SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ભંડાર સાચવે એવો કે વિશ્વાસપાત્ર પિતાના ગામમાં ભંડારી મળતો ન હતો, તે માટે ભંડાર સાચવવામાં સાચી દાનત વાળા કેઈ પણ પરદેશી મનુષ્યની પરીક્ષા માટે એક રત્નજડિત કુંડળ, ગામની બાર રસ્તામાં નાંખી દીધુ હતું. અને તે કુંડળ, બહાર ગામને કેણ છે, અને કોણ નથી લેતો ? તે જોવા માટે ઝાડની ઉચે કેઈ ન દેખે તેવી રીતે માણસો રાખ્યાં હતા, તેમાં કઈ પણ જે તેજ ગામનું માણસ રસ્તામાં ચાલતાં ચાલતાં રત્નકુંડલ ગ્રહણ કરે છે, તો તેને સુભટે ઝાડની ઉચેથી બહાર આવી હાકલ મારી પાછું મૂકવાનું કહે છે, અને દંડ કરાવે છે તેથી તે સુભટના ભયથી તગ્રામસ્થ માણસે તે રત્ન કુંડલને કઈ પણ ગ્રડણ કરતા નથી. હવે તેવામાં માતૃદત્ત અને વસુદત્ત એ બન્ને મિત્રો તેજ દસ્તે નીકળ્યા, ત્યાં રસ્તામાં પડેલું રત્નજડિત કુ ડલ બને એ દીઠું, તેમાં માતૃદત્તે દીઠું, પણ મનમાં સમજો કે, તે અદત્ત છે, માટે લેવાય જ નહિ. એમ સમજી એમને એમ ગુપચુપ ચાલ્યો ગયો, અને પછવાડે ચાલ્યો આવતે વસુદત્ત તે રસશામાં પડેલા કુડલને જોઈને એકદમ ખુશી થઈને દેડ. ત્યારે માતૃદ કહ્યું કે ભાઈ ! એ કંડલ નથી પણ વિષ છે, માટે તે તું લઈશ નહિં. ત્યારે તેની દેખતા તે તેણે તે કુંડલ પડતું મૂકયું. અને પાછા ત્યાથી ચાલ્યા, ચાલતા ચાલતાં તેને બંધ થવા માટે માતૃદત્તે એક દૃષ્ટાત કહેવા માટે. કે કેઈ એક નગર વિષે દેવ અને યશ નામના બે વૈશ્ય રહેતા હતા, તે પણ આપણી જેમ મિત્ર હતા, અને વ્યાપાર પણ સરખો જ કરતા હતા, તેમાં દેવ નામને શ્રાવક હતું, તે દેવથી વિપરીત હતો. હવે એક દિવસ તે બન્ને જણ શૌચ માટે | ગયા, અને ત્યાથી જ્યારે પાછા ચાલ્યા, ત્યારે તેને માર્ગમા પડેલું એક કુંડલ નજરે પડ્યું, તેમાં દેવશ્રાદ્ધ તે કુડલ જોયું, તે પણ જેમ ન જોયુ હેય, તેવી જ રીતે રસ્તે ચાલ્યો ગયે, અને યશ જે હતું, તે, તે કુડલને લેવા દો, ત્યારે દેવશ્રાદ્ધ કહ્યું કે ભાઈ ! તે માટે તે લેવાથી અદત્તાદાન થાય અને અદત્તદાનનું શાસ્ત્રમાં મોટું પાપ લખેલું છે. તેથી તારે તે લેવું એગ્ય નથી તે સાભળી તે વખતે તે તેણે પણ લજજાથી લીધુ નડિ અને પછી તરત તે દેખે નહીં તેમ બીજે આડે રસ્તે જઈ ક્યા કુડલ પડયું હતું ત્યાં પાછે આ, આવીને તેણે તે કુંડલ લઈ લીધું, પણ વિચાર કરવા લાગે કે ધન્ય છે દેવશ્રાદ્ધને કે જેણે આ કુડળને જોયું, પણ નિર્લોભ થઈ લીધું નહિં? પરંતુ ફિકર નહિ, તેને પણ હું છોડીશ નહિ, એટલે તેને પણ હું કુડલને ભાગીય કરીશ, તેથી તે પણ મારા પાપને ભાગી થશે ? એમ વિચારીને તે કુંડલ દેવથી છાનું રાખ્યું. પછી બન્ને જણ બીજા નગરમાં ગયા, અને તે દેવથી છાનામાના ઘેરી લીધેલા કંડલના દ્રવ્યથી તથા પિતાના દ્રવ્યથી ઘણું જ કરીયાણુ બન્ને જણે મળીને લીધું અને પછી પિતાને સ્થાનકે આવ્યા. હવે પિતાના દ્રવ્યથી જેટલું કરિયાણું આવવુ ઘટે, તેથી ઘણું જ વધારે આવેલું જોઈને દેવશ્રાદ્ધ પૂછયું કે હે યશ! આપણું દ્રવ્ય તે થોડું હતું અને આ કી યાણું કેમ ઘણું જ આવ્યુ દેખાય છે? ત્યારે તેણે કંડલના દ્રવ્યથી ફરિયાણું લેવાની છાની
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy