેમ સુખી જ થાય છે, અને જે તે ચેરી કરવાનું કામ કરે છે તે કપીલની જેમ દુઃખી થાય છે. આ વચન જ્યારે ગુરુએ કહ્યું ત્યારે હું કુમાર ! મારી સ્ત્રીઓએ તે મુનિરાજને પૂછ્યું કે હું ભગવન્! તે સિદ્ધદત્ત અને કપીલ કેણ હતા? અને તેનું કેમ થયુ ? તે અમને કૃપા કરી સવિસ્તર કહે. ત્યારે અમૃત સમાન વાણીએ કરી મુનિ વલી પણ કહેવા લાગ્યા કે હે શ્રાવિકાઓ ! આજ વિજયને વિષે વિશાલ નામે એક નગર છે, તેમાં તુછ વૈભવશાલ માતૃદત્ત અને વસુદત્ત નામે બે વાણીયા રહેતા હતા, પરસ્પર તે મિત્ર હતા, તેથી તે બને જણ વ્યાપાર પણ સાથે જ કરતા હતા, તેમાં માતૃદત્તે તે સ્થૂલાદત્ત ગ્રહણનું પ્રત્યાખ્યાન લીધેલું હતું, અને વસુ-ત્ત તો અધમી હેવાથી કૂટતેલ અને ફૂટમાનથી ધમધેકાર છે કરતો હતો, પરંતુ તે વસુદત્તને ધનની વૃદ્ધિ થતી ન હતી હવે તે બન્ને જણ વ્યાપાર માટે સ્વલ્પમૂલ્યવાલું કરિયાણું લાવીને પંડપુર નામક એક ગામ હતું ત્યાં ગયા. તે ગામમાં વસુતેજા નામે રાજા રાજ્ય કરે છે. તે રાજને દ્રવ્યને
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy